- Charcha Patra
- માતાના દૂધનો કોઇ વિકલ્પ ખરો? જો, તમે હા કહો તો તમને જેલ થઈ શકે છે!
માતાના દૂધનો કોઇ વિકલ્પ ખરો? જો, તમે હા કહો તો તમને જેલ થઈ શકે છે!
IMS કાયદા (1992) અંતર્ગત 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે
જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના માટે અમૃત છે — માતાનું દૂધ. આ ફક્ત પોષણ જ નથી આપતું પણ બાળકનો રોગોથી બચાવે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ આકર્ષક ડિબ્બા, ચમકદાર બોટલ્સ અને ખોટા દાવાઓએ ઘણી માતાઓને ભ્રમમાં મુકાય છે કે તેમનું દૂધ પૂરતું નથી.
આ સમસ્યા સામે લડવા માટે ભારત સરકારએ બનાવ્યો છે એક કડક કાયદો —IMS Act, 1992.

IMS Act શું છે?
Infant Milk Substitutes, Feeding Bottles and Infant Foods (Regulation of Production, Supply and Distribution) Act, 1992
આ કાયદો એ બાબત સુનિશ્ચિત કરે છે કે માતાના દૂધને કોઈ પણ રીતે બીજા ખોરાક કરતા નીચું ન બતાવવામાં આવે — ન જાહેરાતથી, ન તો ભેટથી, કે ન તો ખોટી માહિતીથી।
કાયદા મુજબ 0–2 વર્ષના બાળક માટે દૂધના વિકલ્પ અથવા ફોર્મ્યુલાની જાહેરાત પર પ્રતિબંધ છે ,હૉસ્પિટલ, ડૉક્ટર કે નર્સને નમૂના કે ગિફ્ટ આપવાની મનાઈ છે, નાના બાળકો માટે દૂધના વિકલ્પ તરીકે અપાતી દરેક વસ્તુના પેકેટ પર લખેલું હોવું જોઈએ: "માતાનું દૂધ શ્રેષ્ઠ છે.

કાયદાનું ઉલ્લંઘન?
પહેલી વખત: 3 વર્ષ સુધીની જેલ કે ₹5,000 દંડ
પુનઃઉલ્લંઘન: 5 વર્ષ સુધીની જેલ
યાદ રાખો: માના દૂધનો કોઈ વિકલ્પ નથી — ફક્ત તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ બીજી કોઇ વસ્તુ અપાય.
About The Author
Dr. Garima Mehta, M.D. (Pediatrics), is a renowned Pediatric Critical Care and Neonatal Specialist with a deep commitment to child health and development. As a Certified Lactation Consultant (BPNI), she brings a compassionate and evidence-based approach to supporting new mothers and infants. Currently serving as Senior Consultant at Kilkaari Children Hospital & Lactation Center in Surat, Dr. Mehta is dedicated to providing comprehensive pediatric care, especially in high-risk and neonatal cases.

