શું 4 જૂને ચૂંટણી પરિણામો પહેલા શેર વેચવા જોઈએ? જાણો શું કહે છે રામદેવ અગ્રવાલ

On

જેમ જેમ 4 જૂન નજીક આવી રહી છે તેમ તેમ રોકાણકારોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. ઘણા રોકાણકારો એ જાણવા માંગે છે કે, શું લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા તેઓએ તેમના શેર વેચી દેવા જોઈએ? અથવા તો બજારમાં ટકી રહેવું જોઈએ? આ સવાલનો જવાબ દેશના મોટા રોકાણકાર અને જાણીતા નિષ્ણાત રામદેવ અગ્રવાલે આપ્યો છે. મોતીલાલ ઓસવાલ ગ્રુપના ચેરમેન અગ્રવાલે કહ્યું છે કે, આવું ન કરવું જોઈએ. અગ્રવાલે શેરબજારો 1,50,000ના સ્તરે પહોંચવાની પણ આગાહી કરી હતી.

રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે, શેરબજારના મુખ્ય સૂચકાંકોમાંનો એક નિફ્ટી 50 આગામી 15-17 વર્ષમાં 1.5 લાખ સુધી પહોંચી જશે. બીજા ઇન્ડેક્સ સેન્સેક્સ આગામી 5-6 વર્ષમાં 1.5 લાખના આંકડાને સ્પર્શશે. અગ્રવાલ એક મીડિયા ચેનલ સાથે વાત કરી રહ્યા હતા. આ વાતચીત દરમિયાન, તેમણે દરેક બાબતની સ્પષ્ટતા કરતા એક એવી સ્થિતિ વિશે પણ જણાવ્યું, જે ઘણીવાર રોકાણકારોને ડરાવે છે.

અગ્રવાલે કહ્યું કે, નિફ્ટી 50 આગામી કેટલાક વર્ષોમાં 1,50,000ના આંકડા સુધી પહોંચશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન બજાર ઘણી વખત ઉપર નીચે પણ થઇ શકે છે, અને તેમાં ઘણા સુધારા પણ આવશે. તેમણે કહ્યું, 'શેરબજારમાં પૈસા કમાવવા માટે તમારી પાસે વિઝન, હિંમત અને ધીરજ હોવી જોઈએ. ધીરજ એ સૌથી મોટું પરિબળ છે, જે મુશ્કેલ અથવા તણાવપૂર્ણ સમયમાં સૌથી વધુ કામમાં આવે છે.'

મોતીલાલ ઓસ્વાલના ચેરમેન રામદેવ અગ્રવાલે પણ કહ્યું હતું કે, બજારમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ આવી પણ હોય તો પણ સેન્સેક્સ 2030 સુધીમાં 1,50,000 સુધી પહોંચી જશે. જો આવું કોઈ સરપ્રાઈઝ નહીં આવે તો તે 2028 સુધીમાં આ સ્તરને પાર કરી જશે.

રોકાણકારોને સલાહ આપતાં અગ્રવાલે કહ્યું હતું કે, આ સમયે ભારતમાં ચાલી રહેલી ચૂંટણીઓ વિશે વધારે વિચારવાની અને તણાવ લેવાની જરૂર નથી. તેમણે કહ્યું, 'ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે, પરંતુ મારી રણનીતિમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા પૈસા 3જી જૂને અને 5મી જૂને પણ માર્કેટમાં રોકાયા હશે. પરિણામ ભલે ગમે તે આવે, તેનાથી કોઈ ફરક પડતો નથી.'

વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા ભારતીય શેરબજારોમાં સતત વેચવાલી અંગે ટિપ્પણી કરતા રામદેવ અગ્રવાલ કહે છે કે, તેમને (FIIs)ને ભારતીય બજારોમાં નાણાં નાખવામાં થોડો સમય લાગશે. ચૂંટણીના પરિણામોની તારીખ નજીક આવી રહી છે તેથી વિદેશી રોકાણકારો સ્થાનિક બજારથી દૂર રહ્યા છે.

અગ્રવાલે જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારો તાજેતરમાં ઊભરતાં બજારોમાંથી નફો કરી શક્યા નથી. તેમણે કહ્યું, 'જો ચીન સારું કરશે તો, ભારત અને ચીન વચ્ચેના મૂલ્યાંકનનો તફાવત ઘટશે, જેથી વિદેશી રોકાણકારો ભારતમાં પાછા ફરશે.' જો કે, તેમણે કહ્યું કે, તેઓ આવતા 2-4 મહિનામાં વિદેશી રોકાણકારો ભારતમાં પાછા ફરતા જોતા નથી. વ્યાજદરમાં ઘટાડો, કંપનીઓના સારા પરિણામો અને નીચા વેલ્યુએશનને જોઈને FII પરત ફરશે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.