- Assembly Elections 2022
- નરેશ પટેલ મામલે ભાજપની શું છે સ્ટ્રેટેજી
નરેશ પટેલ મામલે ભાજપની શું છે સ્ટ્રેટેજી

ગુજરાતના પાટીદાર સમાજના નેતા અને ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી નરેશ પટેલને રાજકારણમાં લાવવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઇ છે તેવા સંજોગોમાં તેઓ રાજનીતિમાં આવશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાયેલી જોવા મળે છે.
નરેશ પટેલને ભાજપમાં લઇ જવા માટે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત ભાજપના કેટલાક પાટીદાર વગદાર નેતાઓએ પ્રયાસ શરૂ કર્યા છે. એક ઓબીસી નેતા પણ તેમને ભાજપમાં જોડવા મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યાં છે.
તેમણે દિલ્હીમાં બે કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં અગાઉ તેઓ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળી ચૂક્યાં છે. ભાજપના સૂત્રો કહે છે કે તેમના પુત્ર શિવરાજ પટેલને ભાજપની ટિકીટ આપવાની અને મંત્રી બનાવવાની પણ ઓફર થઇ ચૂકી છે.
બીજીતરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તેવી અટકળો પણ વહેતી થઇ હતી. પોલિટીકલ સ્ટેટેજીક પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યાં છે તેવી ચર્ચાએ ગયા સપ્તાહે જોર પકડ્યું હતું પરંતુ ખુદ આ પાટીદાર નેતા ક્યાં જોડાવાના છે તેનો ફોડ પાડતા નથી. તેમના નિર્ણય અંગે પાટીદાર સમાજ પણ અવઢવમાં મૂકાયેલો છે.
Top News
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Opinion
