ભારતમાં નૃત્યનો ઇતિહાસ

ભારતની લોકસંસ્કૃતિની વાત આવે ત્યારે નૃત્ય શબ્દ આપણી જુબાન પર પ્રથમ નજરે ચડી જાય છે. નૃત્ય શબ્દ કાને પડતાં જ નાનાં ભૂલકાંઓથી માંડીને મોટેરા સુધીના તમામના ચહેરા ખીલી ઊઠે છે. ભારતમાં નૃત્યની વાત કરવામાં આવે તો ભારતનો નૃત્ય ઇતિહાસ માનવ ઇતિહાસ જેટલો જ જૂનો છે. ભરત મુનિ દ્વારા લિખિત નૃત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ નાટ્યશાસ્ત્ર છે, તેનો ઉલ્લેખ વેદોમાં પણ જોવા મળે છે, જેનાથી એ માલૂમ થાય છે કે પ્રાચીન ઇતિહાસ કાળમાં જ નૃત્યની શોધ થઇ ચૂકી હતી.

પ્રાચીન ઇતિહાસ કાળમાં માનવ જંગલોમાં જ વિચરતો હતો. ત્યાર બાદ ધીમે ધીમે સમૂહમાં પાણી શોધવા જવાનું કે શિકારે જવાનું થવાનું માંડ્યું. ત્યારે સૌથી મોટી સમસ્યા ભોજન માટેની હતી. જેના કારણે તેઓ પોતાના પેટની આગને બુઝાવે એટલે તરત જ હર્ષોલ્લાસ સાથે આગની ચારેબાજુ કૂદકા મારવા માંડે અને એ રીતે નૃત્ય કરતા હતા.

આદિમાનવો કોઈ પણ સમસ્યાથી ભયભીત થઇ જતા હતા તેવા સમયે વિપદાના નિરાકરણ માટે કોઈ પણ દૈવી શક્તિઓને યાદ કરતા હતા તેમજ દૈવી શક્તિઓની આરાધના કરવા માટે તેઓ નૃત્ય કરવા માંડતા હતા. આ રીતે નૃત્યનો આવિષ્કાર થયો હોવાનું માનવામાં આવે છે. ઇતિહાસની દૃષ્ટિએ સૌથી પહેલાં ગુફાઓમાં મળી આવેલી આદિમાનવનાં ચિત્રો અને હડપ્પા તેમજ મોહેં-જો-દડોની મળી આવેલી મૂર્તિઓની સમીક્ષા કરીને વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે નૃત્ય ભાવભંગિમાઓથી યુક્ત છે.

ભારતના નૃત્ય ઈતિહાસમાં વૈદિક કાળનું નૃત્ય, પુરાણોમાં નૃત્ય, રામાયણ અને મહાભારત કાળમાં નૃત્ય, ભરતમુનિ કાળનું નૃત્ય, આધુનિક કળાનું નૃત્ય મોખરે છે. સિંધુઘાટીની સભ્યતાના પશ્ચાત નૃત્યકલાના ઈતિહાસમાં વૈદિક કાળનો પ્રવેશ થાય છે. આ કાળમાં ચારેય વેદોની રચના પણ કરવામાં આવી છે. નૃત્ય કળાના વિકાસમાં તમામ વેદોમાં ઉલ્લેખ છે.

વૈદિક કાળ સિવાય પુરાણોમાં પણ નૃત્યનું તત્વ જોવા મળ્યું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અનેક સ્થળે નૃત્યોનું વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. શિવ મહાપુરાણ અને કૂર્મ પુરાણમાં પણ નૃત્યનો વિસ્તારથી ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. રામાયણમાં પણ નૃત્યનાં તત્વો જોવા મળ્યાં છે. ભગવાન રામના જન્મ સમયે, રામના વિવાહોત્સવના સમયે, રાજ્યાભિષેક સમયે અને લંકામાં વિજયોત્સવ સમયે નૃત્યના સમારોહ યોજવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

સુરતથી રમણિક સખવાળા નામનો 39 વર્ષીય પાટીદાર યુવાન રોજગાર માટે રશિયા ગયો હતો. અને પછી તે રશિયન આર્મીમાં જોડાયો હતો....
Gujarat 
સુરતનો પાટીદાર યુવાન રશિયામાં 4 મહિનાથી ગુમ, પત્નીને ફોન કરી કહેલું- હું બોર્ડર પર જાવ છું, જો...

પોતાના જ ડિપાર્ટમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા દિલ્હીના ACPએ કહ્યું- પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત નથી, તો પછી બીજાની સુરક્ષા કેવી રીતે કરીશું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે આસિસ્ટન્ટ કમિશનર (ACP) મનસ્વી વશિષ્ઠને સસ્પેન્ડ કરી દીધા છે. વકીલો સાથેની ઘર્ષણની ઘટના બાદ...
National 
પોતાના જ ડિપાર્ટમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કરનારા દિલ્હીના ACPએ કહ્યું- પોલીસ સ્ટેશનની અંદર સુરક્ષિત નથી, તો પછી બીજાની સુરક્ષા કેવી રીતે કરીશું

SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ મતદારોની સંખ્યામાં મોટો...
National 
SIR બાદ 5 રાજ્યોમાં 2.29 કરોડ મતદારો ઓછા થયા, એકલા ઉત્તર પ્રદેશમાં જ 2 કરોડથી વધુ મતદારો ઘટ્યા

દિવાળી પહેલા આ 7 સીટર ઇલેક્ટ્રિક કાર રૂ. 4 લાખ સસ્તી થઈ

ભારતીય બજારમાં 7 સીટર ઇલેક્ટ્રિક કારની બમ્પર માંગને જોઈને, વિયેતનામી કંપની VinFastએ તેની ઇલેક્ટ્રિક MPV, VF MPV 7...
Tech and Auto 
દિવાળી પહેલા આ 7 સીટર ઇલેક્ટ્રિક કાર રૂ. 4 લાખ સસ્તી થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.