ભારતના જેમ્સ બોન્ડ અજિત ડોભાલ પર ફિલ્મ બની રહી છે, આ એક્ટર હશે મુખ્ય ભૂમિકામા

On

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને જેમને લોકો ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખે છે તેવા અજિત ડોભાલ પર ફિલ્મ બની રહી છે અને તેમની મૂખ્ય ભૂમિકા કોણ ભજવશે તેની પણ વાત બહાર આવી છે. એવું કહેવાય છે કે જે બોલિવુડ એકટર અજિત ડોભાલની ભૂમિકા ભજવશે તે એની જિંદગીનો સૌથી પડકારજનક અભિનય હશે.

27 જુલાઈએ બોલિવુડ અભિનેતા રણવીર સિંહે એક મોટી થ્રિલર ફિલ્મની જાહેરાત કરી. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં આ ફિલ્મની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉરીના આદિત્ય ધર આ ફિલ્મનું ડિરેક્શન કરશે. ફિલ્મમાં રણવીરની સાથે અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ ફિલ્મની વાર્તા અને પાત્રોને લગતી કોઈપણ વિગતોને અત્યારે ગુપ્ત રાખી છે.

જો કે, અહેવાલોએ દાવો કર્યો છે કે તે ભારતના NSA અજીત ડોભાલની શરૂઆતની કારકિર્દીના સમયની સ્ટોરી હશે. હવે રણવીરના પાત્ર વિશે વિગતો બહાર આવી છે. મિડ-ડેમાં છપાયેલા અહેવાલ મુજબ રણવીર અજીત ડોભાલની ભૂમિકા ભજવી શકે છે. જો કે, તે સ્પષ્ટ નથી કે તે અજીત ડોભાલની ભૂમિકા ભજવશે કે તેમનાથી પ્રેરિત પાત્ર ભજવશે. કહેવામાં આવી રહ્યું છે કે રણવીરનું પાત્ર પંજાબનું હશે. આ જ કારણથી તે પોતાની દાઢી પણ વધારી રહ્યો છે. રણવીર સિવાય આર. માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના ઇંટેલિજન્સ ઓફિસર્સની ભૂમિકામાં જોવા મળશે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે સંજય દત્ત આ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શુટીંગ થાઇલેન્ડમાં શરૂ થશે અને એ પછી બીજો શિડ્યુલ કેનેડામાં શૂટ કરવામાં આવશે. વિદેશોમાં શુટીંગ થઇ ગયા પછી ટીમ મુંબઇમાં શુટીંગ કરશે.

રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા પર ડાયરેક્ટર અને બાકીના કલાકારોના કોલાજ શેર કર્યા છે અને સાથે એક કેપ્શન પણ લખી છે.રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું છે કે, આ મારા ચાહકો માટે છે જેમણે અત્યાર સુધી આટલી ધીરજ રાખી અને લાંબા સમયથી આટલા મોટા મોડની માંગ કરી રહ્યા હતા. હું તમને બધાને પ્રેમ કરુ છુ અને વચન આપું છું કે આ વખતે એવો સિનેમેટિક અનુભવ મળશે એવો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. તમારા આર્શીવાદથી અમે આ મોટી ફિલ્મ શરૂ કરવા જઇ રહ્યા છે. આ વખતે એ પર્સનલ છે.

મીડિયો અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, અજિત ડોભાલની જિંદગી પર બનનારી આ ફિલ્મનું નામ ‘ધુરંધર’ નામથી હશે. જો કે ફિલ્મ મેકર્સે હજુ સુધી ફિલ્મના ટાઇટલના નામની જાહેરાત કરી નથી. આદિત્ય ધર, લોકેશ ધર, આર જિયો સ્ટુડીયોઝ મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. 2025માં આ ફિલ્મ રિલિઝ થવાની શક્યતા છે.

છેલ્લાં કેટલાંક મહિનાઓથી રણવીર સિંહનું નામ અલગ-અલગ પ્રોજેક્ટ સાથે જોડાયેલું રહ્યું હતું, પરંતુ રણવીર તેમાં આગળ ન વધી શક્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રણવીર પ્રશાંત વર્માની સાથે ‘રાક્ષસ’ ફિલ્મ બનાવવાનો હતો. રણવીરિ ફિલ્મનું ટીઝર પણ શૂટ કર્યું હતું. પરંતુ એ પછી રણવીર ફિલ્મથી અલગ થઇ ગયો હતો.

‘શક્તિમાન’ની સાથે પણ સતત રણવીર સિંહનું નામ જોડાયેલું રહ્યું છે. ઉપરાંત ફરહાન અખ્તરની ‘ડોન 3’ પણ રણવીર લીડ કરવાનો છે.

Related Posts

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.