અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશેઃ રેલ મંત્રી

ગુજરાતના અમદાવાદથી દિલ્હીની વચ્ચે ચાલનારી સંપર્ક ક્રાંતિનું નામ બદલવામાં આવી રહ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનનું નામ અક્ષરધામ એક્સપ્રેસ રાખવાની તૈયારી ચાલી રહી છે. આ પહેલ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી આપવા માટે કરવામાં આવી રહી છે. રેલ મંત્રીએ આ ઘોષણા BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીના એક મહિના સુધી ચાલનારા શતાબ્દી મહોત્સવ હેઠળ કરી છે.

શતાબ્દી સમારોહના આ આયોજનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BAPSના હાલના પ્રમુખ મહંત સ્વામી મહારાજે 14મી ડિસેમ્બરના રોજ કરી હતી. આ આયોજન એક મહિના સુધી ચાલશે. આ દરમિયાન કેટલાક દિગ્ગજ અને રાજનેતાઓ આ મહોત્સવમાં શામેલ થઇ ચૂક્યા છે.

અમદાવાદ શહેરના બહારના હિસ્સામાં 600 એકરમાં સ્થાપિત પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા વૈષ્ણવે કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી સ્વરૂપે દિલ્હીથી અમદાવાદને જોડનારી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ જલ્દીથી જ અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવશે.

વૈષ્ણવે BAPSના હાલના મહંત સ્વામી મહારાજનો આશિર્વાદ લીધો અને સંપ્રદાયના માનવીય કાર્યોની પ્રશંસા પણ કરી. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 7મી ડિસેમ્બર, 1921ના રોજ વડોદરા જિલ્લાના પાદરા ગામ પાસે આવેસા ચાણસદ ગામમાં થયો હતો. સ્વામી મહારાજ બાળ અવસ્થાથી જ આધ્યાત્મ તરફ વળી ગયા હતા. તેઓ શાસ્ત્રી મહારાજના શિષ્ય પણ રહ્યા હતા અને 10મી જાન્યુઆરી, 1940ના રોજ નારાયણ સ્વરૂપ રૂપદાસજીના રૂપમાં તેમની આધ્યાત્મિક સફર શરૂ થઇ હતી. વર્ષ 1950માં ફક્ત 28 વર્ષની ઉંમરમાં જ તેઓ BAPSના પ્રમુખના પદ પર આવી ગયા હતા.

એટલું જ નહીં પણ, 900થી પણ વધારે હિંદુ મંદિર બનાવવાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સ્વામી મહારાજના નામે નોંધાયેલો છે. તેમણે પોતાના કાર્યકાળમાં 9090 સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યા છે અને 55 હજાર સ્વયંસેવકો પણ તૈયાર કર્યા છે. અમેરિકાના ન્યુ જર્સીમાં બનેલા ભવ્ય હિંદુ મંદિરના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજનું જ સૌથી મોટું યોગદાન રહ્યું છે. આ મંદિર 162 એરરમાં બનેલું છે. આ મંદિરને વર્ષ 2017માં તૈયાર કરવામાં આવ્યું હતું. તેમનું નિધન 13મી ઓગસ્ટ, 2016ના રોજ થયું હતું. ત્યાર બાદ પ્રમુખ સ્વામી મહારાજની જગ્યા હાલના મહંત સ્વામી મહારાજે લીધી હતી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.