- Astro and Religion
- આ 3 ઉપાય કરવાથી તમારી દુકાન પણ ચાલશે ધમધોકાર
આ 3 ઉપાય કરવાથી તમારી દુકાન પણ ચાલશે ધમધોકાર
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેમનો વ્યવસાય સરખો ચાલે, પરંતુ હંમેશા એવું થતું નથી. ઘણીવાર વ્યવસાયમાં (દુકાન) ખોટ પણ સહેવી પડતી હોય છે. તેના વચ્ચે ઘણી એવી પણ મુશ્કેલી આવે છે કે ઘણાં દિવસો સુધી દુકાનદારને લાભ નથી થતો. આ પસ્થિતિથી બચવા માટે લોકો ઘણાં પ્રકારના ઉપાય કરે છે. આજે અમે પણ તમને આવા જ પાંચ ઉપાય વિશે જણાવીશું. આ ઉપાયના વિશે કહેવામાં આવે છે કે જેથી વ્યાપારમાં નુકસાન નથી થતું.
1. દુકાનનો વ્યવસાય શરૂ કરતા પહેલા એક ચાંદીની કટોરીમાં ધાણા રાખી તેમાં ચાંદીથી બનેલી શ્રીલક્ષ્મી જી અને ભગવાનની ગણેશજીની પ્રતિમાં સ્થાપિત કરી દો. તેમને દુકાનમાં પૂર્વ દિશાની તરફ મુખ કરીને રાખો. જેથી લાભ મળવાની માન્યતા છે.
2. એક અન્ય ઉપાયમાં દરરોજ દુકાન ખુલતા સમયે અગરબત્તી સળગાવવી જોઇએ. આ અગરબત્તીની સંખ્યા પાંચ હોવી જોઇએ.
3. ઘણીવાર દુકાનમાં ગ્રાહકોના આવવાની સંખ્યા ઘણી ઓછી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે માટીના ચાર અલગ-અલગ વાસણમાં જવ, કાળા તલ, આખા લીલા મગ, સરસો ભરીને રાખી દો. આ ચારેય પાત્રને એક વર્ષ માટે દુકાનમાં રાખવામાં આવે છે અને પછી નદીમાં પ્રવાહિત કરી દેવું જોઇએ.

