67 વર્ષની ઉંમરે બિલ ગેટ્સને થયો ફરી પ્રેમ, જાણો કોને ડેટ કરી રહ્યા છે?

પ્રેમને ઇઝહાર કરવાના દિવસ વેલેન્ટાઇન્સ ડે ને હવે 2 જ દિવસની વાર છે ત્યારે દુનિયાના ટોપ-10ની યાદીમાં 6ઠ્ઠા નંબર પર રહેલા અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની લવ સ્ટોરી સામે આવી છે.

માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ છૂટાછેડાના દોઢ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડ્યા છે. તેઓ ઓરેકલના CEO માર્ક હર્ડની વિધવા પૌલા હર્ડ સાથે રિલેશનશીપમાં છે. માર્ક હર્ડ 2019 માં કેન્સરથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડાએ ઓગસ્ટ 2021 માં છૂટાછેડા લીધા હતા.

ગયા મહિને, ગેટ્સ અને હર્ડ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપનની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સાથે બેઠા હતા. ત્યારથી તેમની વચ્ચે સંબંધની અફવાઓ ઉડી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે 67 વર્ષના બિલ ગેટ્સ અને 60 વર્ષના પૌલા એક વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યા છે, પરંતુ પૌલાએ હજુ સુધી બિલ ગેટ્સના બાળકો સાથે મુલાકાત કરી નથી.

કપલના એક મિત્રએ જણાવ્યું કે બંને હંમેશા સાથે જોવા મળે છે. બંને એક વર્ષથી સાથે છે અને પૌલાને મીડિયામાં મિસ્ટ્રી વુમન એટલે કે રહસ્યમયી સ્ત્રી કહેવામાં આવે છે. પરંતુ બંનેના નજીકના મિત્રો જાણે છે કે તેઓ પ્રેમ સંબંધમાં છે.

પૌલા હર્ડ એક ઇવેન્ટ પ્લાનર અને સમાજસેવિકા છે. મીડિય રિપોર્ટ્સ અનુસાર, પૌલા હર્ડ અને બિલ ગેટ્સ ટેનિસના શોખીન છે અને પૌલાના પતિ માર્કના મૃત્યુ પહેલા પણ બંને ઘણી ટેનિસ ટૂર્નામેન્ટમાં એકબીજાને મળતા રહ્યાં છે.

પૌલાને બે પુત્રીઓ છે કેથરિન અને કેલી, જ્યારે બિલ ગેટ્સને ત્રણ બાળકો છે - જેનિફર, રોરી અને ફોબી. મેલિન્ડા અને બિલ ગેટ્સે લગ્નના 30 વર્ષ પછી મે 2021 માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી, જે ઓગસ્ટ 2021 માં અંતિમ બની. બંનેએ કહ્યું હતું કે તેઓ તેમના ફાઉન્ડેશન - બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને ચલાવવાનું ચાલુ રાખશે.

MELINDA

બિલ ગેટ્સ દુનિયાના છઠ્ઠા નંબરના સૌથી અમીર છે અને તેમની નેટવર્થ 105 અરબ ડોલર ઠે. 1975માં તેમણે માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. બિલ ગેટ્સનું નામ કંપનીની મહિલા સહકર્મી સાથે પણ જોડાયેલું હતું. બંને વચ્ચે અફેર હોવાના સમાચાર આવ્યા હતા. વર્ષ 2019 માં, માઇક્રોસોફ્ટની એક મહિલા એન્જિનિયરે એક પત્ર લખીને બિલ ગેટ્સ સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું કે તે ગેટ્સ સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. ગેટ્સની પૂર્વ પત્ની મેલિન્ડાએ પણ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કબુલી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.