'રામાયણ'માં રણબીરને જોઈને રામાયણ સીરિયલના લક્ષ્મણ નારાજ, કહે છે, 'આ જોવું મુશ્કેલ છે...'

રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મના ટીઝરને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકો નિતેશ તિવારીની ફિલ્મથી પ્રભાવિત અને ઉત્સુક છે, તો કેટલાક લોકોએ ટીઝરમાં VFXથી નિરાશા વ્યક્ત કરી છે.

આ બધા વચ્ચે, રામાનંદ સાગરના લોકપ્રિય TV શો 'રામાયણ'માં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનિલ લહરીએ પણ રણબીર કપૂરની ફિલ્મના ટીઝરની ટીકા કરી છે.

Sunil Lahri
amarujala.com

મીડિયા સૂત્રો સાથે થયેલા એક ઇન્ટરવ્યુમાં, સુનિલ લહરીએ કહ્યું કે, તેઓ 'રામાયણ' ફિલ્મના ટીઝરના કેટલાક પાસાઓથી 'નારાજ' છે. તેમણે ભગવાન રામ તરીકે રણબીરના લુક વિશે વાત કરી અને દાવો કર્યો કે, અભિનેતામાં ભગવાન વિષ્ણુના અવતારને પડદા પર દર્શાવવા માટે જરૂરી નિર્દોષતાનો અભાવ છે.

તેમણે કહ્યું, 'રણબીર આમ તો સારો દેખાય છે, પરંતુ નિર્દોષતા થોડી ઓછી છે. અરુણ (ગોવિલ) પાસે જે ધીરજ, શાંતિ અને નિર્દોષતા હતી તે અહીં ખૂટે છે. પરંતુ મને ખાતરી છે કે તે તેના અભિનયથી પાત્રને ન્યાય આપશે.'

Sunil Lahri
hindi.news18.com

સુનિલે એ વાત પણ સંમતિ આપી કે, સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ'માં હિંસક પાત્ર ભજવ્યા પછી, રણબીર ભગવાન રામના પાત્ર સાથે ન્યાય કરી શકશે નહીં. લોકોને તેને આ રીતે જોવો મુશ્કેલ લાગશે. તે ચહેરાથી થોડો કઠોર લાગે છે; તે લક્ષ્મણ અથવા ભરતની ભૂમિકાઓ માટે વધુ યોગ્ય છે. આવી ભૂમિકા માટે, હંમેશા નવા ચહેરાને કાસ્ટ કરવું વધુ સારું છે. કોઈ નવો કલાકાર જેની કોઈ પહેલાથી ઇમેજ ન બની હોય અથવા તો વિવાદ વિનાનો હોય તે હંમેશા એક આદર્શ પસંદગી હોય છે.

સુનિલ લાહિરીએ 'રામાયણ'ના ટીઝરથી નિરાશા વ્યક્ત કરી હતી, પરંતુ દીપિકા ચિખલિયાને તે ગમ્યું. રામાનંદ સાગર દ્વારા મહાકાવ્યના રૂપાંતરમાં સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ મીડિયા સૂત્રને કહ્યું, 'મેં ટીઝર જોયું અને તે ખૂબસૂરત છે. તે ખુબ અદ્ભુત લાગે છે. તેઓએ તે ખૂબ જ સારી રીતે કર્યું છે. તેથી હવે હું ફિલ્મની રાહ જોઈ રહી છું, અને તે ઘણી સુંદર લાગે છે, તેમાં કોઈ શંકા નથી.'

Deepika Chikhaliya
hindi.news18.com

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે, ત્યારે સાઈ પલ્લવી દેવી સીતાની ભૂમિકા ભજવશે. KGF સ્ટાર યશ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવતા જોવા મળશે. સની દેઓલ અને રવિ દુબે અનુક્રમે હનુમાન અને લક્ષ્મણની ભૂમિકા ભજવશે.

બીજી બાજુ, કાજલ અગ્રવાલ અને રકુલ પ્રીત સિંહ મંદોદરી અને શૂર્પનખા તરીકે જોવા મળશે. અરુણ ગોવિલ, કુણાલ કપૂર, આદિનાથ કોઠારે, શીબા ચઢ્ઢા અને ઇન્દિરા કૃષ્ણન પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. 'રામાયણ ભાગ 1' આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે, જ્યારે તેનો બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.