રામ, કૃષ્ણ અને પરશુરામ સહિત આ છે ભગવાન વિષ્ણુના દશઅવતાર

હિન્દુ ધર્મના અનુસાર ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે દરેક કાળમાં અવતાર લીધો હતો. આમ ભગવાન વિષ્ણુના ઘણાં અવતાર પ્રગટ થયા છે પરંતુ તેમાં 10 અવતાર એવા છે, જે પ્રમુખ માનવામાં આવે છે. ત્યારે તેમને દસ અવતાર કહેવામાં આવે છે. આજે અમે તમને આ 10 અવતારોના વિશે જણાવીશું જે આ પ્રમાણે છે.

1. મત્સ્ય અવતાર

ભયાનક વિનાશના પહેલા જ્યારે બ્રહ્માના મોંથી જ્યારે વેદોંનું જ્ઞાન નીકળી ગયુ, ત્યારે અસુર હયગ્રીવે તે જ્ઞાનને ચોરીને ઉતારી ગયો. પૃથ્વીના જળમગ્ન હોવાની સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ માછલી સ્વરૂપ ધારણ કરી અસુર હયગ્રીવનો વધ કરી ધર્મની રક્ષા કરી હતીં.

2. કૂર્મ અવતાર

સમુદ્ર મંથનના સમય મંદર પર્વતને ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં પોતાના કવચ પર સાચવ્યો હતો અને તેની સહાયતાથી દેવો તેમજ અસુરોએ સમુદ્ર મંથન કરી 14 રત્નોની પ્રાપ્તિ કરી. તેથી એટલા માટે ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર લીધો હતો.

3. વરાહ અવતાર

ભગવાન વિષ્ણુએ હિરણ્યાક્ષ નામના રાક્ષકનો વધ કરવા માટે વરાહ અવતાર ધારણ કર્યો હતો.

4. નૃસિંહ અવતાર

નૃસિંહ રૂપ ધારણ કરી ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે તેમણે હિરણ્યકશ્યપનો વધ કરવો પડ્યો હતો.

5. વામન અવતાર

ભગવાનવિષ્ણુએ વામન બ્રાહ્મણના રૂપમાં અવતાર લઇને રાજા બલીથી દેવતાઓની રક્ષા કરી હતી અને દેવતાઓને તેનું રાજ્ય પરત અપાવ્યું હતું.

6. રામ અવતાર

ત્રેતાયુગમાં શ્રી રામનો અવતાર લઇને રાવણનો વધ કરી તેના આતંકથી લોકોને મુક્તિ અપાવી હતીં.

7. કૃષ્ણ અવતાર

દ્ધાપર યુગમાં કૃષ્ણવતાર લઇ કંસનો વધ કરી ધર્મની પુન: સ્થાપના કરી હતી.

8. પરશુરામ અવતાર

ભગવાન વિષ્ણુએ પરશુરામ અવતાર લઇ અત્યાચારી હૈહયવંશી ક્ષત્રિય વંશીઓ સામે 36 વાર યુદ્ધ કર્યું હતું અને 36માં વારે જ તેનો નાશ કરી નાખ્યો હતો.

9. બુદ્ધ અવતાર

બુદ્ધને કૃષ્ણનો અવતાર પણ માનવામાં આવે છે. વાસ્તવમાં તેને લઇને મતભેદ છે, કેટલાક લોકો બુદ્ધને ભગવાન વિષ્ણુનો અવતાર માનતાં નથી.

10. કલ્કિ અવતાર

એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ભવિષ્યમાં કળયુગના અંતમાં કલ્કિ અવતારમાં આવશે અને ધરતીને પાપિઓથી મુક્તિ કરાવશે.

Related Posts

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.