ટાટા ગ્રુપ, ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ વચ્ચે તફાવત શું છે, જાણો બોસ કોણ છે

રતન ટાટાના નિધન પછી ટાટા ટ્રસ્ટની કમાન નોએલ ટાટાને સોંપવામાં આવી. એ પછી લોકોને એ જાણવામાં રસ છે કે ટાટા ટ્રસ્ટ, ટાટા સન્સ અને ટાટા ગ્રુપ વચ્ચે શું ફરક છે?

1868માં જમશેદજી ટાટાએ ટાટા ગ્રુપની સ્થાપના કરેલી આજે ટાટાની 100થી વધારે કંપનીઓ છે અને અનેક દેશોમાં કામ કરે છે. ઓગસ્ટ 2023 સુધીમાં ટાટાની કંપનીઓનું કુલ માર્કેટ કેપ 34 લાખ કરોડ રૂપિયા હતું.

ટાટા ટ્રસ્ટ એ ટાટા ગ્રુપના બધા ટ્રસ્ટોનું એક ગ્રુપ છે. જેમાં સર દોરોબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ એ બે મુખ્ય ટ્રસ્ટો છે. આ બંને ટ્રસ્ટોની ટાટા સન્સમાં 52 ટકાની હિસ્સેદારી છે જ્યારે બાકીના જે ટ્રસ્ટો છે તેમની હિસ્સેદારી 14 ટકા છે. કુલ મળીને ટાટા ટ્રસ્ટની ટાટા સન્સમાં કુલ હિસ્સેદારી 66 ટકા છે.

ટાટા સન્સ એ ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની છે અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખર છે.ટાટા સન્સની પાસે ટાટા ગ્રુપની કંપનીઓની 25 ટકાથી માંડીને 73 ટકા સુધીની હિસ્સેદારી છે.ટાટાની બધી કંપનીઓનું નિયંત્રણ ટાટા સન્સ પાસે છે અને ટાટા સન્સનું નિયત્રંણ ટાટા ટ્રસ્ટ પાસે છે. એટલે ટાટા ટ્રસ્ટ બધાનો બોસ છે.

Related Posts

Top News

10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ

CGSTએ કાકદેવ સ્થિત કોચિંગ સેન્ટરના સિક્યુરિટી ગાર્ડ ઓમજી શુક્લાને ત્રણ કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ...
National 
10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ

રાજ્યપાલ-રાષ્ટ્રપતિના બિલ સામે રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી કે, રાજ્ય સરકારો વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના નિર્ણયો...
National 
રાજ્યપાલ-રાષ્ટ્રપતિના બિલ સામે રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ

આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

તમે તમારી કાર લઈને ઘરની બહાર નીકળ્યા છો... મારે કયું પેટ્રોલ ભરવું જોઈએ? જો હું આ ઇથેનોલ બ્લેન્ડ (...
Tech and Auto 
આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

ગઈકાલથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાગૂ કરી દીધો છે, ત્યારે હવે આ ટેરિફની અસર ડાયમંડ નગરી કહેવાતા...
Gujarat 
અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.