તૈયાર થઈ જાવ, Yamaha RX 100ના લોન્ચને લઇને આ છે કંપનીનો પ્લાન

તમને 90ના દાયકાની Yamahaની પ્રખ્યાત Yamaha RX 100 તો યાદ જ હશે. પોતાના જબરદસ્ત પરફોર્મન્સ અને શાનદાર પિકઅપને પગલે આ મોટરસાઇકલ દેશમાં ખૂબ જ લોકપ્રિય રહી છે. જોકે, તે સમયે સરકાર દ્વારા વાહનો માટે લાગૂ કરવામાં આવેલા નવા નિયમો બાદ તેને ડિસ્કંટીન્યૂ કરી દેવામાં આવી હતી પરંતુ, દશકો બાદ પણ આ બાઇકનો ક્રેઝ લોકો વચ્ચે જળવાઇ રહ્યો છે. Yamaha RX 100 ને નવા અવતારમાં લોન્ચ કરવાના સમાચાર સતત આવતા રહે છે પરંતુ, એવુ પહેલીવાર છે જ્યારે કંપનીએ ખુલીને આ બાઇકના લોન્ચ અંગે વાત કરી છે.

ઓટોકારના એક રિપોર્ટ અનુસાર, Yamaha ઇન્ડિયાના ચેરમેન ઈશિન ચિહાનાએ Yamaha RX 100 વિશે વાત કરતા કહ્યું છે કે, ભારત માટે આ બાઇક ખૂબ જ ખાસ છે, તેની સ્ટાઇલિંગ, હળવુ વજન, પાવર અને સાઉન્ડ તેને લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બનાવે છે. જ્યારે આ બાઇકને ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી, તે સમયે આ ટૂ-સ્ટ્રોક એન્જિનથી લેસ હતી. હવે ચાર-સ્ટ્રોક મોડલ તરીકે આ બાઇકને લોન્ચ કરવા માટે તેમા ઓછામાં ઓછું 200cc ના એન્જિનનો ઉપયોગ કરવો પડશે અને એવામાં એ તમામ વાતોને સામેલ કરવી મુશ્કેલ છે. ખાસ કરીને, આ બાઇકથી એવો જ સાઉન્ડ ના મેળવી શકાય.

આ રિપોર્ટ અનુસાર ચિહાનાએ કહ્યું કે, અમારો ઇરાદો Yamaha RX 100 ના ક્રેઝને બરબાદ કરવાનો જરા પણ નથી આથી, જ્યાં સુધી અમે આશ્વસ્ત ના થઈ જઈએ કે અમે યોગ્ય પરફોર્મન્સ સાથે એક સારી અને હળવી બાઇકનું ઉત્પાદન કરી શકીએ છીએ, અમે તેને લોન્ચ નહીં કરીશું. હાલના લાઇન-અપ સાથે, 155 cc પર્યાપ્ત નથી. જોકે, આ કંપની તરફથી સ્પષ્ટરીતે આ બાઇકને લોન્ચ કરવાથી ઇન્કાર નથી કરવામાં આવ્યો. પરંતુ, જો તમે નિકટના ભવિષ્યમાં આ બાઇક રાઇડની મજા લેવા અંગે વિચાર કરી રહ્યા હો તો એવુ જરા પણ નથી. Yamaha તેના પર કામ કરી રહ્યું છે અને જ્યારે બાઇક આવશે, તો તેમા એક હાઈ પરફોર્મન્સ એન્જિન હશે જે 200cc કરતા મોટું હોવાની આશા છે.

80ના દાયકાનો મધ્યકાલ હતો અને ભારતને આઝાદ થયા આશરે 38 વર્ષ થઈ ચુક્યા હતા. યામાહા મોટરે 1985માં એક સંયુક્ત ઉદ્યમના રૂપમાં ભારતમાં પોતાની શરૂઆત કરી. આ દરમિયાન યામાહાએ ભારતમાં એસ્કોર્ટ્સ લિમિટેડની સાથે મળીને RS અને RD ફેમિલીની બાઇક્સ સાથે જ Yamaha RX 100ને પણ બજારમાં ઉતારી. આ બાઇકે બજારમાં આવતા જ પોતાના માટે એક અલગ ખરીદારો અને પ્રસંશકોનો નવો વર્ગ ઊભો કરી દીધો.

આ એ સમય હતો જ્યારે સિનેમાના રૂપેરી પડદા પર એંગ્રી યંગ મેન અને ગર્દિશો સામે ઝઝૂમતા અભિનેતાના હીરો બનવાની સ્ટોરી લખવામાં આવી રહી હતી. આ બાઇકનો બોલિવુડ ફિલ્મોમાં ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો. આ બાઇકમાં માત્ર 98 ccની ક્ષમતાનું ટૂ-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે 11 bhp નો પાવર અને 10.39 Nm નો ટોર્ક જનરેટ કરતો હતો. આ એન્જિનને 4-સ્પીડ ગિયરબોક્સથી લેસ કરવામાં આવી હતી. 103 કિલોની આ બાઇક 100 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડતી હતી.

Related Posts

Top News

વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે

કેટલીક વખત મોઢા દ્વારા શ્વાસ લેવું સામાન્ય લાગતું હોય, પરંતુ બાળકમાં નિયમિત મોઢા દ્વારા શ્વાસ લેવું તેમના વિકાસમાં અનેક...
Charcha Patra 
વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે

8 વર્ષ પહેલા અકસ્માતમાં થયું હતું અવસાન, પરંતુ રાશન લેવા આજે પણ આવે છે 'આત્મા'

મધ્યપ્રદેશના ટિકુરી અકૌના ગામમાં કંઈક વિચિત્ર ઘટના બની રહી છે. આઠ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા એક માણસની આત્મા ગામના ક્વોટામાંથી...
National 
8 વર્ષ પહેલા અકસ્માતમાં થયું હતું અવસાન, પરંતુ રાશન લેવા આજે પણ આવે છે 'આત્મા'

દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

દર મહિને 427 કરોડ રૂપિયાની કમાણી કરતો અને દુનિયાનો નંબર વન યુટ્યુબર ગણાતો મિસ્ટર બિસ્ટ મંદિરના એક વીડિયોમાં ફસાયો છે....
World 
દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

Zomatoવાળા તો જબરા છે, પાછું ખાવાનું મંગાવવું મોંઘુ કરી દીધું, હવે આના માટે પણ આપો પૈસા

અંગ્રેજીમાં એક શબ્દ છે: inevitable. મતલબ કે, આ થવાનું જ હતું. આ તો પહેલેથી જ નક્કી હતું. ભારતના ઈ-કોમર્સ, ઓટીટી...
National 
Zomatoવાળા તો જબરા છે, પાછું ખાવાનું મંગાવવું મોંઘુ કરી દીધું, હવે આના માટે પણ આપો પૈસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.