HP સિંઘ IPS ઓફિસર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ: ગૃહ ખાતાની 14 જગ્યા વધારાના હવાલાથી ચાલે છે

બીજી તરફ ગુજરાતમાં ફરજ બજાવતા 160 જેટલા આઇપીએસ ઓફિસરોએ તેમના એસોસિયેશન માટે ડીજીપી એચ.પી.સિંઘને નિયુક્ત કરી દીધા છે. સિંઘ એ 1980 બેચના આઇપીએસ અધિકારી છે અને હોમગાર્ડ્ઝ એન્ડ સિવિલ ડિફેન્સના તેઓ ડીજીપી છે. તેઓ હવે આઇપીએસ એસોસિયેશનના નવા પ્રેસિડેન્ટ બન્યા છે.

એડીશનલ ડીજીપી અને સુરતના પોલીસ કમિશનર પદેથી નવી દિલ્હીમાં પ્રતિનિયુક્ત થયેલા રાકેશ અસ્થાનાએ રાજીનામું આપતાં તેમની જગ્યાએ સિંઘની નિયુક્તિ કરી દેવામાં આવી છે. અસ્થાના હાલ નવી દિલ્હીમાં સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર છે. પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1985 બેચના એ.કે.સિંઘ આઇપીએસ એસોસિયેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા છે.

ગુજરાતના ગૃહ વિભાગની બલિહારી જોઇએ તો ઇન્ટેલિજન્સ બ્યુરો ઉપરાંત એટીએસ અને મરીન ટાસ્કફોર્સ જેવી મહત્વની જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. રાજ્યના ગૃહ મંત્રી રજની પટેલ અને હોમ વિભાગના વડા પી.કે.તનેજાને તેમના જ ડિપાર્ટમેન્ટને ઠીક કરવામાં રસ નથી.

ગુજરાતના તત્કાલિન રાજ્ય પોલીસ વડા પી.સી.ઠાકુરની નવી દિલ્હીમાં બદલી કર્યા પછી આ જગ્યાનો વધારાનો હવાલો એસીબીના ડાયરેક્ટર પી.પી.પાંડેને સોંપવામાં આવ્યો છે. તેમની આ નિયુક્તિને અદાલતમાં પડકારવામાં આવી છે. આશ્ચર્યની બાબત એવી છે કે છેલ્લા સાત વર્ષથી ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરોની જગ્યા ચાર્જથી ચલાવવામાં આવે છે. સીઆઇડી ક્રાઇમના વડા પ્રમોદકુમારને આ વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહ વિભાગે ડીજીપી મોનિટરીંગ સેલનો વધારાનો હવાલો આઇજી હસમુખ પટેલને આપ્યો હતો પરંતુ તેમણે આ ચાર્જ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાના એડીજી તીર્થરાજ લાંબી રજા પર હોવાથી તેમની જગ્યાનો વધારાનો ચાર્જ એડીજી વી.એમ.પારગીને આપવામાં આવ્યો છે.

આ જ પ્રમાણે વિકાસ સહાય પાસે પણ બે ચાર્જ છે. કોસ્ટલ સિક્યોરિટીના આઇજી નિરજા ગોત્રુ રાવને મરીન ટાસ્કફોર્સના આઇજીનો હવાલો સોંપવામાં આવ્યો છે. અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચના જેસીપી આર.વી.જોટગીયાને હેડક્વાર્ટરના જેસીપીનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે.ભટ્ટને એટીએસના આઇજીનો તેમજ એટીએસના એસપી હિમાંશુ શુક્લાને કરાઇના ડેપ્યુટી ડાયરેક્ટરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ દળની મહત્વની 14 જગ્યાઓ કે જ્યાં ફુલટાઇમ ઓફિસરની આવશ્યકતા છે ત્યાં સરકાર વધારાના ચાર્જથી આઇપીએસ ઓફિસરો ઉપર વધારાનું બર્ડન નાંખી રહી છે પરિણામે ગૃહ વિભાગની કામગીરીમાં વિક્ષેપ ઉભા થાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ DGPનો મોટો આરોપ, બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ખાખીનો કડક પોશાક ત્યજીને આધ્યાત્મિકતા અને ભક્તિના કોમળ પિતામ્બરમાં લપેટાયેલા ગુપ્તેશ્વર પાંડેનું વર્તમાન સ્વરૂપ કોઈ એક તપસ્વીનું પુનરાગમન જેવું લાગે...
National 
પૂર્વ DGPનો મોટો આરોપ,  બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ડાકોરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને ઇનકમ...
Gujarat 
ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રક્સૌલ જઈ રહેલી સત્યાગ્રહ એક્સપ્રેસ (15274)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અચાનક, સ્લીપર કોચ ...
National 
ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ...
National 
શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.