કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ વિરોધ પક્ષોએ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને તેના કારણે ગૃહની કાર્યવાહી ઘણી વખત મુલતવી રાખવી પડી હતી. હવે સંસદની કાર્યવાહી પર બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે કહ્યું છે કે, સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ થઇ રહ્યું છે. પરંતુ, એવું તો શું થયું કે કંગના રનૌતે આવી વાત કહી.

Kangana-Ranaut2
rasra.in

BJP સાંસદ કંગના રનૌતે કહ્યું, 'ગુંડાગીરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કોઈ દેશ વિરુદ્ધ કંઈક કહે છે, તો કોંગ્રેસ સૌથી પહેલા તેનું સમર્થન કરે છે. સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે, તેમના (વિરોધ પક્ષના) સૂત્રોચ્ચાર સતત ચાલુ જ રહે છે.'

Kangana-Ranaut1
etvbharat.com

કંગના રનૌતે બુધવારે (30 જુલાઈ) લોકસભામાં હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલા ભયાનક પૂર અને તેના કારણે થયેલા ભયાનક વિનાશનો મુદ્દો ઉઠાવ્યો હતો. કંગનાએ કહ્યું કે, આપણે બધા TV પર જોઈ રહ્યા છીએ કે, મારા સંસદીય મતવિસ્તાર મંડીમાં પૂર કેટલું ભારે છે. વાદળો ફાટી રહ્યા છે અને જાનમાલનું ઘણું નુકસાન થઇ રહ્યું છે. પૂરને કારણે કેટલા પુલ અને ઘણા ગામડાઓ ધોવાઈ ગયા છે. કંગના રનૌતે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી હજારો કરોડ રૂપિયાના રાહત ભંડોળ આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન માટે કેટલું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે, કેન્દ્ર સરકારે કેટલું ભંડોળ આપ્યું છે અને ક્યારે આપ્યું છે, કારણ કે રાજ્ય સરકાર તેને યોગ્ય રીતે મેનેજ નથી કરી રહી.

Kangana-Ranaut2
rasra.in

આ પહેલી વાર છે જ્યારે કંગના રનૌતે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિમાચલ પ્રદેશમાં બનેલી ભયાનક દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. મંગળવારે મંડી જિલ્લામાં આવેલા પૂરનો ઉલ્લેખ કરતા કંગનાએ પૂછ્યું, ગઈકાલે મંડી સદરમાં મોટું પૂર આવ્યું હતું, કરોડોનું નુકસાન થયું હતું. NDRF, ITBP... ગમે તે દળો આવતા હોય, તેમના માટે સમય મર્યાદા શું છે, મહેરબાની કરીને અમને તે પણ જણાવો. કંગનાએ ભારત સરકારને એ પણ પૂછ્યું કે, શું હિમાચલમાં સતત આવી રહેલી કુદરતી આફતોનો સામનો કરવા માટે કોઈ લાંબા ગાળાની વ્યૂહરચના બનાવવામાં આવી છે નહીં?

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.