યુદ્ધ જલ્દી ખતમ નહીં થાય, સોનું-ચાંદી ખરીદો, એ જ સાચો સહારો: રોબર્ટ કિયોસાકી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક તેલ-ગેસ સંકટ વચ્ચે, વિશ્વવિખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ રોકાણકારો માટે એક ગંભીર ચેતવણી અને સલાહ આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે આર્થિક મહામંદી અને યુદ્ધ વચ્ચે અમીર બનવાના 'સીક્રેટ' શેર કર્યા છે.

હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં અવરોધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે. જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. શેરબજારમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં કિયોસાકીએ રોકાણકારોને ભવિષ્ય જોવાની સલાહ આપી છે.

Robert-Kiyosaki2
x.com/CryptoNewsHntrs

કિયોસાકીની બે મહત્વની આગાહીઓ

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અત્યારે ભવિષ્ય જોવું બે કારણોસર એકદમ સરળ બની ગયું છે. સરકારો સતત 'નકલી પૈસા' (ચલણી નોટો) છાપતી રહેશે, જેના કારણે દેવું વધતું જશે. પરિણામે મોંઘવારી વધશે અને જે લોકો અમેરિકી ડોલર બચાવીને રાખશે તેમને મોટું નુકસાન થશે. ઈરાનમાં ચાલી રહેલું યુદ્ધ જલ્દી ખતમ થવાનું નથી. આનાથી તેલના ભાવ સતત વધતા રહેશે, જે મોંઘવારીમાં વધુ ભડકો કરશે.

રોબર્ટ કિયોસાકીએ પરંપરાગત આર્થિક સલાહ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સૌથી મોટું જૂઠાણું એ છે કે US બોન્ડ્સ સુરક્ષિત છે. વર્ષોથી કહેવામાં આવે છે કે- શાળાએ જાઓ, સારા ગ્રેડ મેળવો, નોકરી કરો, ટેક્સ ભરો, પૈસા બચાવો અને સ્ટોક્સ, બોન્ડ્સ કે મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળા માટે રોકાણ કરો. આ 'મીઠી ગોળી' પર વિશ્વાસ કરનારાઓને સૌથી વધુ નુકસાન થશે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે આ તેલ, દેવું અને બેંકિંગ સંકટમાં માત્ર તમારી આર્થિક શિક્ષણ (Financial Education) જ તમને બચાવી શકે છે. જે વસ્તુ છાપી શકાય (જેમ કે કાગળની નોટો), તે 'નકલી' છે.

12

કિયોસાકીએ રોકાણકારોને આર્થિક ક્રેશમાં પણ અમીર બનવાનો મંત્ર આપતા નીચેની વસ્તુઓમાં રોકાણ કરવા સૂચવ્યું છે:

  • અસલી સોનું અને ચાંદી
  • ક્રૂડ ઓઈલ
  • Bitcoin (બીટકોઈન)
  • Ethereum (ઈથરિયમ)

તેમણે ઉમેર્યું કે, મારા મતે 2026 માટે આ સૌથી સુરક્ષિત રોકાણ છે. જોકે, મારી વાત પર આંખ મીંચીને ભરોસો ન કરો, જાતે સંશોધન કરો અને નક્કી કરો કે તમારા માટે સાચું શું છે.

સોમવારે કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. રોબર્ટ કિયોસાકી અવારનવાર આવી આગાહીઓ માટે જાણીતા છે અને તેમની આ નવી પોસ્ટ હાલમાં આર્થિક જગતમાં ચર્ચાનો વિષય બની છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.