બધા ભાવ વધારી રહ્યા છે તો ટેલિકોમ કંપનીઓ કેમ પાછળ રહી જાય, 12-15% સુધી વધી શકે છે રિચાર્જ પ્લાનની કિંમત

સામાન્ય જનતાને ફરી એક વખત મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. આ વખતે ટેલિકોમ કંપનીઓ તરફથી આ ઝટકો લાગશે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપનીઓ આગામી 4-5 મહિનામાં તેમના ટેરિફ પ્લાન્સમાં 12% થી 15% સુધીનો વધારો કરી શકે છે. મતલબ કે ગ્રાહકોએ તેમના મોબાઈલ રિચાર્જ પ્લાન્સ પાછળ વધુ ખર્ચ કરવો પડી શકે છે.

સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના અહેવાલ મુજબ, ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં આગામી ચારથી પાંચ મહિનામાં ટેરિફમાં 12-15%નો વધારો જોવા મળી શકે છે. અહેવાલ અનુસાર બજારના એકત્રીકરણ (market consolidation) બાદ ભાવ વધારા માટેનું માહોલ વધુ અનુકૂળ બન્યો છે. બજારમાં માત્ર 3+1 ખેલાડીઓ રહેવાથી ભાવ વધારવા માટેની પરિસ્થિતિ અનુકૂળ થઇ ગયો છે અને આગામી 4-5 મહિનામાં ટેરિફમાં 12-15%ના વધારો થશે.

ટેલિકોમ ક્ષેત્રના નાણાકીય પાસાની વાત કરીએ તો, ત્રણ ટેલિકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL)ના માટે 'એવરેજ રેવન્યૂ પર યુઝર' (ARPU) એટલે કે પ્રતિ યુઝર્સ સરેરાશ આવકમાં નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળા (Q2 FY27)માં ત્રિમાસિક ધોરણે (QoQ) આશરે 0.8-2.0%નો વધારો થવાની ધારણા છે. આ વૃદ્ધિનું કારણ 2G થી 4G/5Gમાં માઇગ્રેશન, પોસ્ટપેડ ગ્રાહકોની સંખ્યામાં વધારો અને ત્રિમાસિક ગાળામાં દિવસોની વધુ સંખ્યાને કારણે થઈ શકે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો, VILના નુકસાન પર સબ્સ્ક્રાઇબર માર્કેટ શેર મેળવવાનું ચાલુ રાખશે.

mobile-recharge5
airtel.in

સેન્ટ્રમના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો ત્રિમાસિક ધોરણે (QoQ) આશરે 8 મિલિયન નવા ગ્રાહકો ઉમેરશે, જ્યારે ભારતી એરટેલ આશરે 3 મિલિયન ભારતીય વાયરલેસ ગ્રાહકો ઉમેરવાની અપેક્ષા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમને આશા છે કે VIL ત્રિમાસિક ધોરણે આશરે 1.- મિલિયન ગ્રાહકો ઉમેરશે. 4G/5G નેટવર્કના વધતા ઉપયોગને કારણે પ્રતિ ગ્રાહક ડેટા વપરાશ મજબૂત રહેવાની ધારણા છે.

અહેવાલમાં સમગ્ર ક્ષેત્રમાં નેટવર્ક કવરેજના વિસ્તરણ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો અને એરટેલે 95%થી વધુ જિલ્લાઓમાં 5G સેવાઓ પહોંચાડી દીધી છે અને તેઓ તેમના નેટવર્કમાં 5G ઉપકરણોના ઉપયોગ (પેનિટ્રેશન)ને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બીજી તરફ, VILનું 5G નેટવર્ક લગભગ 200 શહેરોમાં ઉપલબ્ધ છે અને કંપની સક્રિયપણે તેના 5G કવરેજનો વિસ્તાર કરી રહી છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, VIL ₹250 અબજનું ડેટ ફંડિંગ મેળવવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે બેંકો સાથે સક્રિય વાતચીત કરી રહી છે. નાણાકીય વર્ષ 2027E થી 2029E દરમિયાનના ₹450 અબજના કેપેક્સ (મૂડી ખર્ચ) કાર્યક્રમ માટે આ મૂડીની જરૂર છે. રિલાયન્સ જિયો અને એરટેલને પણ 5G FWA અને ફિક્સ્ડ બ્રોડબેન્ડના અપનાવવા અંગે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

mobile-recharge6
bhaskarenglish.in

કંપનીઓની વૃદ્ધિની સંભાવનાઓ

રિલાયન્સ જિયો માટે, એહેવાલમાં ત્રિમાસિક ધોરણે (QoQ) 8 મિલિયન નવા ગ્રાહકો ઉમેરાવાનો અંદાજ છે, જેનાથી કુલ ગ્રાહક સંખ્યા 541 મિલિયન સુધી પહોંચશે. સાથે જ, ARPU ત્રિમાસિક ધોરણે 1% વધીને ₹218 પ્રતિ મહિને થવાની ધારણા છે.

