- Tech and Auto
- સેમસંગે વિશ્વનો પહેલો ટ્રાઇફોલ્ડ ફોન લોન્ચ કર્યો, 200MP કેમેરા, આ ઉપરાંત ઘણી બધી સુવિધાઓ
સેમસંગે વિશ્વનો પહેલો ટ્રાઇફોલ્ડ ફોન લોન્ચ કર્યો, 200MP કેમેરા, આ ઉપરાંત ઘણી બધી સુવિધાઓ
કંપનીએ સેમસંગ ગેલેક્સી Z ટ્રાઇફોલ્ડ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, અને કંપનીએ તેને એકદમ ચુપકેથી લોન્ચ કર્યો છે. આ ફોન બે વાર ફોલ્ડ થાય છે અને તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. આ ફોન હાલમાં દક્ષિણ કોરિયામાં ઉપલબ્ધ રહેશે.
આ હેન્ડસેટ 10.0-ઇંચ QXGA+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે સાથે આવે છે. જ્યારે કવર સ્ક્રીનમાં 6.5-ઇંચ ફુલ-HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે મળે છે. ફોન સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા સંચાલિત થાય છે. આ ફોન બે જગ્યાએ ફોલ્ડ થાય છે, એમાં એક મુખ્ય સ્ક્રીન અને બીજું કવર સ્ક્રીન, જે ફોન ફોલ્ડ થાય ત્યારે કામ કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ તેની મુખ્ય સુવિધાઓની ખાસ વાત.
સેમસંગ ગેલેક્સી Z ટ્રાઇફોલ્ડ ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. ફોન Android 16 પર આધારિત OneUI 8 પર કામ કરે છે. તેમાં 10-ઇંચ QXGA+ ડાયનેમિક AMOLED 2X મુખ્ય ડિસ્પ્લે મળે છે. ડિસ્પ્લે 1600 nitsની પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે.
જ્યારે આગળની તરફ, તમને 6.5-ઇંચ ફુલ-HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે મળશે. તે 2600 nitsની પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીનના પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ સિરામિક 2 આપવામાં આવ્યું છે.
Galaxy Z TriFoldમાં ટાઇટેનિયમ હિન્જ આપવામાં આવ્યું છે. આ ફોન બે જગ્યાએ ફોલ્ડ થાય છે, તેથી કંપનીએ ડ્યુઅલ-હિન્જ મિકેનિઝમનો સમાવેશ કર્યો છે. ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથે આવે છે અને 16GB RAM અને 1TB સુધી સ્ટોરેજ આપે છે.
ઓપ્ટિક્સની વાત કરીએ તો, તેમાં 200MP પ્રાઇમરી કેમેરા, 12MP વાઇડ-એંગલ લેન્સ અને 10MP ટેલિફોટો કેમેરા મળે છે. આંતરિક ડિસ્પ્લેમાં બે 10MP કેમેરા છે. ફોન 45W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સાથે 5600mAh બેટરી દ્વારા સંચાલિત છે. ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે પણ આવે છે.
કંપનીએ સેમસંગ ગેલેક્સી ઝેડ ટ્રાઇફોલ્ડની કિંમત જાહેર કરી નથી. આ ફોન 12 ડિસેમ્બરે દક્ષિણ કોરિયામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. તે ટૂંક સમયમાં વૈશ્વિક બજારોમાં પણ ઉપલબ્ધ થશે. કંપની નજીકના ભવિષ્યમાં તેને ચીન, તાઇવાન, સિંગાપોર, UAE અને USમાં લોન્ચ કરશે.

