PM નરેન્દ્ર મોદીની સલાહ, હરદીપ પુરીનું ગણિત: જો નુકસાન ઘટાડવું હોય તો પ્રતિ લીટર ભાવ કેટલો વધશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 'સંયમ' રાખીને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવા અને કોરોનાકાળ જેવી સાવધાની રાખવા વિનંતી કરી છે. વડાપ્રધાન ની ઇંધણ બચાવવાની સલાહ બાદ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ સમયે દેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહનું પાલન કરવું શા માટે અનિવાર્ય બની ગયું છે, અને સરકાર હાલમાં ઇંધણના ભાવ વધારવાથી દૂર રહીને કેટલા નુકસાન સહન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે અટકળો વધી રહી છે કે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. એવામાં, પ્રશ્ન એ છે કે ક્રૂડ ઓઇલની વધતી કિંમતને કારણે તેલ કંપનીઓ દ્વારા હાલમાં થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો કરવો પડશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને LPGના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેલ કંપનીઓ ઊંચા દરે કાચા માલની ખરીદી કરી રહી છે, ત્યારે તેઓ સામાન્ય લોકોને મોંઘવારીના બોજથી બચાવવા માટે અગાઉના અથવા ઓછા દરે પેટ્રોલ-ડીઝલ અને ગેસ વેચી રહી છે. તેથી, સરકારી તેલ કંપનીઓને દૈનિક ₹1,000 કરોડનું ભારે નુકસાન થઈ રહ્યું છે. એવો અંદાજ છે કે ચાલુ ત્રિમાસિક ગાળા દરમિયાન આ તેલ કંપનીઓનું કુલ નુકસાન ₹100,000 કરોડ સુધી પહોંચી શકે છે.

petrol diesel
indianexpress.com

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો પડશે?

હાલના અંદાજ મુજબ, તેલ કંપનીઓને હાલમાં પેટ્રોલ પર આશરે ₹18 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹25 પ્રતિ લીટરનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આનો અર્થ એ છે કે જો સરકાર પેટ્રોલના ભાવમાં ₹18 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ₹25 પ્રતિ લીટરનો વધારો કરે છે, તો BPCL અને HPCL જેવી તેલ કંપનીઓને જે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તે શૂન્ય થઈ જશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયા સંકટને કારણે આ કંપનીઓ પર ગંભીર નાણાકીય દબાણ છે. પેટ્રોલ, ડીઝલ અને LPG ઉપરાંત, ઘરેલું ઉડાણો માટે ઉપયોગ થતું એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (ATF) એટલે કે જેટ ફ્યૂઅલના વેંચાણ પર પણ કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે.

petrol diesel
businesstoday.in

માર્ચના અંતમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડાના પરિણામે, સરકારને માસિક ₹14,000 કરોડનું મહેસૂલ નુકસાન થઈ રહ્યું છે. તેમ છતા આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો એટલો ગંભીર છે કે આ ટેક્સ ઘટાડો પણ તેલ કંપનીઓને થતા નુકસાનને ઘટાડવા માટે પૂરતો સાબિત થઈ રહ્યો નથી.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.