- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 08-12-2025
વાર- સોમવાર
મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો.
વૃષભ - તમારા ધનની સ્થિતિ મજબૂત, શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે, પાણી જન્ય રોગોથી સાચવવું.
મિથુન -ભાગીદારીના કામમાં સહનુકુળતા રહે, સંબંધો મજબૂત બને, વગરમાંગે કોઈને સલાહ આપવી નહીં.
કર્ક - આજે તમારી બચતમાં વૃદ્ધિ થશે, શારીરિક નિર્બળતાનો અનુભવ થાય, સગા સંબંધીઓથી આનંદ રહે.
સિંહ - આર્થિક લાભોમાં વૃદ્ધિ થાય, વિદ્યા અભ્યાસ માટે સમય સારો, અકારણના ઝગડાઓથી દૂર રહો.
કન્યા - આજે નોકરી ધંધામાં પૂરતુ ધ્યાન આપી શકશો, આર્થિક ચિંતાઓ હળવી થાય, શારીરિક થાકનો અનુભવ થાય.
તુલા - તમારું ભાગ્ય સાથ આપશે, લોકોને મળવાથી આનંદ થાય, મિત્રવર્ગથી લાભ થશે, આજે પરિવાર સાથે આનંદ રહેશે.
વૃશ્ચિક - લોકો પર તમારો પ્રભાવ સારો રહે, ધાર્મિકવૃતિમાં વધારો થાય, આર્થિક બાબતો માટે સારો દિવસ.
ધન - સંબંધો મજબૂત બને, ભાગીદારીના કામમાં પ્રગતિ જણાય, બહારના ખાવા પીવાનો આનંદ માણી શકો.
મકર - કચેરીને લગતા કામોમાં સહાનુકુળતા રહે, શત્રુઓ પર હાવી થઈ શકશો, ભાગીદારની સલાહ અવશ્ય લો.
કુંભ - સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો, નોકરી ધંધામાં સમસ્યાઓનો સામનો કરવો પડે, નવી યોજનાઓ બનાવવામાં ધ્યાન આપો.
મીન - ઘર પરિવારમાં આનંદ રહે, તમારી બુદ્ધિથી સાહસિક વૃતિમાં સફળતા મળે, મિત્રોથી સહાયતા મળશે.

