- National
- ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓનું 14000 કરોડનું કૌભાંડ, બેંકોનું 5100 કરોડમાં સમાધાન
ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓનું 14000 કરોડનું કૌભાંડ, બેંકોનું 5100 કરોડમાં સમાધાન
સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ચર્ચાનો વિષય બન્યો છે. ભાગેડુ ગુજરાતી અબજોપતિ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામેના આરોપ પડતા મુકવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. જો તેઓ બેંક છેંતરપિંડી કેસમાં એક તૃત્યાંશ રકમ 570 મિલિયન ડોલર 17 ડિસેમ્બર 2025 પહેલા ભરી દે તો.
વડોદરામાં ર્સ્ટલીંગ બાયોટેકના માલિકો નીતિન અને ચેતન સાંડેસરાએ 20 ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી 14000 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને એ રૂપિયા શેલ કંપનીઓમા ટ્રાન્સફર કરી દીધા અને પોતાના જલસા કરવામાં વાપરી નાંખ્યા. તેમણે લોન ભરવાની બંધ કરી દીધી અને 2017માં ભારત છોડીને અલ્બેનિયન પાસપોર્ટ પર વિદેશ ભાગી ગયા.
કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યુ કે, જો તેઓ એક તૃત્યાંશ રકમ એટલે કે 5100 કરોડ રૂપિયા ભરી દે તો અમે સમાધાન કરવા માટે તૈયાર છે. સાંડેસરા બંધુઓના વકીલ મુકુલ રોહતગીએ હા કહી કે અમે સમાધાન માટે તૈયાર છીએ.

