- Charcha Patra
- જ્યારે ચહેરા પર વીજળીના ઝાટકા જેવું લાગે : TN, સલમાન અને ડેન્ટિસ્ટની ભૂમિકા
જ્યારે ચહેરા પર વીજળીના ઝાટકા જેવું લાગે : TN, સલમાન અને ડેન્ટિસ્ટની ભૂમિકા

કલ્પના કરો કે તમારા ચહેરા પર વીજળીનો ઝાટકો લાગે તેવો દુઃખાવો થાય — અચાનક, ધારદાર અને અસહ્ય. આવી હાલત ટ્રાઈજેમિનલ ન્યૂરાલ્જિયા (TN) થી પીડાતા લોકોને ભોગવવી પડે છે. આ દુર્લભ ચેતાતંત્રને લગતા રોગને ઘણીવાર "સ્યુસાઇડ ડિસીઝ" પણ કહેવામાં આવે છે. બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં નેટફ્લિક્સ પર કપિલ શર્માના શોમાં પોતાને આ બીમારી હોવાનો ખુલાસો કર્યો છે. આમ કરી ને તેમણે આ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.
ટ્રાઈજેમિનલ ન્યૂરાલ્જિયા શું છે
આ એક લાંબાગાળાનો નર્વસ સિસ્ટમ એટલે કે નસને લગતો દુખાવો છે, જેમાં trigeminal nerve અસર પામે છે. આ નસ ચહેરા પરથી મગજ સુધી સંવેદનાઓ પહોંચાડે છે. દાંત સાફ કરવા, શેવ કરવી કે હવા લાગવી જેવી સાદી બાબતો પણ વીજળીના ઝાટકા જેવા દુઃખાવાને જન્મ આપી શકે છે.
સલમાન ખાનને શું મુશ્કેલી છે
2011માં સલમાન ખાને જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ TNથી પીડાતા હતા. આ વાત તેમણે ફરી દોહરાવી છે. તેમને આ દુઃખાવો એટલો વધુ હતો કે ક્યારેક બોલવામાં પણ મુશ્કેલી થતી. ઘણા વર્ષો સુધી તેમણે તકલીફ સહન કરી અને છેલ્લે અમેરિકા જઈને સર્જરી કરાવી. સામાન્ય રીતે સ્ટાર્સ લોકો પોતાના રોગ વિશે જાહેરમાં કહેતા નથી પરંતુ સલમાને આ કહીને આ બીમારી પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચ્યું.
ડેન્ટલ સર્જન કેમ ?
ઘણા દર્દીઓ TNના દુઃખાવાને દાંતનો દુઃખાવો માનીને પ્રથમ ડેન્ટલ સર્જનનો સંપર્ક કરે છે. કારણ કે mandibular અને maxillary નસો દાંત અને જબડા સાથે જોડાયેલી હોય છે.
ડેન્ટિસ્ટની ભૂમિકા:
-સામાન્ય દાંતના રોગોથી અલગ TNનું નિદાન કરવું
-જરૂરી હોય તો ન્યુરોલોજિસ્ટ અથવા ન્યુરોસર્જન પાસે મોકલવો
- કેટલીકવાર દવાઓ કે બાઈટ સ્પ્લિન્ટથી સારવાર આપવી
1. દવાઓ
Carbamazepine અને અન્ય એન્ટી-સીજર દવાઓ
2. સર્જરી
-Microvascular Decompression (MVD)
-Gamma Knife Radiosurgery
- Rhizotomy
3. લાઇફસ્ટાઇલ થેરાપી
તણાવ ઘટાડવો, યોગ, ફિઝિયોથેરાપી, એક્યુપ્રેશર
સલમાન ખાને દર્શાવ્યું છે કે યોગ્ય સારવાર અને મનોબળ દ્વારા TN પર કાબૂ મેળવી શકાય છે.
ક્યારે શું કરવું?
- ચહેરા પર વીજળી જેવા ઝટકા આવે
- દાંત સાફ કરવાથી કે ખાવાથી દુઃખાવો થાય
- દાંતની સારવારથી રાહત ન મળે
જોકે, આ સમસ્યાના જુદા જુદા પ્રકાર હોય છે. સલમાન ખાન જેવા જ લક્ષણો બધાને હોતા નથી. આપણે આ અંગે આગામી લેખમાં વધુ ચર્ચા કરીશું.
About The Author

Dr. Risshi Bhatt is a dental surgeon specializing in TMJ disorders and facial pain. He leads the RR Dental and Maxillofacial Clinic, known for its integrated approach to jaw and sleep-related conditions. Passionate about patient education and preventive care, Dr. Bhatt bridges the gap between dentistry and overall wellness.
Top News
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Opinion
