- World
- 85 વર્ષની પોલેન્ડની વૃદ્ધાને 28 વર્ષના પાકિસ્તાની યુવા ઓટો મિકેનિક સાથે થઇ ગયો પ્રેમ! દેશ છોડીને પાક...
85 વર્ષની પોલેન્ડની વૃદ્ધાને 28 વર્ષના પાકિસ્તાની યુવા ઓટો મિકેનિક સાથે થઇ ગયો પ્રેમ! દેશ છોડીને પાકિસ્તાન લગ્ન કરવા આવી
જો તમે ખરેખર કોઈને દિલથી પ્રેમ કરો છો, તો તમે તેને મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઇ જાવ છો. તમે તમારા પ્રેમને સાબિત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જાવ છો. એટલું જ નહીં, કેટલાક લોકો તો બધું જ છોડીને સાત સમુદ્ર પાર કરીને પોતાના જીવનસાથી સાથે રહેવા માટે તૈયાર હોય છે. જ્યારે ઘણા એવા લોકો પણ હોય છે જે ઉંમર થઇ ગઈ હોવા છતાં તેમને કોઈ અડચણ આવતી નથી અને ફક્ત તેમની સાથે રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આવી જ ઘટના પાકિસ્તાનમાં જોવા મળી હતી, જ્યારે એક પોલિશ મહિલા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. આ ઘટના હવે વિશ્વભરમાં વાયરલ થઈ ગઈ છે.
83 વર્ષની પોલિશ મહિલાની આ વાર્તા છે, જે 28 વર્ષના ઓટો મિકેનિક સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. રૂઢિચુસ્તોને અવગણીને અને ઉંમરના તફાવતને ફગાવીને, 83 વર્ષની પોલિશ મહિલા પાકિસ્તાનમાં 28 વર્ષના પુરુષ સાથે લગ્ન કરવા માટે પોતાનો દેશ છોડીને આવી હતી. આ અહેવાલ ત્રણ વર્ષ પહેલા ત્યાંના સ્થાનિક સમાચારપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બ્રોમા નામની એક પોલિશ મહિલાએ તેના જીવનનો પ્રેમ હાફિઝ મુહમ્મદ નદીમની અંદર જોયો, જે એક ઓટો મિકેનિક હતો. બંનેએ પાકિસ્તાનના હાફિઝાબાદમાં લગ્ન કરી લીધા હતા.
તેમની પ્રેમકથા મિત્રતાથી શરૂ થઈ હતી. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, નદીમે ખુલાસો કર્યો કે, તેણે છ વર્ષ પહેલાં બ્રોમા સાથે પહેલી વાત કરી હતી. વાતચીત મિત્રતામાં પરિણમી અને અંતે તે પ્રેમમાં પરિણમી. આ વાત કેટલાક લોકોને આશ્ચર્યચકિત કરી શકે તેવી છે, પરંતુ લગ્ન પહેલાં આ દંપતી ક્યારેય મળ્યું ન હતું. નદીમે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે લગ્ન પહેલાં તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા ન હતા. આ દંપતીએ પરંપરાગત સમારોહમાં લગ્ન કર્યા અને ઇસ્લામના તમામ નિયમોનું પાલન કર્યું. બ્રોમાએ પરંપરાગત લાલ રંગનો પારંપરિક લગ્નનો સૂટ પહેર્યો અને તેણે હાથ પર મહેંદી પણ લગાવી હતી.
અહેવાલ મુજબ, તેણે હક મેહર પણ ચૂકવ્યો, જે ઇસ્લામિક કાયદા અને લગ્ન દરમિયાન કરવામાં આવતા રિવાજો હેઠળ ફરજિયાત ચુકવણી હતી. બ્રોમાને મળતા પહેલા નદીમની અલગ અલગ યોજનાઓ હતી. તેના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે, બ્રોમા સાથે લગ્ન કરતા પહેલા તે તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાનો હતો. જોકે, હવે બંનેએ રાજીખુશીથી લગ્ન કરી લીધા છે.

