ઈરાનના બદલાથી ગભરાયા ખાડી દેશો, US પર લગાવ્યો સુરક્ષામાં નિષ્ફળ ગયાનો આરોપ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષે સમગ્ર પશ્ચિમ એશિયાને અસ્થિર બનાવ્યું છે. આ દરમિયાન, અમેરિકાના નજીકના ખાડી સાથી દેશો પણ વોશિંગ્ટનથી ગુસ્સે છે. તેઓ કહે છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ ગયા અને સંભવિત બદલો લેવા માટે તેમને પૂરતી તૈયારી કરવાની મંજૂરી આપી નહીં.

Gulf-States
thenationalnews.com

ખાડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને 28 ફેબ્રુઆરીએ ઈરાન પરના પ્રારંભિક હુમલાની અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. જો આવું હોત, તો તેઓ અગાઉથી તેમના સંરક્ષણને મજબૂત બનાવી શક્યા હોત. એક સમાચાર એજન્સીની માહિતી અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી ઈરાને પાંચ ખાડી દેશોને નિશાન બનાવીને ઓછામાં ઓછી 380 મિસાઈલ અને 1,480થી વધુ ડ્રોન છોડ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન, કુવૈતમાં ઈરાની ડ્રોન હુમલામાં પણ છ અમેરિકન સૈનિકો માર્યા ગયા. આ હુમલો મુખ્ય લશ્કરી થાણાથી લગભગ 10 માઇલ દૂર એક નાગરિક બંદરમાં સ્થિત ઓપરેશન સેન્ટર પર કરવામાં આવ્યો હતો.

ખાડી દેશોની બીજી મોટી ફરિયાદ એ છે કે, અમેરિકા તેમનું પૂરતું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. કેટલાક અધિકારીઓ કહે છે કે, US લશ્કરી કાર્યવાહી મુખ્યત્વે ઇઝરાયલ અને US સૈનિકોના રક્ષણ પર કેન્દ્રિત છે, જ્યારે ગલ્ફ દેશોએ પોતે જાતે જ બચવાની ફરજ પડી છે.

Gulf-States4
sundayguardianlive.com

આ દેશોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમની સરકારો યુદ્ધના અમેરિકાના સંચાલનથી નિરાશ છે. તેઓ એમ પણ કહે છે કે તેઓએ અગાઉથી ચેતવણી આપી હતી કે, આ યુદ્ધ સમગ્ર પ્રદેશ માટે વિનાશક પરિણામો લાવી શકે છે, પરંતુ અમેરિકાએ તેમની ચિંતાઓને ગંભીરતાથી લીધી નથી.

ગલ્ફ સરકારો તરફથી સત્તાવાર નિવેદનો ઓછા આવ્યા છે, પરંતુ તેમની સાથે સંકળાયેલા ઘણા પ્રભાવશાળી વ્યક્તિઓએ ખુલ્લેઆમ US અને ઇઝરાયલની ટીકા કરી છે.

Lisbon1
hindi.newsbytesapp.com

સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ગુપ્તચર વડા, પ્રિન્સ તુર્કી અલ-ફૈસલ, મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, આ નેતન્યાહૂનું યુદ્ધ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂ ગમે તે રીતે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની તરફ કરવામાં સફળ રહ્યા.

આ દરમિયાન, સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે બદલો લેવાના પ્રયાસમાં ગલ્ફ દેશો ઇરાન માટે સરળ લક્ષ્ય બની ગયા છે. આનું કારણ એ છે કે આ દેશો ઇરાનની ટૂંકા અંતરની મિસાઇલોની રેન્જમાં છે અને અસંખ્ય US લશ્કરી થાણાઓ ધરાવે છે. આ ઉપરાંત, આ વિસ્તારોમાં હુમલાઓ વૈશ્વિક તેલ પુરવઠાને અસર કરી શકે છે. ગલ્ફ દેશો પણ ચિંતિત છે કે વારંવાર થતા હુમલાઓને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરસેપ્ટર ઝડપથી ખતમ થઈ રહ્યા છે, જેના કારણે તેમની સંરક્ષણ ક્ષમતાઓ પર દબાણ વધી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

જો તમે અવારનવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો અને વાર્ષિક ટોલ પાસ બનાવી રાખ્યો છે, તો તમારે હવે ...
National 
શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

ક્યારેક, એક નાનો નિર્ણય ક્રિકેટ મેદાન પર મોટો વિવાદ બની શકે છે. શુક્રવાર, 13 માર્ચે, મીરપુર (ઢાકા)ના...
Sports 
સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ...
Gujarat 
વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ...
Tech and Auto 
શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ
Copyright (c) Khabarchhe All Rights Reserved.