- Education
- સાવધાન! 10માંથી 4 કંપનીઓ કાઢી રહી છે નકલી નોકરીઓ, શું હોય છે ‘ઘોસ્ટ હાયરિંગ'
સાવધાન! 10માંથી 4 કંપનીઓ કાઢી રહી છે નકલી નોકરીઓ, શું હોય છે ‘ઘોસ્ટ હાયરિંગ'
આજકાલ, ઘણા નોકરી શોધનારાઓ એક વિચિત્ર ચક્રવ્યૂહમાં ફસાયા છે. તેઓ સતત સારી નોકરીઓ માટે અરજી કરે છે, ડિસ્ક્રિપ્શન પણ શાનદાર હોય છે, પરંતુ બદલામાં કોઇ જવાબ મળતો નથી. જાહેરાત તકો અને વાસ્તવિક ભરતી વચ્ચેના આ અંતરને કારણે 'ઘોસ્ટ હાયરિંગ'ના ટ્રેન્ડને જન્મ આપ્યો છે.
અહેવાલ શું કહે છે?
CNBCના અહેવાલ મુજબ, 2024માં દર 10માંથી 4 કંપનીઓએ 'ફેક જોબ પોસ્ટિંગ’ હતી. સર્વે વધુમાં દર્શાવે છે કે, હાલમાં પણ દર 10માંથી 3 કંપનીઓ એવી જગ્યાઓની જાહેરાત આપી રહી છે જે ખરેખર અસ્તિત્વમાં નથી. ઘણા ઉમેદવાર અરજી કર્યા બાદ કોઈ જવાબ ન મળવાથી હતાશ છે, જેથી પ્રશ્ન ઉભા થાય છે કે, શું આ જગ્યાઓ ભરવાનો હેતુ છે?
કંપનીઓ આવું કેમ કરે છે?
ધ ઇન્ડિયન એક્સપ્રેસ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજિસ્ટ ગુરલીન બરુઆએ કહ્યું કે કંપનીઓ ઘણા કારણોસર ‘ઘોસ્ટ જોબ્સ' પોસ્ટ કરે છે. આ કારણો કંઈક આ પ્રકારે છે:
પ્રતિભા પાઇપલાઇન: ભવિષ્યની જરૂરિયાતો માટે ડેટા એકત્ર કરવા.
વૃદ્ધિનો ઢોંગ: રોકાણકારોને સંકેત આપવો કે કંપની ઝડપી વધી રહી છે.
ડેટા મેપિંગ: નોકરીની અરજીઓ દ્વારા બજારના વલણો અને પ્રતિભાની જાણકારી એકત્ર કરવાનું.
કેવી રીતે ઓળખવી નોકરી 'નકલી' અથવા 'ભૂતિયા' છે?
જો તમે પણ જોબ પોર્ટલ દ્વારા અરજી કરીને કંટાળી ગયા છો, તો કેટલાક સંકેતો પર ધ્યાન આપો. જેમ કે સૌ પ્રથમ નોકરીની જાહેરાતની તારીખ તપાસો. જો કોઈ પદ એક મહિનાથી વધુ સમયથી ખુલ્લું રહ્યું હોય અને વારંવાર ફરીથી જાહેરાત કરવામાં આવી રહી હોય, તો સંભાવના છે કે કંપની સક્રિય રીતે ભરતી કરી રહી નથી. સાથે જ આ પણ જુઓ.
ઓફિશિયલ કેરિયર પેજ: જો કોઈ નોકરી LinkedIn અથવા અન્ય પોર્ટલ પર દેખાય રહી છે પરંતુ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર નથી તો સાવધાન થઈ જાઓ.
સીધો સંપર્ક: LinkedIn દ્વારા ભરતી મેનેજર અથવા HR પ્રતિનિધિનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરો. જો તમને ત્યાંથી કોઈ જવાબ મળતો નથી, તો સમજો મામલો શંકાસ્પદ છે.
ગુરલીન બરુઆનું કહેવું છે કે ઉમેદવારો એ વસ્તુઓ પર ધ્યાન આપે જે તેમના નિયંત્રણમાં છે. નવી ટેકનોલોજી શીખવી, AIની અસરને સમજવી અને સમસ્યાનું નિરાકરણ જેવા કૌશલ્યો વિકસાવવી જરૂરી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ, જેમ જેમ ટેક્નિકલ કામ વધુને વધુ સ્વચાલિત થતા જાય છે, તેમ-તેમ ક્રિટિકલ થિંકિંગ, ઈમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્થિતિસ્થાપકતા જેવા માનવીય ગુણોની વેલ્યૂ વધી રહી છે.
સંસ્થાઓએ તેમના કમ્યુનિકેશનમાં સ્પષ્ટ હોવું જોઈએ. ભલે તેઓ સંપૂર્ણપણે પારદર્શક ન હોઈ શકે, તેમણે સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે કોઈ ચોક્કસ પદ તાત્કાલિક ભરતી માટે છે અથવા ભવિષ્યની પાઇપલાઇન બનાવવા માટે છે અથવા માત્ર દેખાવ માટે જગ્યાઓ પોસ્ટ કરવાથી ઉમેદવારોનો વિશ્વાસ ઓછો થાય છે.

