- Business
- શું પેટ્રોલ-ડીઝલ હજુ વધુ મોંઘા થઈ શકે છે?
શું પેટ્રોલ-ડીઝલ હજુ વધુ મોંઘા થઈ શકે છે?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, તેલ કંપનીઓએ પ્રતિ લીટર ₹3નો વધારો કર્યો છે. આ નવા દર 15 મેથી અમલમાં આવ્યા છે. આ વધારા અંગે આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી, અને ઘણા અહેવાલોમાં પેટ્રોલ અને ડીઝલ માટે પ્રતિ લીટર ₹5 થી ₹20નો વધારો થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જો કે, અમલમાં મુકાયેલ વાસ્તવિક વધારો આ અંદાજા કરતા ખૂબ ઓછો છે. પરંતુ શું આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતિમ સંશોધવ છે, કે પછી આગળ પણ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે?
આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે મધ્ય-પૂર્વમાં વધતા તણાવને કારણે તેલ અને ગેસ કટોકટીનો ઉલ્લેખ કરતા આ કિંમતો વધારવામાં આવી છે, જે હજુ પણ વણઉકેલાયેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સફળ થઇ શકી નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરો પર હુમલાના અહેવાલો પણ આવી રહ્યા છે. ચાલો જાણીએ કે તેલ કંપનીઓ આખરે તેમના નુકસાનને કેવી રીતે સંપૂર્ણપણે ભરપાઈ કરી શકે છે અને તેમની પાસે ભાવ વધારાને લાગુ કરવા માટે કયો ફોર્મ્યૂલા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા અંગે વાત કરીએ તો પ્રતિ લિટર ₹3ના વધારાએ લોકોને વધારે આશ્ચર્યચકિત કર્યા નહોતા. તેમ છતા તેલ કંપનીઓ દ્વારા સત્તાવાર રીતે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવે તે પહેલાં જ, પેટ્રોલ પંપ પર વાહનોમાં ઇંધણ ભરવા માટે ભીડ જોવા મળી હતી; કેટલાક કિસ્સાઓમાં, પેટ્રોલ પંપના કર્મચારીઓને 'નો ફ્યૂલ'ના સાઇનબોર્ડ લગાવવાની ફરજ પડી હતી. ઇન્ડિયા ટુડે દ્વારા દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા અને બિહારના 15 પેટ્રોલ પંપોને આવરી લેતા એક ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે લોકોમાં સ્પષ્ટ ચિંતા જોવા મળી હતી. લોકો ચિંતિત છે કે, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ ચાલી રહ્યો છે, તો શું પેટ્રોલ-ડીઝલને ભાવમાં અંતિમ સંશોધન નથી એટલે કે ભાવ સંભવતઃ વધુ વધી શકે છે.
અમેરિકા-ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના સંભવિત વિક્ષેપને કારણે પેટ્રોલિયમ કંપનીઓ હાલમાં મોટું નુકસાન સહન કરી રહી છે. આનું કારણ એ છે કે, તાજેતરના વધારા પહેલા, પેટ્રોલ અને ડીઝલ છેલ્લા ચાર વર્ષથી તેમના અગાઉના દરે વેચાતા હતા. અહેવાલો અનુસાર, વૈશ્વિક ઊર્જા ભાવમાં વધારો થયો હોવા છતા સ્થાનિક ભાવ સ્થિર રાખવાના નિર્ણયને કારણે સરકારી તેલ કંપનીઓને દૈનિક ₹1,600–₹1,700 કરોડનું નુકસાન થઇ રહ્યું છે.
વાસ્તવમાં કેન્દ્રીય એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્ય-સ્તરીય મૂલ્ય વર્ધિત કર (VAT) જેવા અન્ય પરિબળોની સાથે, ક્રૂડનું પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા રહે છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવમાં એક ડોલરનો વધારો સામાન્ય રીતે સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 50 થી 60 પૈસાનો સંભવિત વધારા થવાની સંભાવના રહે છે. તો, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્વની શરૂઆતથી, ક્રૂડ તેલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે; તે સમયે લગભગ $69 પ્રતિ બેરલ પર વેપાર થતો હતો, અને હવે કિંમતો લગભગ $109 પ્રતિ બેરલ થઈ ગઈ છે. એવામાં કહેવું ખોટું નહીં હોય કે ₹3 નો વધારો તેલ કંપનીઓને થતા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી શકે છે.
નોંધનીય છે કે, અગાઉ સરકાર ઘરેલુ ઇંધણના ભાવને નિયંત્રિત કરતી હતી, જેમાં સામાન્ય રીતે દર 15 દિવસે સુધારા થતા હતા. જોકે, 2010 અને 2014માં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવાનો અધિકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને સોંપવામાં આવ્યો હતો. એટલે કે, ત્યારથી, આ તેલ કંપનીઓને ક્યારે, કેવી રીતે અને કયા માર્જિનથી ઇંધણના ભાવમાં વધારો અથવા ઘટાડો કરવો તે નક્કી કરવાની સ્વાયત્તતા મળી છે. 2017થી, દૈનિક ધોરણે દરરોજ સવારે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવવા લાગ્યો.
આ ઉપરાંત, જો ઇતિહાસ પર નજર નાખીએ તો તેલ કંપનીઓ ભાગ્યે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક વખતમાં મોટો વધારો કરતી જોવા મળી નથી. આનું એક મુખ્ય ઉદાહરણ 2022માં રશિયા-યુક્રેન યુદ્વ છે, જ્યારે વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચ્યા હતા. તે સમયગાળા દરમિયાન, દેશમાં માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. એવામાં, તે મહિના દરમિયાન 15માંથી 13 દિવસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને તેમાં 10 દિવસોમાં તો ફક્ત 80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. એવામાં બની શકે કે IOCL, BPCL અને HPCL જેવી તેલ કંપનીઓ ભવિષ્યમાં તેમના નાણાકીય નુકસાનને અસરકારક રીતે ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલ માટે ધીમે-ધીમે, વધારી શકે છે, જેથી તેમને થતા નુકસાનની ભરપાઇ કરી શકે.

