રાજકુમારી કેટની કેન્સરને હરાવવાની સંઘર્ષમય કહાણી

કેન્સર કોઈને પણ થઈ શકે છે — પછી ભલે એ વેલ્સની રાજકુમારી કેટ મિડલટન જ કેમ ન હોય. અને દરેકને એજ દુઃખથી પસાર થવું પડે છે. કેન્સર અને પીડા ક્યારેય ભેદભાવ રાખતા નથી. પરંતુ એ સામે લડવાની દરેકની પોતાની જુદી જ એક કહાણી હોય છે.

માર્ચ 2024માં, પેટની સર્જરી પછી ખુલાસો થયો કે રાજકુમારી કેટને કેન્સર છે. તેમણે એક વીડિયો સંદેશમાં આ વાત શેર કરી અને કહ્યું કે તેઓ કીમોથેરાપી શરૂ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં તેમને પોતાની પ્રાઇવસીની જરૂર હતી.

આગામી મહિનાઓમાં, તેમણે શાંતિથી પણ દૃઢતાથી સારવાર લીધી. સપ્ટેમ્બર 2024માં કીમોથેરાપી પૂરી કરી અને જાન્યુઆરી 2025માં તેઓ કેન્સરમુક્ત હોવાનું જાહેર કર્યું.

02

જ્યાં તેમણે શારીરિક રીતે સ્વસ્થ થવાની જાહેરાત કરી, ત્યાં તેમણે એ પણ સ્વીકાર્યું કે સ્વસ્થ થવાની પ્રક્રિયા સહેલી નથી હોતી. 2 જુલાઈ 2025ના રોજ કોલચેસ્ટર હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું:

“તમે એક માણસ બહાદુર હોવાનું મ્હોરૂં પહેરો છો… પછી લાગે છે કે હવે હું સામાન્ય જીવન જીવી શકીશ. પણ હકીકતમાં એ તબક્કો બહુ જ મુશ્કેલ હોય છે… જાણે એક રોલર કોસ્ટર હોય.”

તેમણે આ તબક્કામાં માનસિક અને ભાવનાત્મક સહારાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો, જે માત્ર દવાઓથી અલગ છે. કિમોથેરાપી સિવાય તેમણે કુદરતી અને વૈકલ્પિક સારવારનો પણ ઉપયોગ કર્યો. એક્યુપંક્ચર અને કુદરતના સંપર્કથી તેમણે માનસિક શાંતિ મેળવી.

કેટે પોતાની લડાઈ જે રીતે ખુલ્લા દિલથી શેર કરી, એ રાજઘરાનાઓની પરંપરાગત શાંતિથી અલગ હતું. તેમણે બતાવ્યું કે નબળાઈને સ્વીકારવી એ પણ એક પ્રકારની તાકાત છે.

તેમની લડાઈ માત્ર પોતાની નહોતી — તેઓ બીજા લોકો માટે પણ  જાગૃતિ અને સંવેદનશીલતાનો માહોલ ઉભો કરી રહ્યા હતા. એક કેન્સર સર્વાઈવર તરીકે, તેમણે  Royal Marsden Hospital અને NHS Charities Together મારફતે ઘણા દર્દીઓ સુધી સહાય પણ પહોંચાડી.

તેમણે ઘણા જાહેર કાર્યક્રમોમાં પણ સામેથી ચાલીને ભાગ લીધો:

-જૂન 2024: Trooping the Colour કાર્યક્રમ
-વિમ્બલડનમાં હાજરી
-જુલાઇ 2025: હોસ્પિટલના ગાર્ડનમાં ગુલાબનું છોડ રોપવું, જે તેમના સાજા થવાનું પ્રતીક હતું

જોકે, તેમણે Royal Ascotમાં ભાગ નહીં લીધો, જેથી પોતાના માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપી શકે.આ દર્શાવે છે કે હવે તેઓ પોતાને — પોતાના શરીર અને મનને — પ્રાથમિકતા આપી રહ્યા છે, બીજાની અપેક્ષાઓને નહીં.

03

પ્રિન્સેસ કેટની આ સફર માત્ર એક તબીબી વિજય નથી. એ છે એક સહાનુભૂતિ, આત્મ-જાગૃતિ અને નવી જિંદગી તરફ પાછા ફરવાની પ્રેરણાદાયક કહાણી. તેમણે માત્ર પોતાને જ નહીં, પણ સમગ્ર દુનિયાને બતાવ્યું કે કેન્સર પછીનું જીવન પણ પુરેપુરી ગૌરવ અને તાકાતથી જીવી શકાય છે.

સાચું સાહસ માત્ર જીવતા રહેવું નથી — સાચું સાહસ છે પોતાને ફરીથી શોધવું અને બીજાને પણ માર્ગ બતાવવો.

About The Author

Dr. Dinky Gajiwala Picture

Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.