મીડિયા પ્રિવ્યૂમાં ‘અઘરું છે યાર’ને મળ્યો જોરદાર પ્રતિસાદ

સુરત.  આગામી ૩ જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘અઘરું છે યાર’ના વિશેષ મીડિયા પ્રિવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારો, આમંત્રિત મહેમાનો અને ફિલ્મપ્રેમીઓએ ફિલ્મ નિહાળ્યા બાદ તેને હૃદયસ્પર્શી, પારિવારિક અને આજના સમયની વાસ્તવિકતાઓને સ્પર્શતી ફિલ્મ તરીકે વખાણી હતી. લગભગ બે કલાક પંદર મિનિટની ફિલ્મ દરમિયાન દર્શકો ઇન્ટરવલ વગર બેઠા રહ્યા હતા, જે ફિલ્મની અસરકારક રજૂઆતનો પુરાવો બની રહી.

પ્રિવ્યૂ બાદ યોજાયેલી મીડિયા મુલાકાતમાં ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલે જણાવ્યું હતું કે ફિલ્મ આજની યુવા પેઢીના સપનાઓ, કારકિર્દી, પ્રેમ, લગ્ન અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે સર્જાતા આંતરિક સંઘર્ષને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, લગભગ દરેક પરિવારમાં જોવા મળતા આવા સંજોગોને ફિલ્મમાં સંવેદનશીલ રીતે રજૂ કરીને સંબંધોમાં સમજણ અને સંવાદ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનો ગુજરાતી સિનેમા સતત નવા વિષયો તરફ આગળ વધી રહ્યો છે. હોરર, થ્રિલર સહિત વિવિધ પ્રકારની ફિલ્મો બની રહી છે અને દર્શકો થિયેટરમાં આવીને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપશે તો સમગ્ર ઉદ્યોગ વધુ મજબૂત બનશે.

ફિલ્મના મુખ્ય અભિનેતા જયદીપ ગાંગાણીએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવન સાથે ખૂબ નજીકથી જોડાયેલી લાગતી હતી. સ્ક્રિપ્ટ સાંભળતાં જ તેમને એવું લાગ્યું કે આ તો તેમની જ કહાની છે. યુવાનોના સપનાઓ અને માતા-પિતાની અપેક્ષાઓ વચ્ચેનો સંઘર્ષ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર છે, જેને અત્યંત સ્વાભાવિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મુખ્ય અભિનેત્રી ઉર્વશી ચૌહાણે જણાવ્યું કે તેઓ ફિલ્મમાં આત્મનિર્ભર, આધુનિક અને પરિવારને મહત્ત્વ આપતી યુવતીની ભૂમિકામાં જોવા મળશે. આજની અનેક યુવતીઓ પોતાના જીવન સાથે આ પાત્રને સરળતાથી જોડાઈ શકશે. તેમણે જણાવ્યું કે ફિલ્મનું સંગીત તેની આત્મા સમાન છે, જેમાં રોમેન્ટિક તેમજ લાગણીસભર ગીતો વાર્તાને વધુ જીવંત બનાવે છે.

12

ફિલ્મમાં માત્ર યુવાનોના સપનાઓ જ નહીં, પરંતુ માતા-પિતાના ત્યાગ, સંઘર્ષ અને લાગણીઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. સંતાનોને સમજવાની માતા-પિતાની જવાબદારી અને માતા-પિતાની લાગણીઓને સમજવાની સંતાનોની ફરજ બંને પાસાં ફિલ્મમાં સંતુલિત રીતે રજૂ કરવામાં આવ્યા છે. આજની પેઢીઓ વચ્ચે વધતું અંતર દૂર કરીને પ્રેમ, વિશ્વાસ, સન્માન અને સંવાદનું મહત્ત્વ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે.

ફિલ્મની એક વિશેષતા તેમાં દર્શાવવામાં આવેલ મામાના પાત્રની છે. "મામા એટલે બે માં બરાબર" જેવી લાગણીને ફિલ્મમાં જીવંત બનાવવામાં આવી છે. મુશ્કેલ સમયમાં મામાનો પ્રેમ, માર્ગદર્શન અને નિઃસ્વાર્થ સહારો વ્યક્તિને કેવી રીતે નવી દિશા આપે છે તે દર્શકોના દિલને સ્પર્શી જાય છે.

ફિલ્મનું શીર્ષક ‘અઘરું છે યાર’ જીવનના એ અધૂરાપણાને વ્યક્ત કરે છે, જે દરેક વ્યક્તિના સપનાઓ, સંબંધો અથવા ઇચ્છાઓમાં ક્યાંક ને ક્યાંક રહેલું હોય છે. છતાં જીવનને હકારાત્મક રીતે જીવવાનો સંદેશ ફિલ્મ આપે છે.

ફિલ્મનું રેપ સોંગ ‘પૈસો ધંધો’ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં સમાવાયેલ પંક્તિ "દરિયાને પાણી વેચું એવો મારો ધંધો" તેની સર્જનાત્મકતા માટે ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ ગીતને તૈયાર કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો, જે ટીમની ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ફિલ્મની ગુણવત્તા પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ એ છે કે નિર્માતા અને દિગ્દર્શકે રિલીઝના લગભગ પંદર દિવસ પહેલાં જ મીડિયા પ્રિવ્યૂનું આયોજન કર્યું હતું. મળેલા સકારાત્મક પ્રતિસાદે સાબિત કર્યું કે ફિલ્મમાં મનોરંજન સાથે મજબૂત સંદેશ અને લાગણીઓનું સુંદર સંતુલન છે.

ખાસ પ્રેરણાદાયક બાબત એ પણ છે કે માત્ર ૨૩ વર્ષની ઉંમરે તર્પણ પટેલે ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બંને સંભાળ્યા છે, જ્યારે ફિલ્મની લગભગ ૯૦ ટકા ટીમ 25 વર્ષથી ઓછી ઉંમરની છે. આ ફિલ્મ યુવા પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

ફિલ્મમાં જયદીપ ગાંગાણી, ઉર્વશી ચૌહાણ, ઓમ ભટ્ટ અને મેહુલ બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલ, નિર્માતા ચૈતાલી પટેલ અને શશિન પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કૃતિક પટેલ, ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી શશિન પટેલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કૃષ્ણા લાલ ચંદાણી, સંગીત પ્રિયેશ વકીલ અને નક્ષત્ર, ગીતકાર મૃણાલ શુક્લા અને એલીન, મિક્સિંગ એન્જિનિયર નાગેશ્વર રાવ, પ્રોડક્શન ડિઝાઇનર મીમાંસા ભારદ્વાજ, પોસ્ટ પ્રોડક્શન સિનેતત્વ સ્ટુડિયો, ડીઆઈ કલરિસ્ટ પુષ્પેન્દ્ર સૂર્યવંશી, કાસ્ટિંગ કાઈન્ડીબોક્સ, ડિજિટલ માર્કેટિંગ અને પીઆર મેજિક સ્લેટ તથા પ્રાઇમેક્સ મીડિયા, પ્રોડક્શન બેનર ઓમ્નિબસ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. દ્વારા સંભાળવામાં આવ્યું છે.

ફિલ્મની સમગ્ર ટીમે ગુજરાતના દર્શકોને અપીલ કરી હતી કે તેઓ આગામી ૩ જુલાઈએ પરિવાર સાથે નજીકના સિનેમાઘરમાં ‘અઘરું છે યાર’ નિહાળી ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપે.

 

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.