120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. તાજેતરના ઘટાડા પછી, ક્રૂડ ઓઇલના ભાવ 4 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે, અને યુદ્ધ દરમિયાન પ્રતિ બેરલ 120 ડૉલર સુધી પહોંચીને વિશ્વને ડરાવનારું તેલ હવે 77 ડૉલરથી પણ નીચે આવી ગયું છે.

તેલના ભાવમાં વધારા દરમિયાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લઈને બ્રિટન અને ભારત સુધીના દેશોમાં ગંભીર તેલ અને ગેસ કટોકટી જોવા મળી હતી. ભારતમાં, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે, સરકારી માલિકીની તેલ કંપનીઓને લગભગ 4 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે, આવું ફક્ત એક કે બે વાર નહીં, પરંતુ 4 વખત કરવું પડ્યું. હવે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ તૂટી ગયા છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા પણ વધી રહી છે.

Oil-Price-Crash2
smartasset.com

28 ફેબ્રુઆરીના રોજ, અમેરિકા અને ઇઝરાયલે ઇરાન સામે પોતાનો પહેલો હુમલો કર્યો, અને ઈરાને બદલો લીધો, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો, જે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જે વિશ્વની તેલ અને ગેસની જરૂરિયાતોનો 20 ટકા પૂરો પાડે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી, એપ્રિલમાં ક્રૂડ ઓઇલ અચાનક 120 ડૉલરની આસપાસ ટ્રેડ થવા લાગ્યું.

આના પરિણામે દેશોમાં ઇંધણ અને ગેસના ભાવમાં તીવ્ર વધારો થયો, જેના કારણે મોંઘવારી વધી ગઈ, અને આની અસરથી US પોતે પણ બચી શક્યું નહીં. હવે, US અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પરની સમજૂતી પછી, તેલના ભાવમાં અચાનક ઘટાડો શરૂ થયો, જે આજે પણ ચાલુ છે. આ સમાચાર લખતી વખતે, બ્રેન્ટ ક્રૂડના ભાવ 76.47 ડૉલર પ્રતિ બેરલ, WTI ક્રૂડ ઓઇલ 72.63 ડૉલર પ્રતિ બેરલ અને મુર્બન ક્રૂડ ઓઇલ 69.63 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ વીતેલા 4 મહિનામાં સૌથી નીચા ક્રૂડ ઓઇલના ભાવ છે.

હવે પ્રશ્ન એ છે કે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા અને તેલ કંપનીઓને નુકસાનને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડી, ત્યારે શું હવે તેલ સસ્તું થવા પર ઇંધણના ભાવ પણ ઘટાડવામાં આવશે?

Oil-Price-Crash
energy.economictimes.indiatimes.com

કોટક સિક્યોરિટીઝ ખાતે કોમોડિટી રિસર્ચના AVP કાયનત ચૈનવાલાએ જણાવ્યું હતું કે, US-ઈરાન કરારથી વૈશ્વિક તણાવ ઓછો થયો છે, અને US ટ્રેઝરીની 60 દિવસ માટે ઈરાની તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવાની પરવાનગીથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સુધારો થવાની આશા મજબૂત થઈ છે. ટેન્કર ટ્રેકિંગ ડેટાના આધારે, ગયા અઠવાડિયે 30 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઇલ એશિયામાં મોકલવામાં આવ્યું હતું.

ચૈનવાલાના જણાવ્યા મુજબ, ઈરાન એશિયન ખરીદદારોને ખુબ મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જ્યારે ગલ્ફ ઉત્પાદકોએ મુખ્ય પ્લાન્ટ્સ પર કામગીરી ફરી શરૂ કરી છે. જો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિક સામાન્ય રહેશે, તો તેલ ટૂંક સમયમાં બજારોમાં પહોંચશે. જો કે, માંગમાં સુધારો ન થાય ત્યાં સુધી, ઇંધણના ભાવમાં કઈ ખાસ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

Petrol Pump Scam
msn.com

મોતીલાલ ઓસ્વાલ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન દર્શાવે છે કે, સસ્તું તેલ દેશના આયાત બિલને ઘટાડવામાં મદદ કરે છે, રૂપિયાને મજબૂત બનાવે છે અને ફુગાવાના દબાણને ઘટાડે છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો થવાની અપેક્ષા રાખતા ગ્રાહકોએ કદાચ રાહ જોવી પડી શકે છે. આ ભાવમાં તાત્કાલિક ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

આનું કારણ એ છે કે, ભારતમાં ઇંધણના ભાવ ક્રૂડ ઓઇલના ભાવ ઉપરાંત પણ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે કર, રિફાઇનિંગ માર્જિન અને માર્કેટિંગ ખર્ચ સહિત બીજા અન્ય હોય છે, જો કે, ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડાથી ભારતના આયાત બિલમાં થોડી રાહત મળી શકે છે.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.