- World
- કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર બેટિના એન્ડરસન સાથે સગાઈની જાહેરાત કરી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોની ચર્ચા ચાલી રહી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના પુત્ર અને થનાર વહૂ સાથે સ્ટેજ પર હાજર હતા.
47 વર્ષીય એરિક ટ્રમ્પે કહ્યું કે તેઓ સામાન્ય રીતે મુક્તપણે બોલે છે, પરંતુ આ ખાસ ક્ષણે તેમની પાસે બોલવા માટે શબ્દો નથી. પ્રપોઝ કરવું તેમના માટે ખૂબ જ તણાવપૂર્ણ હતું. તેમણે બેટિનાના ‘હા’ કહેવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે વર્ષના અંતે મળેલો જવાબ તેમના માટે સૌથી મોટી ખુશી છે.
38 વર્ષીય બેટિના એન્ડરસને પણ સ્ટેજ પરથી થોડા સમય સુધી વાત કરી. તેમણે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પ્રશંસા કરી અને વ્હાઇટ હાઉસ ક્રિસમસ સજાવટને ખૂબ જ શાનદાર ગણાવી. બેટિનાએ કહ્યું કે આ વીકન્ડ તેના જીવનની સૌથી ખાસ ક્ષણ છે અને તે પોતાના જીવનના પ્રેમ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
https://twitter.com/Drhebrewest/status/2000783882371633385?s=20
ડોનાલ્ડ ટ્રમ્પની થનાર વહૂ બેટિના એન્ડરસન કોણ છે?
બેટિના એન્ડરસનનો જન્મ ડિસેમ્બર 1986માં થયો હતો. તે ફ્લોરિડાના પામ બીચમાં મોટી થઈ હતી. તે એક જાણીતા પરિવારમાંથી આવે છે. તેના પિતા હેરી લોય એન્ડરસન જૂનિયર એક સફળ બિઝનેસમેન અને બેન્કર હતા, જ્યારે તેની માતા ઇન્ગર એન્ડરસન, એક પ્રખ્યાત સમાજસેવી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની થનાર વહૂ બેટિના એન્ડરસને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને 2009માં કલા ઇતિહાસ, વિવેચન અને કન્ઝર્વેશનમાં ડિગ્રી મેળવી હતી. તે વારંવાર તેના ઇન્સ્ટાગ્રામ પર મોડેલિંગની તસવીરો શેર કરે છે. આમાં 2020માં ક્વેસ્ટ મેગેઝિનના કવર પરની તેની તસવીર અને તે જ વર્ષે હેમિલ્ટન જ્વેલર્સ સાથેનો કરવામાં આવેલ ફોટોશૂટ પણ શામેલ છે. આ ઉપરાંત 2021માં પામ બીચ ઇલસ્ટ્રેટેડ મેગેઝિનમાં પણ તેની બાબતે સ્ટોરી પ્રકાશિત થઈ હતી, જેમાં તેને લોકલ ઇન્ફ્લૂએન્સર ગણાવવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અગાઉ 2005માં મોડલ વેનેસા હેડન સાથે લગ્ન કર્યા હતા. તેમને 5 બાળકો છે અને 2018માં તેમના છૂટાછેડા થયા હતા. બાદમાં તેમણે ફોક્સ ન્યૂઝના પૂર્વ એન્કર કિમ્બર્લી ગિલફોયલ સાથે સગાઈ કરી હતી, પરંતુ અહેવાલ મુજબ તેઓ 2024માં અલગ થઈ ગયા હતા.

