- National
- ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્ય...
ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ગુરુવારે વકીલના પોશાક પહેરીને કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા સંબંધિત જાહેર હિતની અરજી (PIL)માં હાજરી આપી હતી.
હકીકતમાં, હાલમાં જ પુરી થયેલી વિધાનસભા ચૂંટણીઓ પછી રાજ્યભરમાં હિંસાના અહેવાલો સામે આવ્યા હતા. આ અંગે TMC નેતા કલ્યાણ બેનર્જીના પુત્ર શીર્ષાન્ય બંદોપાધ્યાયએ કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજીમાં શીર્ષાન્ય બંદોપાધ્યાયએ અનેક વિસ્તારોમાં પાર્ટી કાર્યાલયો અને પાર્ટી કાર્યકરો પર હુમલા અને તેમના વિસ્થાપનનો આરોપ લગાવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ H.C. સુજોય પોલની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ સમક્ષ આ કેસ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જી આ મુદ્દા પર પોતાનો કેસ રજૂ કરવા માટે કોર્ટમાં રૂબરૂ હાજર થયા હતા.
https://twitter.com/AITCofficial/status/2054798234502205620
આ સંદર્ભમાં, TMCએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં મમતા બેનર્જી વકીલના પોશાક પહેરીને દેખાય છે. TMCએ મમતા બેનર્જીની કોર્ટ મુલાકાતનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું, 'અમારા અધ્યક્ષ મમતા બેનર્જી આજે કલકત્તા હાઈકોર્ટમાં BJP બંગાળ દ્વારા સમગ્ર બંગાળમાં ફેલાયેલી ચૂંટણી પછીની વ્યાપક હિંસા અંગે પોતાનો કેસ રજૂ કરવા માટે વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા.'
TMCએ પોસ્ટમાં આગળ લખ્યું, 'તેમણે ફરી એકવાર સાબિત કર્યું છે કે, કઈ વાત છે કે જે તેમને બીજાથી અલગ પાડે છે. તેઓ બંગાળના લોકોને તેમની જરૂરિયાતના સમયે ક્યારેય છોડી દેતા નથી. તેઓ સત્ય, ન્યાય અને બંધારણીય મૂલ્યો માટે લડવાનું ક્યારેય બંધ કરતા નથી. અને વારંવાર, તેઓ કરુણા, હિંમત અને દૃઢતા સાથે નફરતની રાજનીતિથી ઉપર ઉઠે છે.'
તેમણે એમ પણ કહ્યું કે, 'ભલે પછી તે SIRના અન્યાયનો સામનો કરવો હોય કે BJP ભારતના અનિયંત્રિત વર્તન સામે અડગ રહેવું હોય, તેઓ સતત સાબિત કરે છે કે, આજે દેશમાં તેમના જેવો કોઈ નેતા નથી.'
અહીં તમને બતાવી દઈએ કે, તાજેતરમાં પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, BJPએ 207 બેઠકોમાંથી બે તૃતીયાંશ બહુમતી મેળવીને પ્રથમ વખત સત્તા મેળવી હતી. મમતા બેનર્જી અને તેમની તૃણમૂલ કોંગ્રેસ, જે 15 વર્ષથી બંગાળમાં સત્તા પર હતી, તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. TMC 80 બેઠકો પર સમેટાઈ ગઈ, અને મમતા બેનર્જીએ પોતે ભવાનીપુરમાં પોતાની બેઠક ગુમાવી દીધી.

