મમતાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો તો શું બંગાળમાં નવા CMના શપથ ગ્રહણમાં અડચણ આવશે? બંધારણ શું કહે છે?

પશ્ચિમ બંગાળમાં ભાજપની જંગી જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજયથી મમતા બેનર્જી નારાજ છે. તેમણે ચૂંટણીમાં TMCની હાર માટે ભાજપ અને ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યા. એક પત્રકાર પરિષદ દરમિયાન મમતાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હવે પ્રશ્ન ઉભો થાય છે કે જો તેઓ રાજીનામું નહીં આપે, તો શું બંગાળમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ અટકી શકે છે? પરંતુ સત્ય એ છે કે જો મમતા બેનર્જી રાજીનામું નહીં આપે, તો પણ નવી વિધાનસભાની રચના અને નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ પર કોઈ અસર થશે નહીં. રાજ્યપાલ વર્તમાન મુખ્યમંત્રીના રાજીનામા વિના પણ નવી વિધાનસભામાં નવી સરકારના મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે કાર્યકાલ વચ્ચે, મુખ્યમંત્રી બદલવામાં બંધારણીય અડચણ છે, પરંતુ વિધાનસભાની મુદત પૂર્ણ થવા અને નવી વિધાનસભાની રચના વચ્ચે કોઈ અડચણ નથી. મમતા રાજીનામું આપે કે ન આપે તેની કોઈ અસર થશે નહીં. ચૂંટણી પંચ જેમને જીતનું પ્રમાણપત્રો આપે છે તે જ માન્ય રહેશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ સમાપ્ત થાય છે.

સુપ્રીમ કોર્ટના વકીલ અને બંધારણીય નિષ્ણાત જ્ઞાનંત સિંહના મતે, વિધાનસભાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી બદલવામાં બંધારણીય અવરોધો હોઈ શકે છે, પરંતુ નવી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમાં નવી સરકાર બનાવવામાં કોઈ અડચણ નથી.

mamata
facebook.com/MamataBanerjeeOfficial

સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈનના મતે, મમતા બેનર્જી રાજીનામું આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. મમતા બેનર્જી ગમે તેટલો દાવો કરે કે તેઓ હાર્યા નથી, પરંતુ ચૂંટણી પંચ જેને પ્રમાણપત્ર આપશે તેની જ જીત માનવમાં આવશે.

કાયદા અને બંધારણીય પરંપરાઓના નિષ્ણાતોના મતે, બંધારણની કલમ 172માં વિધાનસભા માટે પાંચ વર્ષના કાર્યકાળની જોગવાઈ છે. વિધાનસભાનો કાર્યકાળ તેની પ્રથમ બેઠકથી શરૂ થાય છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ સમાપ્ત થશે.

જ્ઞાનંત સિંહના મતે, બંધારણની કલમ 164માં રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા અને રાજ્યપાલના અધિકાર અને શક્તિઓનું વર્ણન છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને સરકાર ચલાવવા માટે નિયુક્ત કરે છે. આ સરકાર રાજ્યપાલની ઈચ્છા સુધી ચાલે છે. હવે, જો મમતા રાજીનામું આપવાનો ઇનકાર કરી રહી છે, તો રાજ્યપાલ બંધારણની કલમ 356 હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને બંધારણીય મશીનરીના બ્રેકડાઉન એટલે કે કટોકટીનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે.

17

તમને જણાવી દઈએ કે, મંગળવારે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજીનામાના પ્રશ્ન પર મમતા બેનર્જીએ કહ્યું હતું કે મારા રાજીનામાનો કોઈ પ્રશ્ન જ નથી ઊઠતો નથી. અમે ચૂંટણી હાર્યા નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ રાજભવન જશે, ત્યારે મમતાએ કહ્યું કે અમે નૈતિક રીતે જીતી ગયા છીએ. હું લોકભવન જઈને રાજીનામું નહીં આપું. પાર્ટીના સભ્યો સાથે ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.