- Gujarat
- સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?
સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?
દુનિયાના સૌથી ઉંચા બિલ્ડીંગ અને દેશનું ઘરેણું બનનારા સુરત ડાયમંડ બૂર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે ઉદઘાટન કર્યાના પોણા બે મહિના પછી પણ સુરત ડાયમંડ બૂર્સ ધમધમતું થયું નથી. સુરત ડાયમંડ બૂર્સના હોદ્દેદારો ડાયમંડ વેપારીઓને ઘણા સમયથી ઓફિસો શરૂ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. અનેક વખત કતારગામ, વરાછાથી બસની સુવિધા પણ કરવામાં આવી પરંતુ ઘણા વેપારીઓ સુરત ડાયમંડ બૂર્સમાં આવવા તૈયાર થથા નહોતા.
હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવ્યા છે અને તેમણે 25 જુલાઇએ મહિધરપરા હીરાબજારના વેપારીઓ સાથે અને 28 જુલાઇએ વરાછા બજારના વેપારીઓ અને સુરત ડાયમંડ બૂર્સના સંચાલકો સાથે બેઠક કરી હતી. જાણવા મળેલી વિગત 5-6 વેપારી એવા હતા જે બૂર્સમાં આવવા નહોતા માંગતા, પરંતુ હર્ષ સંઘવી સારી ભાષામાં સમજાવી દેતા હવે બધા વેપારીઓ 21 જાન્યુઆરી 2026 વસંત પંચમીના દિવસથી બૂર્સમાં ઓફિસ શરૂ કરી દેશે.

