જે ઉંમરે છોકરાઓ લખોટા રમતા હોય, તે ઉંમરે 13 વર્ષના છોકરાએ શાર્ક ટેન્કમાં 60 લાખની ડીલ કરી

'શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 5 શરૂ થઈ છે, ત્યારથી તેની કહાનીઓ અને સ્પર્ધકો ચર્ચાનો વિષય બન્યા છે. પુખ્ત વયના લોકોની સાથે-સાથે, 13 વર્ષના છોકરાએ સાબિત કરી દીધું છે કે પ્રતિભાની કોઈ ઉંમર હોતી નથી. ગાઝિયાબાદના આ છોકરાએ ન માત્ર ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા, પરંતુ તેમને પણ સ્તબ્ધ કરી દીધા. સ્નેપડીલના સંસ્થાપક કુણાલ બહલ 13 વર્ષીય જયવર્ધન ત્યાગીને જોઈને દંગ રહી ગયા.

ગાઝિયાબાદના જયવર્ધન ત્યાગીના AI સ્ટાર્ટઅપ, ન્યૂરાપેક્સાઈને જોયા બાદ, બધા જજ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ સ્કૂલના છોકરાએ શાર્ક- કુણાલ બહલ, નમિતા થાપર, વિનીતા સિંહ, રિતેશ અગ્રવાલ અને અમન ગુપ્તાને શરૂઆતથી જ પ્રભાવિત કર્યા હતા. ચાલો તેની કંપની અંગે વધુ જાણીએ અને જોઈએ કે શું તેને આ શૉમાં કોઈ ડીલ મળી?

Jaiwardhan-Tyagi2
x.com/Ananth_IRAS

ન્યૂરાપેક્સાઈ શું છે?

જયવર્ધનનું ન્યૂરાપેક્સાઈ એક AI-સહાયિત મેડટેક પ્લેટફોર્મ છે, જે MRI સ્કેન, લેબ રિપોર્ટ્સ, ઇમેજ અને મેડિકલ હિસ્ટ્રીનું વિશ્લેષણ કરીને સ્પષ્ટ અને ઉપયોગી રિપોર્ટ તૈયાર કરી શકે છે. આ ટૂલ હાલમાં યુઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ છે. જયવર્ધને ઉત્પાદન લોન્ચ કરવા માટે 5% ઇક્વિટી માટે 60 લાખ રૂપિયા માંગ્યા હતા, જેથી કંપનીનું મૂલ્યાંકન 12 કરોડ રૂપિયા થઈ ગયું. તેમણે જણાવ્યું હતું કે તેમણે એક વર્ષ અગાઉ કંપની શરૂ કરી હતી.

જયવર્ધને પોતાની સફરનું વર્ણન કરતા જણાવ્યું કે, તેને બાળપણથી જ ચેસમાં રસ હતો અને એક સમયે ગ્રાન્ડમાસ્ટર બનવાનું સપનું હતું. જોકે, બાદમાં તેને બ્લોક કોડિંગમાં રસ જાગ્યો, જેના કારણે તેને કોડિંગ અને વેબ ડેવલપમેન્ટ તરફ પ્રેરિત થયો. તેણે જણાવ્યું કે, તે જ્યારે માત્ર 10 વર્ષનો હતો, ત્યારે તેણે એક ઓલ-ઇન-વન સોશિયલ મીડિયા વેબસાઇટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તેણે એક વખત રોકેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓને કારણે તે ઉડાણ ભરી શક્યું નહોતું. જયવર્ધને નેપોલિયન અને સ્ટીવ જોબ્સને પોતાની પ્રેરણા ગણાવ્યા હતા.

તેણે એ પણ જણાવ્યું કે, તેના પિતા ગણિતના પ્રોફેસર છે અને તેમણે ગણિત દ્વારા પોતાનું કામ કરવાનો પ્રયાસ કર્યો છે. જયવર્ધને કહ્યું કે તેણે એક મિત્રના કહેવા પર ન્યૂરાપેક્સાઈ બનાવ્યું, જેણે તેને પોતાના રિઝ્યૂમમાં જોડવા લાયક પ્રોજેક્ટ પર કામ કરવાની પ્રેરણા મળી.

Jaiwardhan-Tyagi1
neurapex.in

જ્યારે શાર્ક્સે તેને પોતાની ભવિષ્યની યોજનાઓ બાબતે પૂછ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘આ કોઈ સ્કૂલ પ્રોજેક્ટ નથી. મેં તેના માટે મારું JEE કોચિંગ છોડી દીધું. હું મારા અભ્યાસને ખૂબ મહત્ત્વ આપું છું, પરંતુ આ તકને એ વાતથી કોઈ ફરક પડતો નથી કે મારી ઉંમર 13 વર્ષ છે કે 21 વર્ષનો.

બધા શાર્ક્સ જયવર્ધનના કામ અને તેના વાતોથી પ્રભાવિત થયા. જો કે, AI મોડેલ હજુ તેના શરૂઆતી તબક્કામાં છે, એટલે હાલમાં તેમાં રોકાણ કરવાનું યોગ્ય લાગ્યું નહીં. કુણાલ બહલે સૌથી પહેલા ના પાડી દીધી. વિનીતા સિંહે પણ ના પાડી દીધી, અને કહ્યું કે હાલમાં તેમાં રોકાણ કરવું યોગ્ય નથી. રિતેશ અગ્રવાલે જયવર્ધન સાથે એક કે બે દિવસ વિતાવવા બાબતે વાત કરી, પરંતુ કંપનીમાં રોકાણ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો.

Jaiwardhan-Tyagi3
x.com/Ananth_IRAS

જોકે, અમન ગુપ્તાએ કોઈ વાતચીત વિના બિઝનેસમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, ‘મને ખબર નથી કે આ AI મોડેલ કેટલું સારું છે, પરંતુ મને ખબર છે કે તું ભવિષ્યમાં કંઈક મોટું કરીશ. હું તને સપોર્ટ કરવા માંગુ છું અને જે તે માંગ્યું છે તે બધું આપવા માંગુ છું. તેણે જયવર્ધનના પિતા સાથે મજાક પણ કરી અને કહ્યું કે, ‘શું ખાઈને પેદા કર્યો છે? મને પણ આપો અને પેદા કરવા છે.

About The Author

Related Posts

Top News

10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

RBIએ સાયબર છેતરપિંડી અટકાવવા માટે UPI ચુકવણીઓ પર એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રૂ. 10000થી વધુના P2P ...
Business 
10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેથોલિક ચર્ચની ટીકાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે. પોપ લીઓની ટીકા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા...
World 
ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-04-2026 વાર- ગુરુવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

Vivoએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo T5 Pro 5G લોન્ચ કરી દીધો છે. કંપની આ મિડ-રેન્જ સ્માર્ટફોન 9020...
Tech and Auto 
9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'
Copyright (c) Khabarchhe All Rights Reserved.