ઓનલાઇન ગેમિંગ પર સરકાર લગાવી શકે છે 40 ટકા GST! તંબાકુ, સિગારેટની શ્રેણીમાં રાખવા પર વિચાર

સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માં બદલાવ કરવા જઈ રહી છે. સરકાર સિન અને ડિમેરિટ ગૂડ્સ પર વિશેષ 40 ટકા ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. જેમાં પાન મસાલા, તમાકુ, સિગારેટ, લક્ઝરી ગાડીઓ અને ઓનલાઈન ગેમિંગનો પણ સમાવેશ થઈ શકે છે. જાણકારોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ‘મહેસૂલ વિભાગે વસ્તુઓ અને સેવાઓને સિન અને ડિમેરિટ ગૂડ્સની શ્રેણીમાં રાખતા વદેશના સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખ્યા છે અને ઓનલાઈન ગેમિંગ આ પરિભાષાને અનુરૂપ પ્રતિત થાય છે. જો આ પગલું અંતિમ સ્વરૂપ લે છે, તો તે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ (ફેન્ટેસી સ્પોર્ટ્સ અને રિયલ ગેમિંગ પ્લેટફોર્મ સહિત)માં આફતરફરી મચવાની શક્યતા છે.

આ ક્ષેત્રએ અગાઉ પણ ખૂબ જ ઓછી માગ બતાવી હતી, જ્યારે 1 ઓક્ટોબર 2023થી GST દર 28% નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ અગાઉ, ઘણી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ એમ કહેતા 28% ટેક્સ આપી રહી નહોતી કે કૌશલ્ય આધારિત રમતો અને ભાગ્ય આધારિત રમતો માટે અલગ-અલગ ટેક્સ દર છે. સત્તાવાર આંકડા બતાવે છે કે, જુલાઈ 2023માં પરિષદ દ્વારા 1 ઓક્ટોબર 2023થી ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કસિનો પર એકસમાન 28% ટેક્સ લગાવવાનો નિર્ણય લીધા બાદ GST આવકમાં ઝડપથી વધારો થયો હતો.

online gaming
virginmedia.com

ગત સપ્ટેમ્બરમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ‘ઓનલાઈન ગેમિંગમાંથી થતી આવક માત્ર 6 મહિનામાં 412% વધીને 6,909 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઓનલાઈન ગેમિંગ પર નોટિફિકેશન જાહેર થવા અગાઉ  1,349 કરોડ રૂપિયા હતી. કેસિનો માટે તેમણે કહ્યું હતું કે, ‘આવકમાં 30% વધારો થયો છે, જે નિર્ણય અગાઉ 6 મહિનામાં 164.6 કરોડ રૂપિયાથી વધીને આજ સમયગાળામાં 214 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ઓનલાઈન ગેમિંગ માટે ઉચ્ચ GST દરની જરૂરિયાતને નીતિ નિર્માતાઓ તરફથી પણ સમર્થન મળી શકે છે કારણ કે તેઓ આ પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા બતાવમાં આવી રહેલા સમયની માત્રા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જેના કારણે તેઓ આવી ગતિવિધિઓ પર સતત વધુ પૈસા ખર્ચી રહ્યા છે. તાજેતરમાં, મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું હતું કે, ઓનલાઈન ગેમ્સ પર ઘરગથ્થુ ખર્ચ વિશેષ રૂપે ઓછો નથી, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા પહેલી વખત UPI દ્વારા વિવિધ શ્રેણીના વેપારીઓને કરવામાં આવતી ચુકવણીનો માસિક ડેટા જાહેર કર્યાના થોડા દિવસો બાદ કહેવામા આવી હતી. આંકડાઓ અનુસાર, 2025-26ના પહેલા 4 મહિનામાં ડિજિટલ ગેમ્સ પર UPI ચૂકવણી સરેરાશ 10,000 કરોડ રૂપિયાથી વધુ હતી.

online gaming
geekvibesnation.com

સંખ્યાકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના આંકડાકીય સલાહકારો સાથેની બેઠકમાં નાગેશ્વરને જણાવ્યું હતું કે, જુઓ કે ભારતીયો દર મહિને ઓનલાઈન ગેમિંગ પર કેટલો ખર્ચ કરી રહ્યા છે અને આ આંકડો નાનો-મોટો નથી, આ દર મહિને 10,000 કરોડ રૂપિયા છે. તે 1.2 ટ્રિલિયન રૂપિયા (એક વર્ષમાં) છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.