- Tech and Auto
- જાપાને Google Pixel 7 ફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો, જાણી લો કારણ
જાપાને Google Pixel 7 ફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો, જાણી લો કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં Googleને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે હવે જાપાનમાં Google Pixel 7 અને Google Pixel 7 Proના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાપાનમાં Google Pixel 7 સિરીઝના સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટના નિર્ણય પછી Pixel 7 સિરીઝના સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં Googleને દક્ષિણ કોરિયન કંપની Pantechના પેટન્ટ ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યું છે.
Pantechએ 24મી તારીખે જાહેરાત કરી છે કે, તેણે કેસ જીતી લીધો છે. ટોક્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટે પેટન્ટ ઉલ્લંઘનને કારણે Google Pixel 7 સિરીઝના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, આ નિર્ણય પછી, Google જાપાનમાં Pixel 7 સિરીઝના સ્માર્ટફોન વેચી શકશે નહીં.
પેટન્ટ ઉલ્લંઘનને કારણે જાપાનમાં કોઈ ઉત્પાદનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું આ પહેલીવાર છે. અહેવાલ મુજબ, Pantech પાસે 4G કોમ્યુનિકેશન ટેકનોલોજી સંબંધિત એક મહત્વપૂર્ણ પેટન્ટ છે, જેના કારણે કોર્ટે આ નિર્ણય લીધો છે. હવે Google જાપાનમાં Pixel 7 સિરીઝ વેચી શકશે નહીં.
રિપોર્ટ અનુસાર, ટોક્યોની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, ગૂગલે પિક્સેલ સ્માર્ટફોનમાં LTE મોડેમ સંબંધિત સ્ટાન્ડર્ડ એસેન્શિયલ પેટન્ટનું ઉલ્લંઘન કર્યું છે. પ્રોડક્ટના ઉત્પાદન માટે આવા પેટન્ટ જરૂરી છે. પેન્ટેકના જણાવ્યા અનુસાર, ગૂગલ પિક્સેલ સ્માર્ટફોન અને સેલ ટાવર વચ્ચેના સંચારનું સંચાલન કરવા માટે પેટન્ટમાં વર્ણવેલ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે, જ્યારે પેટન્ટને લાઇસન્સ આપવામાં આવ્યું નથી.
કોર્ટે કહ્યું કે સ્ટાન્ડર્ડ એસેન્શિયલ પેટન્ટ (SEP) માટે પ્રારંભિક પ્રતિબંધ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો પક્ષે સંબંધિત પેટન્ટ માટે લાઇસન્સ મેળવવાનો પ્રયાસ ન કર્યો હોય. ગૂગલે વાટાઘાટોમાં વિલંબ કર્યો અને કોન્ફિડન્સ ક્લોઝ જેવી શરતો પર આગ્રહ રાખ્યો, જે પેન્ટેકે સંપૂર્ણપણે બિનજરૂરી હોવાનું કહ્યું. ગૂગલે કોર્ટ કાર્યવાહી દરમિયાન વાજબી રોયલ્ટી દરનો પ્રસ્તાવ મૂકવાનો પણ ઇનકાર કર્યો અને દાવો કર્યો કે તેની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ હશે.
કોર્ટનો નિર્ણય ફક્ત પિક્સેલ 7 શ્રેણી પર લાગુ પડે છે. જો કે, પેન્ટેક મોટા પ્રતિબંધ માટે પ્રયાસ કરી રહ્યું છે, જે ગૂગલના નવા ઉપકરણોને અસર કરશે. એટલે કે, પેન્ટેક પિક્સેલ 8 અને પિક્સેલ 9 શ્રેણીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમ પણ, હાલમાં બજારની અંદર પિક્સેલ 8 અને પિક્સેલ 9 શ્રેણીની માંગ છે.
પિક્સેલ 7 શ્રેણી ત્રણ વર્ષ જૂની થઇ ચુકી છે. આ ઉપરાંત, કંપનીએ જાપાની કસ્ટમ્સ દ્વારા આયાત કરાયેલા તમામ પિક્સેલ શ્રેણીના ઉત્પાદનો પર પ્રતિબંધ માટે પણ અરજી કરી છે. મીડિયા સૂત્રોએ પેન્ટેકના એક અધિકારીનો ઉલ્લેખ કરીને માહિતી આપી છે કે, 'આ ખૂબ જ પ્રોત્સાહક છે કે, અમે જાપાની કોર્ટમાં ગૂગલ જેવી વૈશ્વિક કંપની સામે કાર્યવાહી કરી છે.'
જો આ પ્રતિબંધ જાપાનમાં ગૂગલ પિક્સેલ 7 શ્રેણીથી આગળ વધારવામાં આવે છે, તો તે કંપનીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ગૂગલ ટૂંક સમયમાં જ તેની પિક્સેલ 10 શ્રેણી લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો આ પ્રતિબંધ બ્રાન્ડના નવા ઉપકરણોને અસર કરે છે, તો કંપનીને મોટો ઝટકો લાગી શકે છે.
Related Posts
Top News
અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
