આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

તમે તમારી કાર લઈને ઘરની બહાર નીકળ્યા છો... મારે કયું પેટ્રોલ ભરવું જોઈએ? જો હું આ ઇથેનોલ બ્લેન્ડ (E20 ફ્યુઅલ) પેટ્રોલ ભરાવું તો ક્યાંક મારી કારનું માઇલેજ ઘટી ન જાય? અથવા તો શું આ ઇંધણ કારના મિકેનિઝમ પર કોઈ નકારાત્મક અસર તો નહિ પડશે ને? આજે, દેશના જૂના વાહન માલિકો આવા ઘણા પ્રશ્નોથી ઝઝૂમી રહ્યા છે. જ્યારે એક કાર માલિક આવા એક પ્રશ્ન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચ્યો, ત્યારે કાર કંપનીએ તેને ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ (E20)નો ઉપયોગ ન કરવાની સલાહ આપી.

હકીકતમાં, અંકુર ઠાકુર નામના યુઝરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ 'X' પર એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. યુઝરે કહ્યું છે કે, આ સ્ક્રીનશોટ ફ્રેન્ચ કાર ઉત્પાદક રેનોને મોકલવામાં આવેલા E-mailનો જવાબ છે. જેમાં તેણે કંપનીની ગ્રાહક સેવા ટીમને E-mail દ્વારા પૂછ્યું હતું કે, શું તેની કાર નવા ઇથેનોલ બ્લેન્ડ ઇંધણ સાથે સુસંગત છે કે નહીં? જેના જવાબમાં કંપનીએ તેને E20 પેટ્રોલનો ઉપયોગ ન કરવાની સલાહ આપી.

યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'રેનો મારી 2022ની કારમાં E20 પેટ્રોલનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યો છે. હવે મારે શું કરવું જોઈએ? આ એક નવી કાર છે અને અમે 3 વર્ષમાં ફક્ત 13,000 Km ચલાવી છે.' આ પોસ્ટ સાથે, યુઝરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રાલયને પણ ટેગ કર્યા છે.

Renault-Warning1
amarujala.com

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા કથિત E-mailના સ્ક્રીનશોટમાં લખ્યું છે કે, 'અમે E20 ઇંધણ અંગેના તમારા પ્રશ્નનો સ્વીકાર કરીએ છીએ અને તમને જણાવવા માંગીએ છીએ કે, ટ્રાઇબર-2022નું E20 ઇંધણ સાથે સુસંગતતા માટે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. તેથી, તમારા વાહનમાં E20 ઇંધણનો ઉપયોગ કરવો યોગ્ય નથી.'

જ્યારે એક તરફ E20 ઇંધણ વિશે ખૂબ જ મૂંઝવણ છે. બીજી તરફ, દેશના ઘણા પેટ્રોલ પંપ પર કામ કરતા મોટાભાગના કર્મચારીઓ (એટેન્ડન્ટ્સ) પાસે આ વિશે કોઈ ખાસ માહિતી નથી. આ મહિનાની શરૂઆતમાં એક અલગ પોસ્ટમાં, તે જ યુઝરે દાવો કર્યો હતો કે, તેણે તેની 3 વર્ષ જૂની કાર માટે ઇથેનોલ-મુક્ત પેટ્રોલની શોધમાં 6 પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે, મોટાભાગના પેટ્રોલ પંપ કર્મચારીઓને ઇથેનોલ બ્લેન્ડિંગ વિશે બહુ ઓછી કે કોઈ જાણકારી નહોતી. ત્યારપછી તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે તાજેતરમાં કંપની દ્વારા વેચાતા તમામ પ્રકારના પેટ્રોલમાં ઇથેનોલની માત્રા અંગે સ્પષ્ટતા કરી છે. HPCL6 ઓગસ્ટના રોજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ 'X' પર એક યુઝરને જવાબ આપતા લખ્યું હતું કે, 'HPCL ઇથેનોલ મિશ્રણના સરકારી ધોરણોનું પાલન કરે છે. નિયમિત પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ લગભગ 20 ટકા, Power95 15 ટકા, Power99 11 ટકા અને Power100 4.5 ટકા છે. આ મિશ્રણો ઉત્સર્જન ઘટાડવા અને ઇંધણ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2012 થી 2023 વચ્ચે ઉત્પાદિત તમામ વાહનો E10-અનુરૂપ એન્જિન સાથે આવે છે. જો કે, 1 એપ્રિલ, 2023 પછી ઉત્પાદિત તમામ વાહનો E20-અનુરૂપ હોવા જરૂરી છે. તેથી, 2023 પહેલા ઉત્પાદિત વાહનોમાં E20 પેટ્રોલના ઉપયોગને કારણે, માઇલેજ અને પ્રદર્શન અંગે ફરિયાદો જોવા મળી રહી છે. સરકારે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે, જૂના વાહનોમાં E20 ઇંધણનો ઉપયોગ માઇલેજમાં સંભવિત ઘટાડો તરફ દોરી શકે છે.

