1 એપ્રિલથી ફોર્મ 16 બદલાઇ જશે? નવા ટેક્સ કાયદામાં શું મોટા ફેરફારો થશે; ફોર્મનું નવું નામ શું હશે?

જો તમે પગારદાર કર્મચારી છો, તો તમે દર વર્ષે જૂન-જુલાઈમાં ફોર્મ 16ની આતુરતાથી રાહ જોતા હશો. પરંતુ હવે તમારે તમારો શબ્દભંડોળ બદલવો પડશે. ભારત સરકારના પ્રસ્તાવિત ઇનકમટેક્સ રૂલ્સ 2026 અનુસાર, 1 એપ્રિલ, 2026 થી ઘણા જૂના ટેક્સ ફોર્મ ઇતિહાસ બની જશે, અને તેની જગ્યાએ નવા નંબરોવાળા ફોર્મ આવી જશે.

શું ફોર્મ 16 હકીકતમાં ખતમ થવાનું છે?

ના નહીં, ફોર્મ ખતમ નહીં થાય; પરંતુ તેનું નામ અને નંબર બદલવામાં આવી રહ્યા છે. વર્તમાન ફોર્મ 16 હવે ફોર્મ 130 કહેવાશે. કામ એ જ રહેશે (TDS પ્રમાણપત્ર જાહેર કરવાનું), બસ નવા કાયદા હેઠળ એક નવો ટેગ આપવામાં આવ્યો છે. માત્ર ફોર્મ 16 જ નહીં, પરંતુ તમારા આવકવેરા રિટર્ન સાથે સંબંધિત અન્ય ઘણા ફોર્મના નામ પણ બદલાઈ રહ્યા છે જેમ કે ફોર્મ 26ASને ફોર્મ 168, ફોર્મ 16Aને ફોર્મ 131 ફોર્મ 3CA/CB/CDને ફોર્મ 26 અને ફોર્મ 13ને ફોર્મ 128 તરીકે ઓળખવામાં આવશે.

form-16
business-standard.com

નવા કાયદા હેઠળ અન્ય રાહતો અને ફેરફારો

નવો કાયદો માત્ર નામમાં ફેરફાર પૂરતો મર્યાદિત નથી; તે ઘણા વ્યવહારુ ફેરફારો પણ પ્રસ્તાવિત છે:

HRAમાં મોટી રાહત: પુણે, બેંગલુરુ, અમદાવાદ અને હૈદરાબાદ જેવા શહેરોને હવે 50% HRA મુક્તિવાળી શ્રેણીમાં સમાવવાનો પ્રસ્તાવ છે. અગાઉ, માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જ હતા.

બાળકોનું શિક્ષણ: શિક્ષણ ભથ્થાની મર્યાદા 100 થી વધારીને 3,000 રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે.

ઓછી જટિલતા: નવા કાયદાનો હેતુ નિયમોની સંખ્યા 511 થી ઘટાડીને 333 કરવાનો છે, જે સામાન્ય વ્યક્તિ માટે ટેક્સ ફાઇલિંગ સરળ બનાવે છે.

ટ્રાન્ઝેક્શન પીરિયડ: સરકાર જૂના અને નવા ફોર્મ નંબરોને થોડા સમય માટે એકસાથે ચલાવવાની મંજૂરી આપી શકે છે, જેથી લોકો મૂંઝવણમાં ન રહે.

form-163
businesstoday.in

ટેક્સપેયર્સે હવે શું કરવું જોઈએ?

હાલ માટે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 31 માર્ચ, 2026 સુધી તમારા જૂના ફોર્મ જ માન્ય રહેશે. આ ફેરફારો આકારણી વર્ષ 2026-27 માટે લાગૂ થશે. બસ ધ્યાનમાં રાખો કે આગામી વર્ષથી જ્યારે તમે તમારા એમ્પ્લોયર પાસેથી TDS પ્રમાણપત્ર માંગશો, ત્યારે તેને ફોર્મ 16ને બદલે ફોર્મ 130 કહેવું પડી શકે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.