અદાણીને વિદેશથી મળ્યો સપોર્ટ, ખરીદ્યા 15000 કરોડના શેર, ડીલ પાછળ ભારતીય કનેક્શન

હિંડનબર્ગની અસરમાંથી ઝડપથી રિકવર થઈ રહેલી ગૌતમ અદાણીની કંપનીઓમાં બ્લોક ડીલ જોવા મળી હતી. જૂથ વતી જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકન બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ (GQG Partners)એ ગ્રુપની ચાર કંપનીઓમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું છે. આ સેકન્ડરી ઇક્વિટી ટ્રાન્ઝેક્શન અથવા શેરની ખરીદી ગુરુવારે કરવામાં આવી હતી. આ કંપનીના ચેરમેન ભારતીય મૂળના રાજીવ જૈન છે.

રાજીવ જૈને વર્ષ 2016માં GQG પાર્ટનર્સની શરૂઆત કરી હતી અને આ ફર્મ ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (અદાણી પોર્ટ્સ), અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન એ કંપનીઓમાં સામેલ છે, જેમના શેર આ રોકાણ પેઢી દ્વારા ખરીદવામાં આવ્યા છે.

GQG પાર્ટનર્સ અદાણી એન્ટરપ્રાઇઝમાં 3.4% હિસ્સો લગભગ રૂ. 5,460 કરોડમાં ખરીદશે, અદાણી પોર્ટ્સમાં રૂ. 5,282 કરોડમાં 4.1% હિસ્સો, રૂ. 1,898 કરોડમાં અદાણી ટ્રાન્સમિશનનો 2.5% હિસ્સો અને અદાણી ગ્રીન એનર્જીમાં 3.5% હિસ્સો રૂ. 2806 કરોડમાં ખરીદશે. GQG એ જે અન્ય ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે તેમાં ITC, HDFC, RIL, ICICI બેંક, SBI, સન ફાર્મા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, HDFC AMC, JSW સ્ટીલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

ભારતમાં જન્મેલા અને ઉછરેલા રાજીવ જૈન મિયામી યુનિવર્સિટીમાંથી MBA કરવા માટે 1990માં US ગયા. ત્યારબાદ તેઓ 1994માં વોન્ટોબેલમાં જોડાયા અને 2002માં સ્વિસ ફર્મના CIO બન્યા. તાજેતરના બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જ્યારે તેણે GQG પાર્ટનર્સ શરૂ કરવા માટે માર્ચ 2016માં કંપની છોડી, ત્યારે વોન્ટોવેલના ઇમર્જિંગ માર્કેટ્સ ફંડે 10 વર્ષમાં કુલ 70%થી વધુ વળતર આપ્યું હતું, એટલે કે MSCI ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ કરતાં બમણા કરતાં વધુ.

સૌથી મહત્વની વાત એ છે કે, US સ્થિત આ ફર્મે એવા સમયે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કર્યું છે જ્યારે તેમના શેર સતત ઘટી રહ્યા છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી, તેઓ ચોક્કસપણે દરરોજ વધી રહ્યા છે. રિપોર્ટમાં રાજીવ જૈનને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, 'અદાણીની કંપનીઓ ભારત અને સમગ્ર વિશ્વમાં કેટલીક સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટનું સંચાલન કરે છે. ગૌતમ અદાણી વ્યાપકપણે તેમની પેઢીના શ્રેષ્ઠ સાહસિકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. અમારું માનવું છે કે આ કંપનીઓમાં નોંધપાત્ર લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના છે અને તે કંપનીઓમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છીએ, જે ભારતીય અર્થતંત્ર અને ઊર્જા માળખાને આગળ વધારવામાં મદદ કરશે.'

About The Author

Related Posts

Top News

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

મેરઠમાં એક નકલી IAS અધિકારીની ધરપકડથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. નકલી IAS અધિકારી તરીકે ઓળખીને પોલીસે ધરપકડ કરેલા રાહુલ...
National 
નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ એક મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયો છે. Honda, Ford, General Motors (GM), Stellantis અને Volkswagen જેવી પ્રતિષ્ઠિત...
Tech and Auto 
EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.