મોંઘવારીનો માર, હજુ વધશે ટામેટાના ભાવ, જાણો કારણ

ટામેટાના ભાવ આસમાને છે. જેના કારણે ઘરના બજેટ ખોરવાઇ ગયા છે. 15 દિવસ પહેલા સુધી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાતા ટામેટા હવે લાલ થઇને 150 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન, ખબરો અનુસાર, ટામેટાની કિંમતોમાં હજુ વધારો થવાની શક્યતા છે. પહેલા આશા કરવામાં આવી રહી હતી કે, 15મી જુલાઇ પછી ટામેટાની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. પણ હાલ એક સપ્તાહ સુધી તેના ભાવમાં ઘટાડો આવવાની કોઇ શક્યતા નથી. ટામેટા સિવાય કોબીજ, ફ્લાવર, કાકડી, પાંદડા વાળા શાકભાજી વગેરે શાકભાજી પણ મોંઘા થવાની શક્યતા છે.

કેટલાક રાજ્યોમાં ટામેટા 200 રૂપિયા કિલો સુધી પણ વેચાઇ રહ્યા છે. ભાવ વધવાના કારણે ગૃહિણિઓની રસોઇમાંથી ટામેટા હવે ગાયબ થઇ રહ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, હિમાચલ પ્રદેશમાં જ્યારે ભારે વરસાદના કારણે પાકની કાપણી અને સપ્લાઇમાં બાધા આવી રહી છે. એક્સપર્ટ્સના હવાલાથી અખબારે લખ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા બજારમાં નથી આવી રહ્યા. સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલીઓ આવી રહી છે.

હાલમાં હિમાચલ પ્રદેશ દેશમાં ટામેટાનું મુખ્ય સ્ત્રોત છે. આખા દેશમાં હિમાચલથી જ વધારે પડતા ટામેટા સહિત અન્ય શાકભાજીઓની પણ સપ્લાઇ થાય છે. પણ હાલ દેશના અધિકાંશ હિસ્સાઓમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂથી સપ્લાઇ થઇ રહ્યું છે. ટામેટા સિવાય ફ્લાવર, કોબીજ, કાકડી જેવા શાકભાજી જેવા શાકભાજીનું સપ્લાઇ થાય છે.

દેશના કેટલાક રાજ્યોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા સાથે સાથે ફ્લાવર, કોબીજ, ભાજી, કાકડી વગેરેના ભાવ પણ વધી શકે છે. બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હોર્ટીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટરે મીડિયાને કહ્યું કે, ઉત્તરના રાજ્યો ખાસકરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ટામેટા, ફ્લાવર, કોબીજ અને કેપ્સીકમનો વધારે પડતો પાક બરબાદ થઇ જશે. પાણીના ભરાવાને કારણે વાયરસ પાકને ખરાબ કરી દેશે. તેના કારણે આ શાકભાજીઓની સપ્લાઇ પ્રભાવિત થશે અને ભાવમાં વધારો થશે.

આ સીઝનમાં કોબીજ, ફ્લાવર અને કેપ્સીકમની વધારે પડતી સપ્લાઇ હિમાચલ પ્રદેશથી જ થાય છે. હિમાચલ પ્રદેશથી ફક્ત દિલ્હી જ નહીં પણ દેશના વધારે પડતા રાજ્યોમાં આ શાકભાજીઓની સપ્લાઇ થાય છે. એસકે સિંહે કહ્યું કે, શાકભાજીઓની કિંમત વધવાથી લોકો કઠોળ તરફ વળે છે. તેનાથી કઠોળની કિંમતમાં પણ વધારો થઇ શકે છે. હિમાચલ પ્રદેશમા ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે સહિત સેંકડો રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તેનાથી પહાડોથી મેદાન માટે ફળો અને શાકભાજીઓનું ટ્રાસ્પોર્ટેશન અટકી ગયું છે.

બટાકા, ટામેટા અને કાંદા જેવા શાકભાજી અધિકાંશ ભારતીય ભાજનનો હિસ્સો છે, પણ આ શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે ઘરોના માસિક બજેટમાં ગરબડ પેદા કરી દીધી છે. 2016માં કાંદાના કારણે લોકોની આંખમાં આંસુ આવ્યા હતા અને હવે ટામેટાની કિંમત ખૂબ જ વધી ગઇ છે.

હાલના રિપોર્ટ અનુસાર, આખા દેશમાં વિભિન્ન ક્ષેત્રોમાં ટામેટાની કિંમત મે મહિનાના પહેલા સપ્તાહમાં 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને આશ્ચર્યજનક રૂપે 120થી 150 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. હોલસેલરોનું કહેવું છે કે, એક સપ્તાહમાં શાકભાજીઓના ભાવ બેગણા વધી ગયા છે અને તેમનું વેચાણ 40 ટકા સુધી ઓછું થઇ ગયું છે.

About The Author

Top News

છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની...
Politics 
છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન! ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી

જંતર-મંતર ખાતે 36 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓ અને GenZ વિરોધ પ્રદર્શન પછી, ઇથેનોલ વિરુદ્ધ એક મોટું આંદોલન કરવાની તૈયારીઓ...
National 
હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન! ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી

‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેમ?’ રાહુલનો હોમ મિનિસ્ટરને લેટર

દિલ્હીમાં ગત 20 જુલાઈએ થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને અતિશય બળપ્રયોગના મુદ્દે લોકસભાના વિપક્ષી...
Politics 
‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેમ?’ રાહુલનો હોમ મિનિસ્ટરને લેટર

ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ

NEET પેપર લીકના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. 2014માં નરેન્દ્ર...
Politics 
ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.