સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર મંદીનો ઓછાયો, 1 લાખ કરતા વધુ કારીગરો બેકાર

સુરત ભારતની સિન્થેટિક કપડાંની રાજધાની છે. દેશની સિન્થેટિક કપડાંની 90 ટકા જરૂરિયાત સુરતના ઉદ્યોગો દ્વારા જ પૂરી થઈ જાય છે. આ ઉદ્યોગ હવે અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યો છે. ઘણા કલરિંગ અને પ્રિન્ટિંગ યુનિટ્સ બંધ થઈ ગયા છે, જેને કારણે હજારો કર્મચારી બેરોજગાર થઈ ગયા છે. હવે ઘરેલૂં બજારમાં માંગમાં વધારો થવા પર જ ઉદ્યોગનું ઉત્પાદન સ્તર વધી શકે છે. સુરત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના આંકડાઓ અનુસાર, સુરત શહેર અને આસપાસના ક્ષેત્રોમાં આશરે 485 પ્રોસેસિંગ યુનિટ્સ હતા. તેને કારણે 4થી 5 લાખ લોકોને ડાયરેક્ટ રોજગાર મળી રહ્યો હતો.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના અધ્યક્ષ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું કે, ત્રણથી ચાર મહિનામાં સુરતમાં ઓછામાં ઓછાં 15થી 20 કલર અને પ્રિન્ટિંગ એકમો બંધ થઈ ગયા છે. તેમજ કહ્યું કે, ઉદ્યોગ 4.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરી રહ્યા હતા, પરંતુ હવે માત્ર 2.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે, પહેલા ઉપભોક્તાઓની પ્રાથમિકતા રોટી, કપડાં અને મકાન હતા હવે પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. અનાજ બાદ મોબાઈલ ફોન, ટેલીવિઝન સેટ વગેરે જેવી અન્ય જરૂરિયાતો હોય છે. પહેલા મહિલાઓ 7થી 8 મીટર લાંબી સાડીઓ ખરીદતી હતી હવે સાડીઓની માંગ ઓછી થઈ ગઈ છે. મહિલાઓ દરેક ડ્રેસની સાથે દુપટ્ટો ખરીદતી હતી, હવે તે પણ આઉટ ઓફ ફેશન થઈ ગયુ છે, લેગિંગ્સની જગ્યા ચુડીદાર, પાયજામાએ લઈ લીધી છે, જેને કારણે સિન્થેટિક કપડાંની માંગમાં ભારે ઘટાડો આવી ગયો છે.

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાતના મહાસચિવ કામરાન ઉસ્માનીનો દાવો છે કે, મંદીનું આ જ એકમાત્ર કારણ નથી. તેમના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર કલરકામ અને પ્રિન્ટિંગ ગૃહ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે. તેમણે ટેક્સ અને અન્ય કરની ચુકવણી નથી કરવી પડી, વિવિધ વિભાગો સાથે રજિસ્ટર્ડ એકમોની સરખામણીએ તેમનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો છે. આ અયોગ્ય પ્રતિસ્પર્ધાના કારણે છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઘણા એકમો બંધ થઈ ગયા છે.

ઉસ્માનીનું કહેવુ છે કે, ઓછામાં ઓછાં 70 હજારથી એક લાખ શ્રમિક બેરોજગાર થઈ ગયા છે. જેમાંથી ઘણા પોતાના મૂળ વતન પાછા જતા રહ્યા છે. થોડાં વર્ષો પહેલા આ મજૂરો 18થી 20 દિવસ કામ મળવા પર પણ ગુજરાન કરી લેતા હતા પરંતુ, સુરતમાં મોંઘવારી અને રહેવાના વધતા ખર્ચના કારણે હવે 24 દિવસના કામમાં પણ ગુજરાન કરવું મુશ્કેલ છે.

વખારિયાનું કહેવુ છે કે, ઉદ્યોગોને TUFના લાભની પણ જરૂર છે પરંતુ, આ યોજના ગત વર્ષે બંધ થઈ ગઈ. તેને વહેલામાં વહેલી તકે ફરીથી શરૂ કરવાની જરૂર છે. જ્યાં સુધી કન્ઝ્યુમર ડિમાન્ડનો સવાલ છે, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ અને ફેશનની દુનિયામાં ચાલનારી પ્રોડક્ટ્સની જરૂર છે, તો ડિમાન્ડમાં વધારો અને સ્થિતિમાં સુધારાની સંભાવના છે.

Related Posts

Top News

ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

ભાજપના નેતા અમીત માલવિયાએ સોશિયલ મીડિયા પર મુકેલી બે પોષ્ટ ચર્ચાનો વિષય બની ગઇ છે. એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ...
National 
ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી...
National 
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા

કોરોના મહામારીને લોકો લગભગ ભુલી ચૂક્યા હતા, પરંતુ કોરોનાનો સળવળાટ ફરી શરૂ થયો છે. એશિયામાં કોરોનાની રી એન્ટ્રીને કારણે સરકારો...
National 
મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા

પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
Sports 
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.