- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ 15-07-2025
વાર - મંગળવાર
મેષ - ઉઘરાણી આવવામાં મોડું થઈ શકે, સમાજમાં માન પ્રતિષ્ઠા જાળવવા પ્રયાસ વધારવા.
વૃષભ - સહકાર્યકર સાથે વ્યવહાર સુધારી આવકમાં વધારો થાય, ભક્તિના વિચારોને સાચો રૂપ આપવાનો સમય.
મિથુન - કોઈપણ સાહસ કરતા પહેલા વિચારવું, આડોશ પડોશથી લાભની શક્યતા.
કર્ક - આવેશમાં કરેલા વાયદાઓ નુકસાન પહોંચાડી શકે છે, તમારી આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકશો.
સિંહ - ભાગીદારીમાં વિવાદ ટાળવો, બાળકો વિષયમાં તમારા વિચારોને સાચું રૂપ આપો.
કન્યા - શરદી ખાંસીની સમસ્યા આવી શકે છે, આર્થિક સ્થિતિ માટે સારો દિવસ ગણીને ચાલવું.
તુલા - સામાજિક કાર્ય કરી શકશો, સંતાનોના વિષયમાં ધ્યાન આપવું.
વૃશ્વિક: ઘર પરિવાર પ્રત્યે લાગણી વધારો, નોકરી ધંધા માટે સારો દિવસ.
ધન - ખોટા સાહસ ન થઈ જાય સાચવવું, નોકરી ધંધા ભાગ્ય સાથ આપતું જણાશે.
મકર - તબિયત સાચવવી, આર્થિક સમસ્યાઓ પર વધારે ધ્યાન આપવું.
કુંભ - માનસિક તણાવમાં ધ્યાન ભક્તિથી ઘટાડો થાય પત્ની સાથેના સંબંધો મધુર બનાવવાનો સમય.
મીન - દિવસ દરમ્યાન કઈ પણ કમી લાગ્યા કરે, તમારું ધ્યાન કામમાં પરોવશો તો લાભ થશે.
ભગવાન ગણેશજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આપનો દિવસ મંગલમય રહે.

