કનેરિયા પર આફ્રિદીએ કહ્યું-તે દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપે છે જે ધાર્મિક ભાવના...

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાથી ખેલાડી દાનિશ કનેરિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપ્યો છે. કનેરિયાએ આફ્રિદી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો લગાવ્યા હતા. લેગ સ્પિનરે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાના પણ આરોપો લગાવ્યા.

આ આરોપોને નકારી કાઢતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે સમયે તે ફક્ત ધર્મનો મતલબ સમજી રહ્યા હતા, જ્યારે કનેરિયા મારા નાના ભાઇ જેવો છે. આફ્રિદીએ કનેરિયાના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ આરોપો ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને પૈસા કમાવવા માટે લગાવવામાં આવ્યા છે.

આફ્રિદીએ એક પાકિસ્તાની વેબસાઇટ દ્વારા કહ્યું કે, ‘જે વ્યક્તિ આ બધુ કહી રહ્યો છે, તેના પોતાના જ ચરિત્રને જૂઓ. કનેરિયા મારા નાના ભાઇ જેવો હતો અને હું તેની સાથે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું. જો મારી વર્તણૂંક ખરાબ હતી તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે તે વિભાગમાં તેણે ફરિયાદ કેમ નહોતી કરી? તે આપણા દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે જે ધાર્મિક ભાવનાઓ ભડકાવી શકે છે.’

દાનિશ કનેરિયાએ દાવો કર્યો હતો કે આફ્રિદી નથી ઈચ્છતો કે તે પાકિસ્તાનની ટીમનો હિસ્સો બને અને તેમણે અભિમાનના કારણે ટીમના અન્ય ખેલાડીઓને પણ તેમના વિરૂદ્ધ ભડકાવ્યા હતા. હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તે મારાથી જલી રહ્યા હતા, પણ મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમ્યો.’

લેગ સ્પિનર દાનિશ કનેરિયા હમણા સુધી પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચોમાં 261 વિકેટ લીધી છે. કનેરિયાએ 8 વન-ડે મેચોમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેના નામ પર 15 વિકેટનો ખિતાબ છે. વર્ષ 2009માં ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ પ્રો-લીગ મેચોમાં સ્પોટ ફિક્સિંગના આરોપામાં તેમને 2012માં ECB દ્વારા પ્રતિબંધિત કરાયા હતા.

Related Posts

Top News

ગજબ... ગ્રામ પંચાયતે 50 રૂપિયાની એક ઈંટ ખરીદી, 2500 ઈંટોનું બિલ 1.25 લાખ

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાની ગ્રામ પંચાયતો આજકાલ ખૂબ ચર્ચામાં છે. ક્યારેક ફળો અને ડ્રાઈ ફ્રૂટના નામે લાખોના બિલ બનાવવામાં આવે...
National 
ગજબ... ગ્રામ પંચાયતે 50 રૂપિયાની એક ઈંટ ખરીદી, 2500 ઈંટોનું બિલ 1.25 લાખ

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા 8 વર્ષથી ઉજવાતો...
Gujarat 
ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.