અંબાણીએ ન્યૂયોર્કમાં ખરીદી લક્ઝુરિયસ હોટેલ, જાણો તેની ખાસિયતો

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી હાલના દિવસોમાં લક્ઝરી રિયલ એસ્ટેટમાં ખૂબ રસ લઈ રહ્યા છે. લંડનની ઐતિહાસિક પ્રોપર્ટી ખરીદવાના થોડાં દિવસો બાદ હવે તેમની કંપની ન્યૂયોર્કની પ્રીમિયર લક્ઝરી હોટેલ Mandarin Orientalને ખરીદવા જઈ રહી છે. આ પ્રોપર્ટી ભલે ઇતિહાસમાં સ્ટોક પાર્કથી હોડ કરી શકતી નહીં હોય પરંતુ, લક્ઝરી બાબતે તે ખૂબ જ ખાસ છે. એ ન માત્ર દુનિયાની સૌથી મોંઘી હોટેલોમાંથી એક છે પરંતુ, હોલિવુડ સ્ટાર્સની પસંદગીની જગ્યા પણ છે.

Mandarin Orientalની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, આયર્લેન્ડના એક્ટર લિયામ નીસન અને અમેરિકી એક્ટ્રેસ લૂસી લિયૂ સહિત ઘણા હોલિવુડ સ્ટાર્સ માટે આ ન્યૂયૉર્કની સૌથી પસંદગીની જગ્યા છે. આ હોટેલ હડસન નદીના રિવરવ્યૂ માટે ફેમસ છે. આ હોટેલ બહુમાળી ઇમારત છે અને તેનો દાયરો 35થી 54માં ફ્લોર સુધી છે. ન્યૂયોર્ક પ્રાઇમ લોકેશન પ્રિસ્ટીન સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલ પાસે ઉપસ્થિત આ હોટેલ વર્ષ 2003માં બનીને તૈયાર થઈ હતી. તેમાં 248 રૂમ અને સુઇટ છે.

અહીં રહેવા માટે તમારે રોજ ઓછામાં ઓછાં 55 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. આ હોટેલનો સૌથી સસ્તો રૂમ 745 ડૉલર રોજના ભાડા પર મળે છે. હોટેલના Oriental સુઇટનું ભાડું સાંભળીને તમારા હોંશ ઊડી જશે. તેમાં એક રાત વિતાવવાનું ભાડું 14 હજાર ડૉલર એટલે કે ભારતીય ચલણ મુજબ 10 લાખ રૂપિયા છે. હોટેલ પાસે તેનાથી પણ વધારે ઓપ્શન્સ છે. 53માં ફ્લોર પર સ્થિતિ પ્રેસિડેન્સિયલ સુઇટનું ભાડું 5000 વધારે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડીલ લગભગ 9.81 કરોડ ડૉલર (ભારતીય ચલણ મુજબ 728 કરોડ રૂપિયા)માં કરવા જઈ રહી છે.

આ ડીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પૂર્ણ સ્વામિત્વવાળી અનુષંગી ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હૉલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) દ્વારા થશે. આ અનુષંગીએ હોટેલ ખરીદવા માટે કોલંબસ ઓપરેશન (કેમન) સાથે સમજૂતી કરી છે જેની પાસે Mandarin Orientalની 73.37 ટકા ભાગીદારી છે. ન્યૂયૉર્કની Mandarin Oriental દુનિયાની લક્ઝરી હોટેલોમાંથી એક છે. Mandarin Orientalએ AAA ફાઇવ ડાઇમંડ, ફોર્બ્સ ફાઇવ સ્ટાર હોટેલ અને ફોર્બ્સ ફાઇવ સ્ટાર સ્પા સહિત ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.

રિલાયન્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, વર્ષ 2018માં Mandarinની આવક 11 કરોડ ડૉલર, વર્ષ 2019માં 11.3 કરોડ ડૉલર અને વર્ષ 2020માં 1.5 ડૉલર હતી. Mandarin Oriental હોટેલ 14,500 વર્ગફૂટનું સ્પા અને 75 ફુટ લેપ પૂલ વિલા ફિટનેસ સેન્ટર છે. તેમાં બ્રોડવે થિયેટર, ડિસ્ટ્રિક્ટ લિંકન સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, જેજ અને ઘણા લક્ઝરી સ્ટોર અને રેસ્ટોરાં ઉપસ્થિત છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.