- Art & Culture
- હર્ષ ભાઇ તમારા કાર્યકરોને જ પહેલા કહો ગુજરાતીમાં સાઇનબોર્ડ માટે અભિયાન શરૂ કરે
હર્ષ ભાઇ તમારા કાર્યકરોને જ પહેલા કહો ગુજરાતીમાં સાઇનબોર્ડ માટે અભિયાન શરૂ કરે

મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપવામાં આવે છે તેમ ગુજરાતમાં તમામ સરકારી અને ખાનગી સ્થળોએ અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી લખવું ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં સરકારના આદેશનું ખાનગી કંપનીઓ પાલન કરતી નથી, સરકારના આદેશ પછી ખાનગી સંસ્થા, બેન્ક, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, દુકાન કે મોલના નામમાં ગુજરાતી લખવાનું હોય છે પરંતુ તેમ થતું નથી. હાલ સાંસ્કૃતિક વિભાગ હર્ષ સંઘવી પાસે છે. તેઓ ખૂબ એક્ટિવ મંત્રી છે. તેમણે જ આ બાબતમાં આગેવાની લઇને ઓછામાં ઓછું ભાજપના કાર્યકરોને તો કહેવું જ જોઇએ.
રાજ્યના સાંસ્કૃતિક વિભાગે તેના આદેશમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની રચના થયા પછી સરકારે પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરીને રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું હતું તે પ્રમાણે તબક્કાવાર કાર્યક્રમ નક્કી કરી ગુજરાતી ભાષાનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો રહે તે જોવામાં આવ્યું છે.
રાજભાષાના ઉપયોગમાં ઉત્તેજના અને વેગ લાવવા જરૂરી પગલાં સૂચવવા રામલાલ પરીખ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા લોકાભિમુખ વહીવટ માટેની વહીવટી સુધારણા સમિતિએ તેમના અહેવાલમાં રાજ્યનો સમગ્ર વહીવટ ગુજારાતી ભાષામાં ચલાવવો તેવી ભલામણ કરી હતી.
વધતા જતા શહેરીકરણના કારણે શહેરોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો નથી તેથી પ્રથમ તબક્કે રાજ્યની આઠ મહાનગરપાલિકા જેવી કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં સાંસ્કૃતિક વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી સાઇનબોર્ડ બદલાવી શકાયા નથી. ખાસ કરીને ખાનગી સંસ્થાઓ કે જ્યાં હજી બીજી ભાષામાં બોર્ડ જોવા મળે છે તેનું મોનિટરીંગ કરવા માટે સરકાર પાસે મેનપાવરની અછત છે.
મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં માતૃભાષાનું ગૌરવ જળવાય તે માટે સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવે છે. પાર્ટીના કાર્યકરો પણ સરકારના આદેશનું પાલન કરાવે છે, પરંતુ ગુજરાતમાં તેમ થતું નથી. ગુજરાતમાં સરકારે તો આદેશ કર્યો છે પરંતુ તેનું પાલન ખુદ ભાજપના કાર્યકરો પણ કરાવી શકતા નથી. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં હજી પણ બજારમાં અંગ્રેજી અને હિન્દી ભાષાના બોર્ડ જોવા મળી રહ્યાં છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Opinion
-copy.jpg)