AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ, દ્વારા સસ્ટેનેબિલિટી વીક અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સસ્ટેનેબિલિટી વીક થીમ – "સર્કલ ઓફ લાઈફ: ક્લોઝિંગ ધ લૂપ" છે, જેનો ઉદ્દેશ સર્ક્યુલર ઈકોનોમિના સિદ્ધાંતો અંગે લોકો જાગૃતિ લાવવાનો છે.

આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો દ્વારા પર્યાવરણની જાગૃતિ, લોકભાગીદારી અને ટકાઉ વિકાસ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. સસ્ટેનેબિલિટી વીકના મુખ્ય આકર્ષણરૂપે, સુંવાલી બીચ ખાતે એક સ્વચ્છતા અભિયાનનું આયોજન AM/NS Indiaએ ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સહયોગથી કર્યુ હતું. 

50

આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ, વન, પર્યાવરણ,  હવામાન પરિવર્તન, જળસ્રોત અને પાણી પુરવઠા મંત્રાલય, ગુજરાત સરકાર,  સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી CTO, AM/NS India અને ડૉ. જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, GPCB ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાનમાં AM/NS Indiaના કર્મચારીઓ, તેમના પરિવારજનો, આજુબાજુના ગામડાંના રહેવાસીઓ, GPCBના અધિકારીઓ અને સ્થાનિક સમાજના આગેવાનોએ જોડાઈને પર્યાવરણીય સંરક્ષણ માટેના સામુહિક પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ અંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, "મે 22 થી જુન 08,2025 દરમિયાન પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. જેના ઉપલક્ષ્યમાં AM/NS India દ્વારા બીચ ક્લિનિંગ એક્ટિવિટીનું આયોજન અભિનંદનને પાત્ર છે. સુંવાલી બીચ આસપાસના ગ્રામજનો માટે આજીવિકા રળવાનું સ્થળ અને સહેલાણીઓની દ્રષ્ટિએ મહત્વનું કેન્દ્ર છે, ત્યારે આ કાર્યક્રમ પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાને લઈને લોક જાગૃતિ ફેલાવવામાં વધુ મદદરૂપ બનશે." 

49

સસ્ટેનેબિલિટી વીક દરમિયાન હજીરા ગામમાં બાળકો માટે પ્લાસ્ટિક કચરો ભેગો કરવાનો અભિયાન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉપરાંત પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે પોસ્ટર સ્પર્ધા, પર્યાવરણ વિષયક નાટક સ્પર્ધા તથા વિવિધ તાલીમ સત્રોનું પણ આયોજન કરાયું હતું.

આ અંગે સંતોષ મુંધાડાએ જણાવ્યું હતું કે, “AM/NS India માટે સસ્ટેનેબિલિટી માત્ર એક લક્ષ્ય નહીં, પણ જીવન જીવવાની રીત છે. અમારું દરેક કાર્ય સસ્ટેનેબિલિટીને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ એ સૌને યાદ અપાવવા માટેની પરિપૂર્ણ તક છે કે પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે, અને તેને સંરક્ષણ એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.”

આ સપ્તાહ દરમિયાન અન્ય કેટલીક નોંધપાત્ર પ્રવૃત્તિઓમાં “સર્ક્યુલર ઈકોનોમિ” અને “જૈવિવૈવિધ્ય” વિષયક સત્રો, ‘વેસ્ટ ટુ વંડર’ એક્ઝિબિશન, વૃક્ષારોપણ અભિયાન, પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમ તેમજ ઓનલાઇન-ઑફલાઇન ક્વિઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

48

AM/NS Indiaએ પર્યાવરણીય પ્રતિબદ્ધતાને પગલે પર્યાવરણ દિવસે પ્લાન્ટના આસપાસના વિસ્તારોમાં 1500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની યોજના બનાવી છે અને તેમના જતન માટે પણ યથાયોગ્ય પગલાં લેવામાં આવશે. AM/NS Indiaમાં, સસ્ટેનેબિલિટી કોઈ વિકલ્પ નથી, એ જ એકમાત્ર આગળ વધવાનો માર્ગ છે. અમે પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને વધુ હરિત ભવિષ્યની રચનામાં સમર્પિત છીએ.

AM/NS Indiaએ છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડાના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી છે અને આગલા વર્ષે વધુ તેને વધુ ઘટાડવાની પણ યોજના ધરાવે છે. વર્ષ 2022-23માં કંપનીએ CO₂ ઉત્સર્જન 2.17 tCO2/tcs નોંધાવી હતી – જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 14% ઓછું છે. કંપની  વર્ષ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનની તીવ્રતા 1.8 tCO2/tcs સુધી કરવાનો લક્ષ્ય ધરાવે છે, જે વર્ષ 2021ના આધારવર્ષની સરખામણીએ 20% ઓછું છે. વર્ષ 2015થી અત્યાર સુધીમાં કંપનીએ તેના કાર્બન ઉત્સર્જનમાં 35%થી વધુનો ઘટાડો કર્યો છે.

હાલમાં AM/NS Indiaનું 65% સ્ટીલ ઉત્પાદન Direct Reduced Iron (DRI) પદ્ધતિ દ્વારા થાય છે – જેમાં નેચરલ ગેસનો ઉપયોગ થતો હોય છે અને જેના કારણે કાર્બન ઉત્સર્જન ઓછું હોય છે. કંપનીનું વિસ્તરણ પણ ઓછી કાર્બન ઉત્સર્જનવાળી આધુનિક ટેક્નોલોજી પર આધારિત છે. AM/NS India ભારતની સૌથી ઓછી કાર્બન ઉત્સર્જન કરતી સ્ટીલ નિર્માતા કંપનીઓમાંની એક છે. તેના ગ્રીન અને વિશિષ્ટ સ્ટીલ ઉત્પાદનો ગ્રાહકોને વૈશ્વિક ધોરણો પૂરાં પાડવામાં, અસરકારક નિકાસ કરવામાં, અને વધુ તંદુરસ્ત અને ગ્રીન મૂલ્ય શ્રેણી પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે.

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
National 
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.