કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હવે ઓનલાઈન

ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહેલ ઈપીએફઓએ સભ્ય દ્વારા ક્લેઈમ ફોર્મ ફાઈલ કરવા માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે.

ઈપીએફઓ એમ્પ્લોયરની દરમિયાનગીરીની જરૂર વગર દાવાઓને સરળ રીતે દાખલ કરવા માટે તેમજ ઓનલાઈન સુવિધા પર ભાર મૂકતા તેના સબસ્ક્રાઈબર્સને સર્વિસ ડિલિવરી (સેવા વિતરણ) સુધારવા સતત પ્રયાસ કરી રહ્યું છે. ઈપીએફઓ એક દિવસમાં જ ઓનલાઈન દાવાઓના ઝડપી નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ઈપીએફઓ પીએફ ઓફિસની અંગત મુલાકાત ટાળવા તથા તેમના સભ્યોને કાગળ પર દાવાઓ રજૂ કરવા માટે લાંબી લાઈનથી છૂટકારો અપાવવા તેમજ પીએફ ઉપાડ, એડવાન્સ, વીમા, પેન્શન વગેરે દાવાઓના ઝડપી નિકાલ માટે તેમના દાવાઓ ઓનલાઈન સબમિટ કરવા માટે વિનંતી કરે છે.

દાવાઓ ઓનલાઈન દાખલ કરવા માટે, સભ્યોએ ઓનલાઈન ઈન્ટરનેટ મારફતે તેમના દાવાઓ સબમિટ કરવા માટે યુનિફાઈટ પોર્ટલ પર ઈ-કેવાયસી કાર્યવાહી પૂર્ણ કરવાની જરૂર રહેશે અને આ દાવાઓ ઈપીએફઓના યુનિફાઈડ પોર્ટલના સભ્ય ઈન્ટરફેસ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર ઉપલબ્ધ રહેશે.

દાવા ફોર્મ્સ ઓનલાઈન દાખલ કરવાની સુવિધા માત્ર એવા પીએફ સભ્યોને જ ઉપલબ્ધ હશે, જેમણે તેમના કેવાયસી (આધાર નંબર અને બેન્ક વિગતો)ને તેમની યુએએન સાથે જોડેલ છે અને જે સંસ્થા (કંપની) દ્વારા ડિજીટલી ચકાસવામાં આવ્યા છે.

વધુમાં, ઈપીએફઓ સભ્યોની સુવિધા માટે યુએએન-આધાર લિન્ક કરવા માટે ઉમંગ મોબાઈલ (એપ) એફ્લિકેશનની લિન્કનો ઉપયોગ કરીને યુએએન-આધાર લિન્કિંગ સુવિધા શરૂ કરેલ છે. વધુ વિગતો માટે સભ્યો ઈપીએફઓ પ્રાદેશિક કચેરી, અમદાવાદ વેબસાઈટ www.epfahmedabad.org ની મુલાકાત લઈ શકે છે.

About The Author

Related Posts

Top News

સાવધાન! 10માંથી 4 કંપનીઓ કાઢી રહી છે નકલી નોકરીઓ, શું હોય છે ‘ઘોસ્ટ હાયરિંગ'

આજકાલ, ઘણા નોકરી શોધનારાઓ એક વિચિત્ર ચક્રવ્યૂહમાં ફસાયા છે. તેઓ સતત સારી નોકરીઓ માટે અરજી કરે છે, ડિસ્ક્રિપ્શન...
Education 
સાવધાન! 10માંથી 4 કંપનીઓ કાઢી રહી છે નકલી નોકરીઓ, શું હોય છે ‘ઘોસ્ટ હાયરિંગ'

'નમસ્તે... તમારી પ્રોફાઇલને 20 લોકોએ લાઈક કરી છે, તે વાત કરવા માંગે છે!' તમે ન ફસાતા

પોલીસે ફતેહપુર શહેરના રાધાનગર વિસ્તારમાં લગભગ દોઢ વર્ષથી યુનિક રિશ્તા.કોમ દ્વારા લોકોને સાયબર છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ...
National 
'નમસ્તે... તમારી પ્રોફાઇલને 20 લોકોએ લાઈક કરી છે, તે વાત કરવા માંગે છે!' તમે ન ફસાતા

શું શમી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તૈયારીમાં છે? નિવેદનથી ફેન્સમાં ખળભળાટ

ભારતીય ટીમ મેનેજમેન્ટે ફોર્મ અને ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરતા મોહમ્મદ શમીને ઘણા સમયથી ટીમમાંથી બહાર રાખ્યો છે. ભારત માટે...
Sports 
શું શમી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તૈયારીમાં છે? નિવેદનથી ફેન્સમાં ખળભળાટ

ટ્રમ્પે પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પોતાના નામ પર કરી દીધું!

ડોનાલ્ડ ટ્રમ્પે 2025માં બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ટ્રમ્પ એવા રાષ્ટ્રપતિ છે જેમણે સત્તામાં આવ્યા...
World 
ટ્રમ્પે પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પોતાના નામ પર કરી દીધું!
Copyright (c) Khabarchhe All Rights Reserved.