- Business
- અદાણી યુનિ., Vjoistએ શૈક્ષણિક-સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા
અદાણી યુનિ., Vjoistએ શૈક્ષણિક-સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા

શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રવિ પી સિંહ અને ગ્રીસના JOIST ઇનોવેશન પાર્કના સ્થાપક અને સીઇઓ ડૉ. ટેસોસ વાસિલિઆડીસે અપ્રતિમ શૈક્ષણિક અને સંશોધન તકો પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
જોઇસ્ટ ઇનોવેશન પાર્ક, ગ્રીસ અને વેરિમન ગ્લોબલ, ભારત વચ્ચેની ભાગીદારી ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રની વધતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરતી ડીપ ટેક્નોલોજી પ્રોડક્ટ્સની લાવવા કરવામાં આવી હતી. કંપની વૈવિધ્યસભર શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ સમજૂતિ વિશે બોલતા, પ્રો. ડૉ. રવિ પી સિંહે જણાવ્યું હતું કે “અદાણી યુનિવર્સિટીના પદચિહ્નને વધારવા અને બહુ-સાંસ્કૃતિક વાતાવરણમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા, 21મી સદીના કૌશલ્યો અને નેતૃત્વની ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસરૂપે Vjoist સાથે ભાગીદારી આગામી સમયમાં સીમાચિહ્નરૂપ બનશે.
ડૉ. ટાસોસ વાસિલીઆડીસે જણાવ્યું હતું કે “અદાણી યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં બંને તરફના વ્યાવસાયિકોની સહિયારી આકાંક્ષાઓ, પરસ્પર વિશ્વાસ અને વૈશ્વિક પદચિહ્નો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓને ભવિષ્યના વૈશ્વિક લીડર બનાવવા અદ્યતન સંશોધન અને તાલીમને અપનાવતી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે.”
આ સમજૂતિ અંતર્ગત અદાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તાલીમ સુવિધાઓ માટે JOIST ઇનોવેશન સેન્ટરનો લાભ લેશે. વિશ્વભરની ભાગીદાર યુનિવર્સિટીઓના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વિદ્યાર્થી અને ફેકલ્ટી એક્સચેન્જની સુવિધાનો સમજૂતિમાં સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય સંશોધન અને નવીનતાની પહેલ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને JOIST સેન્ટર અથવા અન્ય સહયોગી સંસ્થાઓમાં ઉભરતા અભ્યાસક્રમો રજૂ કરવાનો છે. આ સમજૂતિ અધ્યાપન, સંશોધન અને તાલીમ ક્ષેત્રે ફેકલ્ટી અને સંશોધકોને નામાંકિત કરીને કુશળતાને પણ વિસ્તારશે.
અદાણી યુનિવર્સિટી Vjoist સાથે મળીને એક નવીન અત્યાધુનિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરશે. તે શિક્ષણ અને નવીનતા માટે અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરતા ટ્રેનર્સ માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને આવાસ પ્રદાન કરશે. તેમાં સંયુક્ત સંશોધન માટે નોંધપાત્ર ક્ષેત્રોને ઓળખી, પીએચડી વિદ્યાર્થીઓને સહ-માર્ગદર્શક તરીકે Vjoist ના સહયોગીઓ સાથે કામ કરવા માટે નિયુક્ત કરાશે. વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને કુશળતા સાથે શૈક્ષણિક લેન્ડસ્કેપને સમૃદ્ધ બનાવવા નોંધપાત્ર યોગદાન કરશે.
જોઈસ્ટ ઈનોવેશન પાર્ક દક્ષિણપૂર્વ યુરોપમાં સૌથી મોટો અને ગ્રીસમાં એકમાત્ર, નવીનતા અને જ્ઞાનના સંગમને પ્રોત્સાહન આપવા ભવિષ્યની વિચારણાનો સહયોગને દર્શાવે છે. તે સહયોગી અને નવીન પ્રયાસો માટે દીવાદાંડી તરીકે ઊભું છે. BSE-લિસ્ટેડ એન્ટિટી વરિમન IT હાર્ડવેર અને સેવાઓના એકીકરણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, તે વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને સમાન લાભ આપે છે.
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