Renault-Warning2
amarujala.com

આ બાબતને વેગ મળતો જોઈને, રેનોએ સત્તાવાર રીતે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, 'તાજેતરમાં E10 માટે પરીક્ષણ અને ઉપયોગ અંગે પ્રશ્નો ઉભા થયા છે. પ્રમાણિત વાહનોમાં E20 ઇંધણના ઉપયોગને કારણે સ્પષ્ટતાની જરૂર ઉભી થઈ છે. અહીં વાત કરવામાં આવી રહેલી રેનો ટ્રાઇબર (મોડેલ 2022) માટે E10 ઇંધણ જાહેર કરવામાં આવ્યું છે.

E10 પાલન કરતી કાર સંબંધિત પ્રશ્નનો જવાબ આપવા માટે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા સંયુક્ત રીતે એક પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારના બળતણ સંયોજનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં E10 માટે પ્રમાણિત વાહનોમાં E20 ઇંધણનો ઉપયોગ પણ શામેલ છે.

આ અભ્યાસનો ડ્રાફ્ટ રિપોર્ટ, જે તમામ OEM સાથે શેર કરવામાં આવ્યો છે (MoPNG પત્ર નંબર P-13045(18)/19/2017-CC(E-13946) મુજબ). સ્વીકાર્યું કે હાલમાં રસ્તા પર ચાલતા વાહનો E20 સાથે સુસંગત છે, આ પરીક્ષણમાં તારણ કાઢ્યું છે કે, E10-અનુરૂપ વાહનોમાં E20 ઇંધણના ઉપયોગથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.

આ તારણોના આધારે, પરીક્ષણ કરાયેલા વાહનોમાં E10 સુસંગત અને E20 પેટ્રોલનો ઉપયોગ કરીને રસ્તાઓ પર દોડતી રેનો કારમાં કોઈ ગંભીર પડકાર જોવા મળ્યો નથી.

Renault-Warning3
amarujala.com

જો તમારું વાહન પણ જૂનું છે, તો તમે કેટલીક સરળ રીતોથી ચકાસી શકો છો કે, તમારા વાહનમાં ઇથેનોલ મિશ્રિત (E20 પેટ્રોલ) બળતણ ભરાવી શકાય કે નહીં. આ માટે, નીચે આપેલી ટિપ્સ અનુસરો. કાર કંપનીઓ બળતણ કેપ, ટાંકી અથવા વિન્ડશિલ્ડ પર 'E20 સુસંગત' અથવા 'E20 બળતણ' નું સ્ટીકર લગાવે છે.

તમે વાહનના માલિકના મેન્યુઅલમાંથી પણ આ બાબતની ચકાસણી કરી શકો છો.

તમે કાર કંપનીની વેબસાઇટ પર વાહન ઓળખ નંબર (VIN) દાખલ કરીને બળતણ સુસંગતતા શોધી શકો છો.

છેલ્લે, તમે કાર કંપનીના કસ્ટમર કેયર અથવા ડીલરશીપ સાથે પણ વાત કરી શકો છો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.