- Gujarat
- કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?
.jpg)
કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા હતા તેમને સાઇડ પર મુકીને ભાજપે જુના જનસંઘીને ટિકીટ આપીને બધાને ચોંકાવી દીધા છે.
ભાજપ પાર્ટી એવી છે જે અનેક વખત એવા નિર્ણયો લે છે કે બધા ચોંકી ઉઠે, જે નામ સપનામાં પણ વિચાર્યું ન હોય તેવા નામની અચાનક જાહેરાત થઇ જાય. ગુજરાતના મુખ્યમંત્રી વખતે પણ ભૂપેન્દ્ર પટેલનું નામ ક્યારેય ચર્ચામાં નહોતું, પરંતુ ભાજપે CM ભૂપેન્દ્ર દાદાને બનાવ્યા.
કડીની બેઠક માટે ભાજપમાં 70 લોકો દાવેદાર હતા અને નીતિન પટેલ કેટલાંક ઉમેદવારો માટે લોબીંગ કરી રહ્યા હતા, પરંતુ ભાજપે જુના જનસંઘી એવા રાજેન્દ્ર ચાવડાને ટિકીટ આપીને નીતિન પટેલને ઝટકો આપ્યો હતો. આ પહેલા પણ નીતિન પટેલ મુખ્યમંત્રી બનવાનું લગભગ નક્કી થઇ ગયું હતું અને નીતિન કાકાએ તો મિઠાઇ પણ વ્હેંચી દીધી હતી, પરંતુ ભાજપે છેલ્લી ક્ષણે નામ બદલીને નીતિન પટેલને ઝટકો આપેલો.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