આ વૃદ્ધિ 5G FWA ગ્રાહકોના ઉમેરા અને ત્રિમાસિક ગાળામાં દિવસોની સંખ્યા વધુ હોવાને કારણે થઈ છે, જેના કારણે ત્રિમાસિક આવકમાં અંદાજિત 2.6%નો વધારો જોવા મળી શકે છે.

આશા છે કે, ભારતી એરટેલના સબ્સક્રાઇબર્સની સંખ્યામાં ત્રિમાસિક ધોરણે 3 મિલિયનનો વધારો થઈને 380 મિલિયન થઇ જશે.

સાથે જ, 2G થી 4Gમાં થઈ રહેલા માઇગ્રેશન અને ત્રિમાસિક ગાળામાં દિવસોની સંખ્યાને કારણે ARPU 2.0 ટકા વધીને ₹269 પ્રતિ મહિને થઇ જશે, જે ઉદ્યોગમાં સૌથી વધુ છે. કંપનીની આવકમાં ત્રિમાસિક ધોરણે લગભગ 3.1 ટકાનો વધારો થવાની ધારણા છે.

વોડાફોન આઈડિયાના ગ્રાહક આધારમાં ત્રિમાસિક ધોરણે 1 મિલિયનનો વધારો થઈને તે 194 મિલિયન થવાનો અંદાજ છે, સાથે જ બ્લેન્ડેડ ARPUમાં ત્રિમાસિક ધોરણે લગભગ 0.8 ટકા વધીને ₹178 પ્રતિ મહિનો થઇ જશે.

VILની capex કામગીરી અને ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં થયેલી પ્રગતિ અંગે મેનેજમેન્ટના નિવેદનો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

આ ત્રણ ટેલિકોમ કંપનીઓ ઉપરાંત, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે Indus Towersની આવકમાં ત્રિમાસિક ધોરણે આશરે 1.7 ટકાનો વધારો થવાની ધારણા છે. આ વૃદ્ધિ VIL નેટવર્ક કવરેજ અને ક્ષમતાના વિસ્તરણને કારણે કેપેક્સમાં વધારો અને 'કો-લોકેશન્સ'ની સંખ્યામાં ત્રિમાસિક ધોરણે 1.5 ટકાનો વધારો મુખ્ય કારણો રહેશે. Tata Communicationsની આવકમાં પણ ત્રિમાસિક ધોરણે 1.6 ટકાનો વધારો થવાની અપેક્ષા છે, જેને ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ડેટા સેગમેન્ટની સેવાઓમાં મજબૂત કામગીરીનો સપોર્ટ મળશે. આશા છે કે EBITDA માર્જિનમાં ત્રિમાસિક ધોરણે આશરે 61 બેઝિસ પોઈન્ટ્સ (bps)નો સુધારો થશે અને તે 19.3 ટકા થઇ જશે.

About The Author

Related Posts

Top News

CJPએ 'ચપ્પલ વિરોધ પ્રદર્શન'ની જાહેરાત કરી, અભિનેતા પ્રકાશ રાજ પણ તેનો ભાગ બનશે

કોકરોચ જનતા પાર્ટીના સહ-કન્વીનર આશુતોષ રંકાએ મંગળવારે જાહેરાત કરી કે તેઓ બેંગલુરુમાં 'ચપ્પલ વિરોધ પ્રદર્શન' કરશે. CJPએ...
National 
CJPએ 'ચપ્પલ વિરોધ પ્રદર્શન'ની જાહેરાત કરી, અભિનેતા પ્રકાશ રાજ પણ તેનો ભાગ બનશે

બધા ભાવ વધારી રહ્યા છે તો ટેલિકોમ કંપનીઓ કેમ પાછળ રહી જાય, 12-15% સુધી વધી શકે છે રિચાર્જ પ્લાનની કિંમત

સામાન્ય જનતાને ફરી એક વખત મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. આ વખતે ટેલિકોમ કંપનીઓ તરફથી આ ઝટકો લાગશે. એક અહેવાલમાં...
Business 
બધા ભાવ વધારી રહ્યા છે તો ટેલિકોમ કંપનીઓ કેમ પાછળ રહી જાય, 12-15% સુધી વધી શકે છે રિચાર્જ પ્લાનની કિંમત

ભાજપના એજન્ટ પર વોટર લિસ્ટથી નામ કપાવવાનો આરોપ, 30 ફોર્મ-7 ભર્યા, તમામ મુસ્લિમો હતા

જેને તે બાળપણથી જોતો હતો, તેમની સાથે અભ્યાસ કર્યો તે જ મુસ્લિમોના વોટ કાપવા માટે BJPના એક એજન્ટે...
National 
ભાજપના એજન્ટ પર વોટર લિસ્ટથી નામ કપાવવાનો આરોપ, 30 ફોર્મ-7 ભર્યા, તમામ મુસ્લિમો હતા

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેતા દિલ્હી પોલીસને પરસેવો આવી ગયો, જંતર-મંતર પર ન જવા દીધા, સાંસદોને માર્યા હોવાનો પોલીસ પર આરોપ

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી...
Politics 
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેતા દિલ્હી પોલીસને પરસેવો આવી ગયો, જંતર-મંતર પર ન જવા દીધા, સાંસદોને માર્યા હોવાનો પોલીસ પર આરોપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.