ગરીબોના 'ઘર' વેચીને રૂ. 222 કરોડ ગજવામાં નાંખ્યા! જજે વહેલી સવારે 3 વાગ્યે ઘરે કોર્ટ બોલાવીને નિર્ણય આપ્યો

કેટલાક લોકોએ PMની ગરીબોને આશ્રય આપવા માટેની યોજનાનો ઉપયોગ પોતાના ખિસ્સા ભરવા માટે કર્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ આ એટલું મોટું કૌભાંડ હતું કે કોર્ટને પણ અડધી રાત સુધી જાગવું પડ્યું. મની લોન્ડરિંગના આરોપી બિલ્ડર સ્વરાજ સિંહ યાદવને રજૂ કરવાની ફરજ પાડીને, જજ શેફાલી બર્નાલા ટંડને વહેલી સવારે 3 વાગ્યે તેમના ઘરે કોર્ટ બોલાવી. આરોપી પર ગરીબો માટે બનાવેલા ઘરો રોકડામાં વેચીને રૂ. 222 કરોડની મોટી કમાણી કરી અને પછી આ પૈસાનો ઉપયોગ કરીને ભારત અને વિદેશમાં કરોડોની મિલકતો મેળવવાનો આરોપ હતો. EDની ધરપકડ, મિલકત કૌભાંડ અને ફરાર થવાની શક્યતા સમગ્ર કેસને સંપૂર્ણપણે ચોંકાવનારી બનાવે છે.

EDPMAY હેઠળ બનેલા ફ્લેટના ગેરકાયદેસર વેચાણ અને મની લોન્ડરિંગના સંબંધમાં બિલ્ડર સ્વરાજ સિંહ યાદવની ધરપકડ કરી છે. ઓશન સેવન બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર સ્વરાજ યાદવ પર ગરીબો માટેના ફ્લેટ રોકડામાં વેચીને રૂ. 222 કરોડથી વધુની હેરાફેરી કરવાનો આરોપ છે.

Fraud--PMAY-Flats
jagran.com

ધરપકડ પછી ન્યાયાધીશે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા જે કાર્યવાહી કરી તેનાથી બધાને આશ્ચર્ય થયું. ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરાયેલા સ્વરાજ યાદવને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ 24 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવાનું ફરજિયાત હતું. તેના જવાબમાં, પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શેફાલી બર્નાલા ટંડને શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે તેમના ઘરે જ કોર્ટ શરુ કરી હતી. વહેલી સવારે 3:05 વાગ્યે શરૂ થયેલી સુનાવણી સવારે 6:30 વાગ્યે પૂર્ણ થઈ, ત્યારપછી ન્યાયાધીશે આરોપીને 28 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યો.

Fraud--PMAY-Flats1
timesofindia.indiatimes.com

EDના જણાવ્યા અનુસાર, આરોપી સ્વરાજ યાદવ 2006થી ભારતમાં મની લોન્ડરિંગ કૌભાંડ ચલાવી રહ્યો હતો, જેમાં મુંબઈ, જયપુર, કોટપુતલી અને ગુરુગ્રામમાં હજારો ખરીદદારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપી, જેમણે શરૂઆતમાં PMAY યોજના હેઠળ રૂ. 26.5 લાખના ફ્લેટો જેને ફાળવવામાં આવ્યા હતા તેમની સાથે છેતરપિંડી કરીને તેને નવા ખરીદદારોને પ્રતિ ફ્લેટ રૂ. 40-50 લાખના ઊંચા ભાવે રોકડમાં વેચી દીધા, અને તેમની ડિપોઝિટ પણ તેમને પરત કરી ન હતી.

આ યોજના દ્વારા તેમની પાસે આવેલા આશરે રૂ. 222 કરોડના ગેરકાયદેસર ભંડોળને પછી સંબંધિત ઇન-હાઉસ બાંધકામ એજન્સી દ્વારા જોડ-તોડ કરીને દેશમાં અને વિદેશમાં અન્ય મિલકતો ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું.

Fraud--PMAY-Flats2
youtube.com

આમાં મહારાષ્ટ્રના વારે ગામમાં 500 એકર જમીન, પુણે-અલીબાગ રોડ પર 100 એકર જમીન, હિમાચલ પ્રદેશની તીર્થન ખીણમાં સાઈ રૂપા રિસોર્ટ્સ અને US અને UKમાં અસંખ્ય મિલકતોનો સમાવેશ થાય છે.

Fraud--PMAY-Flats6
thefederal.com

EDએ કોર્ટને જાણ કરી કે, તાજેતરના સમયમાં, આરોપી સ્વરાજ યાદવે વ્યક્તિગત અને કંપનીની મિલકતો ઝડપથી વેચવાનું શરૂ કર્યું છે, જે કાનૂની કાર્યવાહીથી બચવા માટે ગુનામાંથી મળેલી રકમને પોતાની યોગ્ય જગ્યાએ ગોઠવવાની શક્યતા દર્શાવે છે. એજન્સીએ એ પણ અહેવાલ આપ્યો કે, આરોપીની પત્ની, સુનિતા સ્વરાજ, ઓગસ્ટ 2025માં યુનાઇટેડ સ્ટેટ્સ (US) ચાલી ગઈ હતી, અને યાદવે તેના બેંક ખાતા દ્વારા મોટી રકમ તેને USમાં મોકલી હતી. તેમના બાળકો USના કનેક્ટિકટ સ્થિત ટ્રિનિટી કોલેજમાંથી સ્નાતક થઈ રહ્યા હોવાથી, EDને યાદવ કાનૂની પ્રક્રિયામાંથી ભાગી રહ્યા હોવાની પુરી શંકા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 06-12-2025 વાર- શનિવાર મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.