- Gujarat
- ગુજરાતનું હનુમાનજીનું આ મંદિર ચોરનું ફેવરિટ બની ગયું, 9 મહિનામાં 3 વખત હાથ સાફ કર્યા
ગુજરાતનું હનુમાનજીનું આ મંદિર ચોરનું ફેવરિટ બની ગયું, 9 મહિનામાં 3 વખત હાથ સાફ કર્યા
મોરબીના લુણસરિયા ગામે તસ્કરો બેફામ બની રહ્યા છે. તસ્કરો દ્વારા ફરી એક વખત હનુમાનજી મંદિરને ટારગેટ કરવામાં આવ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે હનુમાન લુણસરિયા ગામના હનુમાન મંદિરમાં ચોરીની ઘટના બની છે અને એ પણ માત્ર 9 માહિનામાં. ચોરીની ઘટનાઓને રોકવામાં પોલીસ નિષ્ફળ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લૂણસરિયા ગામના પાદરે એક હનુમાનજીનું મંદિર આવેલું છે. જે છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરોના નિશાના પર આવી ગયું છે.
ચોરોએ અહીં છેલ્લા 9 માહિનામાં ત્રીજી વખત હાથ સાફ કરી નાખ્યા અને પછી ફરાર થઈ ગયા છે. દર વખતની જેમ આ વખત પણ CCTVમાં કેદ ચોર કેદ થઈ ગયો છે. દર વખત ચોરી કર્યા બાદ પણ ચોર પોલીસની પકડથી દૂર છે, અને આ વખત પણ કંઈક આવું જ થતું નજરે પડી રહ્યું છે. ગામના સરપંચે લગાવ્યા છે કે, તેઓ દર વખતે પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવે છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરતી નથી. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાની વિગતો અનુસાર, ગઈરાતે ચોરો ત્રાટક્યા હતા અને મંદિરમાં હનુમાનજીની મુર્તિના ચાંદીના મુકુટ પર હાથ સાફ કરી ગયા. ચોરીની ઘટનાને અંજામ આપતા ચોર CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વારંવાર એક જ મંદિરમાં ચોરી કરીને ચોરો પણ પોલીસને પડકાર આપી રહ્યા છે કે દમ હોય તો પકડીને બતાવો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે પોલીસે કોઈ કાર્યવાહી કરે છે કે પછી હાથ ખાલી જ રહે છે. આ અગાઉ અહી ફેબ્રુઆરીમાં પણ ચોરી થઈ હતી. ત્યારે પણ ચાંદીનો મુકુટ અને ચાંદીની માળા ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો. આ ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

